Gujaratilexicon

ગુજરાતીલેક્સિકન નિદર્શન કાર્યક્રમ – બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિર, ગોંડલ

January 05 2015
Gujaratilexicon

વર્ષ 2015ના પ્રારંભે તા. 3 જાન્યુઆરીને શનિવારની સવારે ગુજરાતીલેક્સિકન નિદર્શન કાર્યક્રમ ગોંડલ ખાતે યોજાયો.20150103_073437

ગુજરાતીલેક્સિકન એટલે ગુજરાતી ભાષાનો સૌપ્રથમ ઓનલાઈન ડિજિટલ શબ્દકોશ. તેના સ્થાપક આદરણીય શ્રી રતિલાલ ચંદરયાની ગુજરાતી ભાષાસેવાનો પરિચય કરાવતું વિશાળ વેબપોર્ટલ.

તેના પ્રચાર-પ્રસાર તથા ભાષાના વિશાળ સ્રોતને લોકોપયોગી બનાવવા માટે શાળા-મહાશાળોમાં તેના વિવિધ સેવાકીય પ્રક્લ્પોનો પરિચય કરાવતું નિદર્શન અપાય છે. 13 જાન્યુઆરી 2006, ગુજરાતીલેક્સિકનના સ્થાપના દિનથી આજ સુધીમાં અનેક નિદર્શનો ગુજરાતભરમાં થયાં છે. તે અંતર્ગત વર્ષ 2015ના પ્રારંભે શ્રી ગણેશ કરતાં તા. 3 જાન્યુઆરી, શનિવારના રોજ સૌરાષ્ટ્રના ગોંડલ શહેર કે જ્યાંના પ્રજાપ્રેમી અને સમાજસેવક મહારાજા શ્રી ભગવદસિંહજી કે જેમણે ભગવદ્ગોમંડલ સ્વરૂપે ભાષાના શબ્દોનો વિશાળ જ્ઞાનકોશ ગણાતો ગ્રંથ ભાષાપ્રેમીઓ સમક્ષ મૂકી ખૂબ મોટી સેવા કરી છે, તેવા ભાષાસંસ્કૃતિના પ્રચારક શહેરમાં બી.એ.પી.એસ. સંચાલિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિર માધ્યમિક – ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયમાં ગુજરાતીલેક્સિકન નિદર્શન કાર્યક્રમ યોજાયો.

20150103_072946

વિગતે અહેવાલ જણાવતાં ગુજરાતીલેક્સિકનના પ્રતિનીધિ ઉપેન્દ્રભાઈ ગુર્જરે ઑક્ટોબર તા. 12 ના રોજ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિરનો વહીવટ સંભાળતા સંત પૂજ્ય નિભર્યદાસ સાથે ગુજરાતીલેક્સિકન પ્રકલ્પ વિશે પરિચય વાર્તાલાપ કર્યો હતો. તે સંદર્ભે ગોંડલ આવી નિદર્શન દર્શાવવા પ્રસ્તાવ મૂક્યો હતો. તેના બે ફોલો-અપ બાદ સમયની અનુકૂળતા મુજબ તા. 3 જાન્યુઆરી, 2015ના રોજ નિદર્શન ગોઠવાયું. તે અંતર્ગત ઉપેન્દ્રભાઈ તા. 2 જાન્યુઆરી, શુક્રવારના રોજ બપોરે 12:30 કલાકે ગુજરાતીલેક્સિકન ઑફિસ, અમદાવાદથી ગોંડલ જવા રવાના થયા હતા. રાત્રે 8 વાગે ગોંડલ મુકામે પહોંચી બી.એ.પી.એસ. અક્ષરમંદિર ખાતે રાત્રી રોકાણ બાદ સવારે સવારે 7 વાગ્યે વિદ્યાલય પર ઉપસ્થિત થઈ ગયા હતા.

