Gujaratilexicon

ધ મેન

Author : ઇરવિંગ વૉલેસ, અનુવાદક – ઉપેન ભટ્ટાચાર્ય
Contributor : હરિતા ત્રિવેદી

‘ધી ઓલમાઇટી’, ‘ધ સેવન્થ સિક્રેટ’, ‘ધી આર ડોક્યુમેન્ટ’, ‘ધ સેકન્ડ લેડી’, ‘ધ પ્રાઇસ’ જેવી અનેક સફળ નવલકથાઓ લખનાર અમેરિકન લેખક ઇરવિંગ વૉલેસનું આ પુસ્તક ‘ધ મેન’ ઈ.સ. 1964માં પ્રકાશિત કરવામાં આવ્યું. રંગભેદના એ સમયમાં લગભગ અશક્ય એવી એક નીગ્રોની અમેરિકાના પ્રેસિડેન્ટ બનવાની ઘટનાને અહીં નિરૂપવામાં આવી છે. અનેક મુશ્કેલીઓ હેઠળ પણ એનું સફળ રાષ્ટ્રપતિ તરીકે ઊભરાવવું એ આ પુસ્તકનો મુખ્ય વિષય છે. ગુજરાતીમાં આ પુસ્તકનો અનુવાદ કર્યો છે ઉપેન ભટ્ટાચાર્યએ અને રૂપાલી પબ્લિકેશન દ્વારા આ પુસ્તકને ઈ.સ. 1989માં પ્રકાશિત કરવામાં આવ્યું.

1964નો સમય દર્શાવતું આ પુસ્તક અમેરિકાના બંધારણનું 25મું અમેન્ડમેન્ટ રજૂ થયાના ત્રણ વર્ષ પહેલા લખવામાં આવ્યું હતું. અમેરિકી બંધારણને લગતી થીમ પર લખાયેલા આ પુસ્તકમાં અમુક એવી બાબતો દર્શાવવામાં આવી છે જે એ વખતના બંધારણમાં નહોતી, જે ત્રણ વર્ષ પછી રજૂ થયેલા 25મા અમેન્ડમેન્ટમાં ઉમેરવામાં આવી. આના પરથી અને નીગ્રોના પ્રેસિડેન્ટ બનવા પરથી એવું કહી શકાય કે બરાક ઓબામા અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યાના 45 વર્ષ પહેલેથી જ બંધારણના સુધારા અંગેની તેમજ એક નીગ્રો પ્રેસિડેન્ટ બનશે એવી ભવિષ્યવાણી વૉલેસે કરી દીધી હતી. અહીં ‘ધ મેન’ છે, ડગલાસ ડિલ્મેન નામનો એક નીગ્રો, જે એક લો-પ્રોફાઇલ સેનેટર છે. પહેલાં વાઇસ-પ્રેસિડેન્ટ અને પછી પ્રેસિડેન્ટના મૃત્યુ પછી અચાનક જ એને પ્રેસિડેન્ટ બનાવવામાં આવે છે. ત્યારપછી શરૂ થાય છે પાર્ટીના ‘યેસ-મેન’ તરીકે ઓળખાતા ડગલાસની પ્રેસિડેન્ટ તરીકેની કારકિર્દીમાં આવતી મુશ્કેલીઓની, એની પોતાની નીગ્રો જાતિ સાથેના સંઘર્ષની તેમજ વ્યક્તિગત જીવનમાં આવતી ચડતી-પડતીઓની કહાણી. 

આ પણ વાંચો : હરિતા ત્રિવેદી દ્વારા રજૂ કરાયેલ અન્ય પુસ્તક પરિચયો

એ સમયમાં એક ફિક્શન, જ્યારે આજે રિયાલિટી બની ગયેલી નીગ્રોના પ્રેસિડેન્ટ બનવાની ઘટના નિરૂપતી આ કથામાં અનેક રાજનીતિક તાણાવાણા ગૂંથાયેલા છે. વ્યક્તિગત જીવનની તકલીફોથી લઈને દેશદ્રોહના ગુનામાં ફસાવવામાં આવેલા ડગલાસની એક વોટથી થતી જીતના અંત સુધી વૉલેસે અત્યંત રસપ્રદ રીતે કથાને વણી લીધી છે. પોતાના બોલ્ડ વિષયને કારણે રિલીઝ થયા પછી આ પુસ્તકને અમેરિકાના કેટલાક વિસ્તારોમાં બાળીને વિરોધ દર્શાવવામાં આવેલો, પણ અંતે અનેક વિરોધ વચ્ચે પણ આ પુસ્તક ન્યૂયોર્ક ટાઇમ્સના લિસ્ટમાં બેસ્ટસેલર બની રહ્યું. કથાની અને એમાં રહેલા પાત્રોની સ્પષ્ટ પ્રસ્તુતિ, પોતાને સમાનતા અને ન્યાયના હિમાયતી તરીકે દર્શાવતા અમેરિકાની છીછરી માનસિકતા દર્શાવે છે. આ પુસ્તકને ફિલ્મી સ્વરૂપે 1972માં જોસેફ સાર્જન્ટના દિગ્દર્શનમાં ઢાળીને રજૂ કરવામાં આવ્યું, જેમાં પ્રખ્યાત હોલિવુડ અભિનેતા જેમ્સ અર્લ જોન્સે ડગલાસની ભૂમિકા ભજવી. અંતે એટલું જરૂરથી કહી શકાય કે રાજનીતિક નવલકથારસિકોએ આ પુસ્તક અવશ્ય વાંચવા એવું છે.

Most Popular

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Social Presence

Latest Video

GL Projects