પા પા પગલી,
મામાની ડગલી.
મામાની ડગલી,
હીરાની ઢગલી.
હીરા ઊછળિયા,
આભલે અડિયા.
આભલે અડિયા,
તારલા બન્યાં!!
પાપા પગલી ધૂળની ઢગલી,
ઢગલીમાં ઢેલ જીવે મારી બેન.
પાપા પડિયા થોડુંક રડ્યા,
રડતાં રડતાં આંસુડાં ખર્યાં.
પાપા પોળી ઘીમાં ઝબોળી,
ચોળીને ખાજો તાજામાજા થાજો,
તાજામાજા થાજો (2)
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.