Gujaratilexicon

કર્ણલોક

Author : ધુવ ભટ્ટ
Contributor : યશવંત ઠક્કર

શ્રી ધ્રુવ ભટ્ટની દરેક નવલકથામાં કશો નવો જ વિષય હોય. એમની એવી જ એક રસપ્રદ નવલકથા ‘કર્ણલોક’ 2005માં પ્રગટ થઈ છે. આ નવલકથામાં એક અનાથાશ્રમની વાત છે. આ અનાથાશ્રમમાં સંજોગોને આધિન એવાં કુમળાં બાળકો રહેતાં હોય છે. એ બાળકોને અનાથાશ્રમનું સંચાલન કરનારા વિવિધ સામાજિક કાર્યકરો, કર્મચારીઓ અને અધિકારીઓ સાથે પનારો પડે છે. આ બધા સામાજિક કાર્યકરો, કર્મચારીઓ અને અધિકારીઓ છેવટે તો જીવતા ને જાગતા માણસો. એ બધા ખૂબીઓ અને ખામીઓથી ભરેલાં હોય છે. વાચક જેમ જેમ નવલકથા વાંચતો જાય એમ એમ એને આ અનાથાશ્રમની અંદરની અને આસપાસની દુનિયાનો પરિચય થતો જાય છે.  

એક માણસ કે જે આ નવલકથાનું જ એક પાત્ર છે એ આ સમગ્ર કથા કહે છે. આ માણસ પોતે જ્યારે કિશોર અવસ્થામાં હતો ત્યારે અનાથાશ્રમનો પાડોશી બન્યો હતો, ત્યાં જ  ઉછર્યો હતો અને   અનાથાશ્રમમાં બનેલી સારીનરસી ઘટનાઓનો સાક્ષી બન્યો હતો.    

અનાથાશ્રમમાં દુર્ગા નામની એક બાળા ઉછરીને મોટી થઈ હોય છે. દુર્ગા એકંદરે સ્વસ્થ અને નીડર સ્વભાવની બાળા છે. અનાથાશ્રમનાં બાળકો સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય થાય તે દુર્ગાથી સહન થતું નથી. દુર્ગા અન્યાયનો સામનો કરે છે અને બાળકોના હિત માટે સંઘર્ષ કરે છે. દુર્ગાને નંદુનો પણ સાથ મળે છે. નંદુનું કામ આમ તો અનાથાશ્રમમાં બાળકો માટે રસોઈ બનવવાનું હોય છે, પરંતુ એણે પોતે પોતાની જવાબદારી માટે કોઈ મર્યાદા બાંધી નથી. એ બાળકો માટે પોતાનાથી થાય એટલું બધું જ કરવા તૈયાર હોય છે. નિમુબહેન, જી’ભાઈ, નેહા બહેન, રેખા, રોઝમ્મા, ગોમતી વગેરે એવાં પાત્રો છે જેમનાં હૃદય કરુણા અને માનવતાથી ભરેલાં છે. નવલકથામાં, આ પાત્રો સમયે સમયે માણસાઈનું જતન કેવી રીતે કરે છે એ વિવિધ ઘટનાઓ દ્વારા વ્યક્ત થતું રહે છે. કેટલીક ઘટનાઓથી સંવેદનશીલ વાચકની આંખો ભીની પણ થઈ શકે છે.

આ પણ વાંચો : ધ્રુવ ભટ્ટ લિખિત અન્ય નવલકથાઓનો પરિચય

નલિનીબહેન અનાથાશ્રમના અધિકારી છે. માધો, લક્ષ્મી આ જ સંસ્થાના કર્મચારીઓ છે. આ ત્રણેય જણાંને પોતપોતાની મર્યાદાઓ છે. નવલકથામાં એમની મર્યાદાઓ વારંવાર વ્યક્ત થતી રહે છે.

નવલકથામાં રાહુલ, શેફાલી, સૌમ્યા, કરમી, પુટુ, મુન્નો વગેરે બાળકોની વાતો છે, જે વાચકોને સમાજ વિષે વિચારતા કરી મૂકે એવી છે.

આ સિવાય મહેશભાઈ, સમરુ, મોહન કાકા, ફારુક, હુસ્ના, શેઠ અને શેઠાણી, શ્રીમાન અને શ્રીમતી આયંગર, મહેતા સાહેબ, ત્રિવેદી સાહેબ, નાયક,  શ્રીનિવાસ, મોહિન્દર, વગેરે પાત્રોનાં સુખદુઃખની વાતો છે. આ બધાં પાત્રો જાણે કે વિવિધ સમાજોના પ્રતિનિધિઓ છે. 

નવલકથામાં, વાચકને નોંધી લેવાનું મન થાય એવાં કેટલાંક વિધાનો છે. આવું જ એક વિધાન  નંદુનું છે: ‘આપણે ઓળખતાં ન હોઈએ; પણ આદિબ્રહ્મમાંથી માનવી માત્રમાં ભલાઈનો તંતુ ઊતરી આવે છે, ક્યારે કયા સમયે તે રણઝણી ઊઠે એ કોણ જાણે છે?’ નવલકથાના વાચકો પણ નંદુના આ વિધાન સાથે સહમત થશે જ.

આ નવલકથાના પ્રકાશક:  WBG Publication    

Most Popular

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

Social Presence

Latest Video

GL Projects