આજે આવ્યો શુક્રવાર અને શુક્રવારનો દિવસ ગુજરાતીલેક્સિકોન માટે હંમેશા ખાસ રહ્યો છે. તેનું કારણ છે દર શુક્રવારે અપલોડ થતી Quick Quiz.
દર શુક્રવારે ક્વિઝ રમવાનો આનંદ ઉઠાવવા માટે ક્લિક કરો – https://www.gujaratilexicon.com/gujarati-games/quick-quiz/
અને હા આ કોયડાની એક ખાસિયત એ છે કે જો આ શુક્રવારે જો ગુજરાતી – ગુજરાતી ક્વિઝ હોય તો ત્યાર પછીના અઠવાડિયે અંગ્રેજી – ગુજરાતી ક્વિઝ હાજર થઈ જાય છે અને આ ક્વિઝ થકી તમે માત્ર ગુજરાતી ભાષાનો શબ્દભંડોળ જ નથી વધારતાં પણ સાથે સાથે અંગ્રેજી ભાષાનો પણ શબ્દભંડોળ વધારો છો.
તો ચાલો આજે જ શુભારંભ કરી દઈ કેમકે આજે શુક્રવાર છે તો પછી રાહ શેની જોવાની..
All the best
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.