પ્રાથમિક પૂર્વતૈયારી બાદ સવારે 7:30 કલાકે ‘સંસ્કાર સિંચન’ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતીલેક્સિકન નિદર્શનની શરૂઆત મંગલ પ્રાર્થના દ્વારા થઈ. પ્રાર્થના પછી શાળાના આચાર્ય શ્રી આર. સી. ચૌહાણ સાહેબ દ્વારા ઉપેન્દ્રભાઈનો સ્વાગત – પરિચય કરાવ્યો. બાદ ઉપેન્દ્રભાઈએ પોતાનો તથા ગુજરાતીલેક્સિકનનો ટુંકો પરિચય આપ્યો. પુનઃ પી.પી.ટી. શો દ્વારા ગુજરાતીલેક્સિકનનો વિગતે પરિચય કરાવતાં ગુજરાતીલેકસિકનના ઇતિહાસ – સ્થાપના – વિષયવસ્તુ (વિવિધ શબ્દકોશો, અન્ય સાહિત્ય તથા રમતો), સરસ સ્પેલચેકર, વિવિધ મોબાઈલ એપ્લિકેશન્સ, ગુજરાતલેક્સિકનના અન્ય પ્રકલ્પો( ભગવદ્ગોમંડલ, ગ્લોબલ ગુજરાતીલેક્સિકન, લોકકોશ, સ્વાહિલીલેક્સિકન) વગેરેની સવિસ્તાર માહિતી આપી તથા ઉપયોગિતા વર્ણવી. ત્યારબાદ સામાન્ય પ્રશ્નોત્તરી બાદ 8-15 વાગ્યે નિદર્શન કાર્યક્રમ પૂર્ણ થયો.

GL Demo Gondal

સતત 45 મિનિટ સુધી ચાલેલા આ નિદર્શન કાર્યક્રમને શાળાના આચાર્ય, શિક્ષકગણ તથા ધોરણ 9,10 તથા 11ના 400 જેટલા વિદ્યાર્થીઓએ નિહાળ્યો હતો. ભાષાસમૃદ્ધીને વધારતી કંઈક નવીન, ઉપયોગી અને જ્ઞાનદાયક, વિકાસલક્ષી માહિતી મેળવી સૌએ આ કાર્યક્રમને હર્ષભેર વધાવ્યો હતો. સૌએ ગુજરાતીલેક્સિકન વેબસાઈટ, તેની સાથે સંકળાયેલ અન્ય ઉપયોગી વેબસાઈટ્સ, વિવિધ મોબાઈલ ઍપ્લિકેશન્સ વગેરેનો વધુમાં વધુ ઉપયોગ પોતે કરી તથા અન્યને કરાવી ભાષાજ્ઞાનમાં વધારો કરવા તત્પરતા બતાવી હતી. ગુજરાતીલેક્સિકનની સેવાઓને ધ્યામાં લેતાં શાળા સંચાલન મંડળ તરફથી પ્રમાણપત્ર  એનાયત કરવામાં આવ્યું હતું.

Scan10001

આમ, આદરણીય શ્રી રતિકાકાના ગુજરાતી ભાષાસેવાના આદર્શને ભાષાપ્રેમી લોકો સુધી પહોંચાડવાનો સુંદર પ્રયાસ ગુજરાતીલેક્સિકન નિદર્શન દ્વારા કરાયો.

………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………..

વિશેષઃ

ગોંડલની વધુ બે માધ્યમિક – ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગુજરાતીલેક્સિકન પરિચય વાર્તાલાપ ગોઠવાયો હતો. તેમણે પણ પોતાની શાળાઓમાં નિદર્શન માટે સમયની અનુકૂળતા મુજબ નિદર્શન કાર્યક્મ ગોઠવવાની ઇચ્છા વ્યક્ત કરેલ છે.  જે શાળાઓનાં નામ આ પ્રમાણે છેઃ

  • સરદાર વલ્લભભાઈ પટેલ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય, ગોંડલ
  • મહારાણી શ્રી રાજકુંવરબા ગર્લ્સ હાઇસ્કૂલ અને રાજપૂત કન્યા છાત્રાલય (ધોરણ 1 થી 12 સામાન્ય પ્રવાહ, ગુજરાતી માધ્યમ)

Most Popular

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

Latest Video

,

મે , 2024

મંગળવાર

7

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects