દિવાળી હિંદુ ધર્મનો મહત્ત્વનો તહેવાર છે. હિંદુ ધર્મ સિવાય શીખ, બુદ્ધ અને જૈન ધર્મના લોકો પણ ભારે ઉત્સાહથી દિવાળી તહેવાર ઊજવે છે . દિવાળી તહેવાર દિપાવલી તરીકે પણ ઓળખાય છે.
દિવાળી તહેવાર પાંચ દિવસનો હોય છે. એ પાંચ દિવસ આ પ્રમાણે ઓળખાય છે. વાઘબારસ, ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી અને બેસતું વર્ષ (નવું વર્ષ). અને આ નવા વર્ષ પછી પણ એક દિવસ ઉજવવામાં આવે છે તે ભાઈ-બીજ છે.
આ દરેક દિવસનું મહત્ત્વ અલગ-અલગ છે. આમ, અગિયારસથી માંડીને દેવદિવાળી સુધી દરેક ઘર દીવાઓના પ્રકાશથી ઝળહળી ઉઠે છે. દિવાળીમાં નવાં કપડાં, વિવિધ પ્રકારની મિઠાઈ અને ફટાકડાંની ખરીદી કરે છે. દિવાળી નાના બાળકોનો પ્રિય તહેવાર છે, તે દિવસે નાનાં બાળકો વિવિધ પ્રકારના ફટાકડા જેવાં કે, તારામંડળ, ચકરડી, કોઠી, સાપ, હીરા, ભોંયભડાકા વગેરે જેને “દારૂખાનું ” પણ કહે છે, તે ફોડે છે. અને મજા માણે છે. નાના બાળકોની સાથે વડીલો પણ ફટાકડા ફોડીને અનેરો આનંદ માણે છે. આ તહેવારની ઉજવણીના ભાગરૂપે લોકો ઘરે-ઘરે દિવાળીના નાસ્તા જેવા કે, મઠિયા, ચોળાફળી, ચેવડો, સુંવાળી, ઘૂઘરા વગેરે જેવી અવનવી વાનગીઓ બનાવે છે.
નવા વર્ષમાં નાના-મોટાં સૌ કોઈ વહેલાં ઊઠીને મંદિરે દર્શન કરવાં જાય છે. અને સાથે સાથે નાના સૌ કોઈ તેમના વડીલોને પગે લાગીને આશીર્વાદ લે છે. બધાં સગાં-સંબંધી, પાડોશીના ઘરે જઈને એકબીજાને મળે છે અને “નૂતન વર્ષાભિનંદન”, “સાલા મુબારક” અને અંગ્રેજીમાં : “Happy Diwali” અને “Happy New Year” કહીને એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે.
આમ, દિવાળીનો આ પર્વ આખો દેશ ઉત્સાહથી ઊજવે છે.
ગુજરાતીલેક્સિકોનના બ્લોગ વાંચકોને ગુજરાતીલેક્સિકોન તરફથી “નૂતન વર્ષાભિનંદન” અને “સાલ મુબારક”
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