Gujaratilexicon

બે આનંદદાયક સમાચાર

August 08 2011
GujaratilexiconEdwardLor EdwardLor

મિત્રો ચાલો આજે આપ સહુને બે આનંદદાયક સમાચારથી માહિતગાર કરવાનો સમય આવી ગયો છે. સૌ પ્રથમ તો આ સમાચાર ઉપલબ્ધ કરાવવા માટે અમે શ્રી દિપક મહેતાના આભારી છે જેઓ નિયમિત રીતે મુંબઈ સમાચારના માધ્યમ દ્વારા ગુજરાતી સાહિત્ય જગતના સમાચારોને સૌની સમક્ષ ઉપલબ્ધ કરાવતાં રહે છે.

સમાચાર 1 – ડૉ. ભોળાભાઈ પટેલની ગુજરાતી સાહિત્ય પરિષદના નવા પ્રમુખ તરીકેની નિયુક્તિ. આ કાર્યપદ તેઓ ડિસેમ્બર 2011માં ભરાનારા જૂનાગઢ અધિવેશન પછી ગ્રહણ કરશે.

સમાચાર 2 –  આ વર્ષના નર્મદ પારિતોષિક વિજેતા છે જાણીતા સંશોધક અને તંત્રી એવા ડૉ. રમેશ શુક્લા અને અગ્રણી મરાઠી કાવ્યકાર શ્રી મંગેહ્સ પદગોંકર. આ પારિતોષિક નર્મદના જન્મદિન દિવસે એટલે કે 24 ઓગષ્ટના રોજ અર્પણ કરવામાં આવશે જે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઓળખાય છે. આ કાર્યક્રમ પાટકર હોલ મુંબઈમાં યોજાવાનો છે જેની નોંધ લેવી.  ગતવર્ષથી જ આ પ્રકારનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ગયા વર્ષે આ પારિતોષિક ડો. રઘુવીર ચૌધરી અને શ્રી મધુ મંગેશ કાર્નિકને મળેલ હતું.

જય ગુજરાતી.

Most Popular

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects