સ્નેહીશ્રી,
ગુજરાતી ભાષાના મૂર્ધન્ય-રસાળ સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરીના વ્યક્તિત્વની પરકમ્મા કરવા માટે, અમે મિત્રોએ શનિવાર, તા. ૧૦-૧-૨૦૧૫ના રોજ સાંજે ૫-૦૦ કલાકે, ગુજરાતી સાહિત્ય પરિષદના રા. વિ. સભાગૃહમાં એક આત્મીય કાર્યક્રમ યોજ્યો છે. રઘુવીરભાઈની ઉપસ્થિતિમાં એમનાં સ્નેહી-મિત્રો વૈવિધ્યસભર વ્યક્તિત્વ વિશે મન મૂકીને વાતો કરશે. આ કાર્યક્રમમાં આપ ઉપસ્થિત રહો તેવી હાર્દિક વિનંતી છે. અમે આપની રાહ જોઈશું. આ કાર્યક્રમની વિગતો આ સાથે બીડેલ આમંત્રણ કાર્ડમાં જણાવેલી છે.
આપના ગુણાનુરાગી
– કિરીટ દૂધાત, હર્ષદ ત્રિવેદી, રમેશ ર. દવે
કાર્યક્રમ
મંગલગાન : અમર ભટ્ટ
ભૂમિકા : કિરીટ દૂધાત
‘જેવા જાણ્યા અમે રઘુવીરને’ – સંચાલન : હર્ષદ ત્રિવેદી
ચંદ્રકાન્ત શેઠ : આત્મીય મિત્ર
રમેશ બી. શાહ : સાથી પ્રાધ્યપક
નરોત્તમ પલાણ : સહૃદય મિત્ર
અનિલાબેન દલાલ : સાથી કાર્યકર
લાભશંકર ઠાકર : હમારે ચૌધરી સાહબ
પ્રકાશ ન. શાહ : સજગ સમાજપ્રહરી
માધવ રામાનુજ : આત્મીય વડીલ
અરુણ દવે : સલાહકાર ટ્રસ્ટી
સતીશ વ્યાસ : ભાષાભવનના એ દિવસો
ગોપી દેસાઈ : અમારા નાટ્યગુરુ
કિરીટ દૂધાત : શિબિર સંચાલક
બિંદુ ભટ્ટ : અમારા ગુરુજી
સંજય-કીર્તિ ચૌધરી : અમારા પિતા
મનસુખ સલ્લા : સહકાર્યકર
‘રઘુવીરના રચનાલોકમાં સફર’, સંચાલન : સુનીતા ચૌધરી
રઘુવીર ચૌધરી : ‘રાજસ્થાન’, ‘મને કેમ ના વાર્યો ?’
હરિકૃષ્ણ પાઠક : ‘સાગરતીરે અલસ તિમિરે’
દૃષ્ટિ પટેલ : ‘અમે આટલે આવ્યાં’
યશોધન જોશી : ‘ફૂટપાથ અને શેઢો’
સુરતા ચૌધરી : ‘વહેતાં વૃક્ષ પવનમાં’
મહેશ ચંપકલાલ : ‘સિકંદર સાની’
આભાર દર્શન : રમેશ ર. દવે
અલ્પાહાર
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં