નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત થયેલી ‘બક્ષીનામા’ જાણીતાં સાહિત્યકાર શ્રી ચંદ્રકાંત બક્ષીની આત્મકથા છે. પોતાની વિશિષ્ટ શૈલી તથા મિજાજથી વાચકોના હૈયામાં અનેરું સ્થાન ધરાવનાર ચંદ્રકાંત બક્ષીએ વાર્તા, નિબંધ, નવલકથા તથા નાટ્યક્ષેત્રે વિપુલ માત્રામાં કામગીરી કરેલી છે. ‘બક્ષીનામા’ ત્રણ ખંડોમાં વહેંચાયેલી તેમની એવી આત્મકથા છે, જેમાં સચ્ચાઈનો રણકાર છે. સક્ષમ વાર્તાકાર હોવાને કારણે બક્ષીબાબુની ‘બક્ષીનામા’ વાંચતી વખતે વાચકને સતત બક્ષીબાબુની હાજરીનો અહેસાસ થાય છે. તેમની કલમ વહેતી નદીની જેમ સતત વહે છે, ક્યાંય અટકતી નથી.
ચંદ્રકાંત બક્ષીને જાણવાનો રાજમાર્ગ એટલે તેમનાં શબ્દો અને લખવાની આગવી શૈલી. આ પુસ્તક વાંચતી વખતે તેમના હૃદયની ઋજુતા પણ અનુભવાય છે અને સાથે સાથે તેમની તેજાબી કલમનો પણ ક્યાંક ક્યાંક પરિચય થાય છે.
ચંદ્રકાંત બક્ષીએ તેમનાં જીવનમાં પ્રોફેસર, ટીવી સંયોજક, આકાશવાણી કાર્યક્રમના સંચાલક, વિદ્વાન વક્તા, કટારલેખક, વાર્તાકાર, નવલકથાકાર એમ અનેક રોલ બખૂબી અદા કર્યા છે. તેમણે 1987માં પંચાવન વર્ષની ઉંમરે ‘બક્ષીનામા’ લખવાની શરૂઆત કરી હતી, જે સમકાલીન(મુંબઈ), લોકસત્તા(અમદાવાદ, વડોદરા)માં એકસાથે ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થઈ હતી. બક્ષીબાબુ તેમની આ આત્મકથાને ‘સત્યના પ્રયોગો’ જ કહે છે. ચંદ્રકાંત બક્ષીના પ્રકાશિત થયેલ લગભગ એકસો નેવું જેટલાં પુસ્તકોમાં ‘બક્ષીનામા’નું સ્થાન શિરોમોર છે. જે વાચકોએ હજુ સુધી બક્ષીબાબુનું એક પણ પુસ્તક નથી વાંચ્યું નથી તેને જો શરૂઆત કરવી હોય તો ‘બક્ષીનામા’થી જ કરવી યોગ્ય કહેવાશે. એક વાર આ પુસ્તક વાંચ્યા પછી વાચકો ચંદ્રકાંત બક્ષીના અન્ય પુસ્તકો શોધીને વાચશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ટૂંકમાં ‘બક્ષીનામા’ વસાવવા યોજક પુસ્તક છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.