Gujaratilexicon

પ્રેમ-અપ્રેમ

Author : આલોક ચટ્ટ
Contributor : પરીક્ષિત જોશી

પ્રેમ તો જેને થયો હોય એય સમજે છે અને જેને નથી થયો એ તો વધુ સારી રીતે સમજી શકે છે, પણ અપ્રેમ. લેખક એ વિશે કહે છે કે અપ્રેમ એટલે એવી સ્થિતિ કે જ્યાં પ્રેમ નથી પણ નફરત પણ નથી. વ્યવસાયે વેપારી આલોક ચટ્ટ માણસની પ્રકૃતિ વિશે એકદમ સચોટ નિદાન આપે છે કે જ્યાં પ્રેમ મળે ત્યાંથી દૂર ભાગે અને જ્યાં ન મળે ત્યાં તરસતો રહે. આવા અતૃપ્ત માનવીય સંબંધોની વાર્તા છે આ પ્રેમ-અપ્રેમ.

મૂળ લઘુકથાના ઘાટમાં ઉતરેલી આ કથા પછી નવનિર્માણ પામીને લઘુનવલ સ્વરુપે પુનઃ અવતરે છે. ગુજરાતી સાહિત્યમાં આવા પ્રયોગો થતા રહ્યાં છે. જોકે એનો સૌથી વધુ લાભ પ્રસિદ્ધ નાટ્યકાર, નવલકથાકાર મધુ રાયે લીધો છે. એ પરંપરામાં આલોક ચટ્ટ પણ સામેલ થયાં છે. એમની આ કૃતિ, રઘુવીર ચૌધરીની યશદા કૃતિ અમૃતાની જેમ માત્ર ત્રણ જ પાત્રો વચ્ચે આકાર લેતી કૃતિ છે. સમગ્ર કૃતિ અરસપરસની લાગણી અને સંબંધના બંધની સાહેદી પૂરે છે. સામાન્ય રીતે, લેખક જ્યારે લખે છે ત્યારે પહેલીવાર તો દિલથી લખે છે પછી પોતાના પાત્રોએ પોતાની પાસે શું લખાવ્યું, કેવું લખાવ્યું એ જોઈ-વાંચીને પછી જરૂરી લાગે તો સુધારાવધારા કરતો હોય છે. આ કૃતિ પણ એમાંથી અપવાદ નથી. લેખકે દિલથી લખ્યું છે, એ પોતે સ્વીકારે છે કે માણસનું દિલ અને દિમાગ એકબીજાથી ઊંધી દિશામાં કાર્ય કરતાં હોય છે. બસ, આ જ મૂંઝવણથી સર્જાતી આંટીઘૂંટીને લેખકે આ કથામાં ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે. 20 ભાગ કે પ્રકરણમાં કુલ 145 પાના ઉપર પથરાયેલી આ લઘુનવલ પ્રખ્યાત લવ ટ્રાયએન્ગલ તો છે જ પરંતુ દિલ અને દિમાગ વચ્ચે થતી એક મીઠી મૂંઝવણનું પરિણામ પણ છે. માર્કેટિંગના ક્ષેત્રમાં હોવાને લીધે એમણે પુસ્તકમાં કથા પહેલાં કેટલાંક વાચકોના પ્રતિભાવો પણ પ્રગટ કર્યાં છે, જોકે એના લીધે વાચકની રસક્ષતિ થતી નથી, બલકે લઘુનવલ વાંચવાની ઇંતેજારી વધારે છે. એ સંદર્ભમાં કહેવું હોય તો લેખક પોતાની પહેલી લઘુનવલના લેખન અને માર્કેટિંગમાં આટલા પ્રમાણમાં તો સફળ રહ્યાં જ છે.

Most Popular

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Social Presence

Latest Video

GL Projects