ભૂલનો પસ્તાવો
December 31 2019
Written By
Rahul Viramgamiya
છાયાએ ઘર માંં પ્રવેશતાંંની સાથે જ સ્કૂલબેગ ટેબલ ઉપર ફેંકી અને પોતે ધ.બ્બ.. દઈને સોફામાંં બેઠી. મમ્મી તરત જ બોલી, શું થયું બેટા? આમ ગુ સ્સામાંં કેમ છે?
કોઈ બહેનપણી સાથે ઝઘડો થયો? પણ છાય કંઈપણ બોલ્યા વિના પોતાના રૂમમાંં જતી રહી. સ્કૂલમાંં પીરિયોડિક ટેસ્ટ ચાલતા હતા. આજે ગણિતનું પેપર હતું. છાયા
ભણવામાંં હોશિયાર હતી. છેલ્લાંં ચાર વષૅથી તેના વગૅમાંં પ્રથમ નંબર જ આવશે પણ છેલ્લા કેટલાય દિવસોથી તે બેપરવા બની ગઈ હતી.તે ખરેખરઓવરકોન્ફિડ્ન્સમા
હતી. તેને તો એમ હતું કે, તેનો પહેલો નંબર તેની પાસેથી છીનવી લેવાની કોઈની તાકાત નથી. આથી એ જ વિચારસરણી હેઠળ તેણે તૈયારીમાંં ખાસ ધ્યાન આપ્યું નહોતું. તે ઘેરથી અપેક્ષિત તો લઈને જ આવી હતી, પણ બહેનપણીઓ સાથે મજાક-મસ્તી કરવામાંં તેને તે વાંંચવાનો સમય ન મળ્યો. આથી કદાચ જીવનમાંં પહેલી વાર તે અપેક્ષિત લઈને પરીક્ષામાંં બેસી ગઈ. આમ તો ચોરી કરવાનો તેનો કોઈ ઈરાદો જ નહોતો. આખું પેપર તેણે શાંંતિથી લખ્યું. તેને બધું જ આવડતું હતું, પણ એક
રાઈડર આવડતી નહોતી. તેણે ખૂબ વિચાર કર્યો, પણ રાઈડર સોલ્વ કરી શકી નહી. તેને યાદ આવ્યું કે તેની પાસે અપેક્ષિત હતી આથી તેમાંં જોવાની લાલચ તે રોકી શકી નહીં. તેણે અપેક્ષિત ખોલી. સુપરવાઈઝ મેડમે બૂમ પાડી, છાયા… આથી ગભરાયેલી છાયાના હાથમાંંથી અપેક્ષિત પડી ગઈ. મેડમ નજીક આવ્યાંં
તેમણેકહ્યું, તેમણે કહ્યુંં, છાયા તું ? તારી પાસેથી આવી અપેક્ષા નહોતી. છાયા રડવા લાગી, મેડમ, મેં કશું જ ઉતાર્યું નથી. મેડમે તેની સપ્લિમેન્ટરી ખોલી તેમાંંના
લખાણને અપેક્ષિતમાંંના લખાણ સાથે સરખાવ્યું, પણ છાયાએ કોપી કરી હોય તેવું તેમને લાગ્યું ન હી. તેમણે છાયાને કહ્યું, પ્રિન્સિપાલ મેડમને આ બધું આપી દઈશ.
તેમણે જે નિણૅય લેવો હોય તે લેશે. છાયા ફફડતી હતી. આખરે રિઝલ્ટનો દિવસ આવી પહોંંચ્યો. તેનું પરિણામ ક્લાસમાંં આપવામાંં આવ્યું નહીં. સાથે તેના પપ્પા
હતા અને તેને પ્રિન્સિ પાલ મેડમ પાસે મોકલવામાંં આવી. તે ફફડતી હતી. પ્રિન્સિપાલ મેડમે તેને ખુરશીમાંં બેસાડી અને કહ્યું, છાયા તું તો હોશિયાર છોકરી છે.
તેં કેમ આવું કર્યું ? તેં ઉતારો કર્યો નથી એટલે તને કોઈ શિક્ષા કરી નથી, પણ હવે ધ્યાન રાખજે. તેનો ત્રીજો નંબર આવ્યો હતો.
More from Rahul Viramgamiya



More Stories



Interactive Games

Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં