આપણા ચીનુભાઈ તો તેમના હવાઈમહેલ સ્વપ્નસૃષ્ટિમાં રચવામાં એવા તો મશગૂલ થઈ ગયા કે વાતના પૂછો.
તેઓ તેમના ઘરના ઓટલા ઉપર બેસેલા હતા અને બાજુમાં જ તેમનો ડંડો પડ્યો હતો અને સ્વપ્નમાં રાચતા ચીનુભાઈ એવા તો રંગમાં આવી ગયા કે ડંડો ઉઠાવ્યો અને લાગ્યા વીંઝવા જાણે કે તેઓ તેમની સ્વપ્નકુમારી સાથે રાસ રમી રહ્યા હોય. એ.એ… આ ડંડો ઉઠાવ્યો અને એ આ ધડામ… અરે આ શું… આ તો ફોડ્યું માટલું…એ આ ફરી વાર ડંડો ઉઠાવ્યો અને ધડામ …અરર… આ કાચનુ કબાટ ગયું…. ફરી વાર ધડામ….એ બધા છાજલી ઉપરના વાસણ ગયા… અરે ચીનુભાઈ જરા તંદ્રામાંથી બહાર આવો અને જુઓ તો ખરા…આ તમે શું ખેલ માંડ્યો છે તે…
ગામ આખુ ભેગું થઈ અને તમાશો જોતું હતું અને જે હસાહસ કરતું હતું પણ બીચારા ચીનુભાઈ તો પોતાના સ્વપ્નમાં એવા તો મશગૂલ હતા કે તેમને તો આજુબાજુ શું થઈ રહ્યું છે તેની લગીરે ખબર ન હતી.
એટલામાં પાડોશીધર્મ બજાવતા મીનુભાઈ પાણીની ડોલ લઈ આવ્યા અને ચીનુ ભાઈને પાણીથી તરબતર કરી નાખ્યા અને જેવા ચીનુભાઈ તંદ્રામાંથી જાગ્યા અને જોયું કે ઘરના હાલ હવાલ શા છે…. અને પોક મૂકી અને છૂટા મોંએ રડવા લાગ્યા…
તેથી જ તો કહેનારાએ સાચું જ કીધું છે કે ભેંસ ભાગોળે અને છાશ છાગોળે અને ઘેર ધમાધમ….
ચાલો ત્યારે આવજો….અને ફરી નવી વાર્તાની લહેજત માણજો…જય શ્રી કૃષ્ણ
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.