Gujaratilexicon

રીંછ એકલું ફરવા ચાલ્યું (સિંહની પરોણાગત)

December 30 2019
GujaratilexiconGL Team

રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી;

સામે રાણા સિંહ મળ્યા રે, આફત આવી મોટી.


ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યું મીઠા વેણ:

મારે ઘેર પધારો રાણા! રાખો મારું કહેણ.


હાડચામડાં બહુ ચૂંથ્યાં, ચાખોજી મધ મીઠું;

નોતરું દેવા ખોળું તમને, આજ મુખડું દીઠું!


રીંછ જાય છે આગળ, એના પગ ધબધબ,

સિંહ જાય છે પાછળ, એની જીભ લબલબ.


ઘર આ મારું જમો સુખેથી, મધની લૂમેલૂમ.

ખાવા જાતા રાણાજીએ પાડી બૂમાબૂમ!


મધપૂડાનું વન હતું એ, નહીં માખોનો પાર;

બટકું પૂડો ખાવા જાતાં વળગી લારોલાર!


આંખે, મોઢે, જીભે, હોઠે ડંખ ઘણેરા લાગ્યા;

”ખાધો બાપ રે!” કરતાં ત્યાંથી વનરાજા તો ભાગ્યા.


રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી;

સામે રાણા સિંહ મળ્યા રે, આફત ટાળી મોટી.

Most Popular

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

GL Projects