થિયેટરમાં ચકીબેન
February 20 2020
Written By
Rahul Viramgamiya
રવિવારનો દિવસ હતો ચકલીએ કર્યો વિચાર !
‘થિયેટર’માં જઈને આજે ચકલીઓ બેઠી ચાર.
દાણા-બાણા લીધાં નહીં ને લઈ લીધા ‘પૉપકોન’ !
થિયેટરની ખુરશીએ બેસી એણે પિક્ચર જોયું ‘ડૉન’.
‘ચીં..ચીં..’ ભુલીને એ તો ડાયલૉગ કેવા બોલે ?
પિક્ચરના એ ગીતો ગાતી થનગન થનગન ડોલે !
પિક્ચર જોઈ એક ચકલી થઈ ગઈ ગાંડીતુર !
માળાનુ ભુલીને સરનામુ એ તો ઉડી ગઈ દૂર .
ચકાભાઈ તો સૌને પૂછતાં, ”જોઈ મારી ચકી ?”
રસ્તે રસ્તે જઈને એતો શોધતાં મલકી મલકી !
ચાંદામામા આવ્યા તો’ય ચકી ન આવી ઘરે !
ચકાભાઈની આંખોથી હવે રીમઝીમ આંસુ સરે.
થોડીવારમાં ચકીબેનને તો આવ્યું સાચું ભાન.
ઉડતા ઉડતા એમને દેખાણું થિયેટરનું મકાન !
ચકાભાઈ ચકીને શોધતા થિયેટર આવી બેઠાં.
ત્યાંજ એમને રડતા ભોળા ચકીબેન દીઠાં !
ચકાભાઈ તો ચકીને જોઈ હરખે કેવા મળ્યા.
ચકીબેન ચકાને જોઈ તો હરખે રોઈ પડ્યા !
બન્ને એકબીજાને જોઈ થઈ ગયા ખૂબ રાજી !
બન્ને એ સાથે બેસી જોઈ ફિલ્મ ‘સોગઠાબાજી’
More from Rahul Viramgamiya



More Kavita



Interactive Games

Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.