Gujaratilexicon

એકલો જાને રે

Author : ડૉ. શરદ ઠાકર
Contributor : પિયુષ કનેરિયા

એકલો જાને રે ડૉ. શરદ ઠાકર (Gujarati Author – Dr. Sharad Thakkar) લિખિત ડૉ. એચ. એલ. ત્રિવેદીની જિંદગીમાં બનેલી સત્ય ઘટના પર આધારિત નવલકથા છે, જેનું નવભારત સાહિત્ય મંદિર દ્વારા વર્ષ 2015માં પ્રકાશન કરવામાં આવ્યું.

સામાન્ય પરિસ્થિતિમાંથી પસાર થઈને, અનેક અગવડો અને કષ્ટોનો સામનો કરીને એક સામાન્ય છોકરો ગરીબ કુંટુંબમાંથી બહાર નીકળીને આગળ ડોક્ટરના અભ્યાસ માટે ઘરની, શેરીની, ગામની અને વતનની બહાર સફર આદરે છે. તેની સત્યકથા અહીં હળવી શૈલીમાં આલેખવામાં આવી છે. આખરે તેઓ પોતાના સ્વપ્નને સાકાર કરે છે અને વિદેશમાં વસવાટ કરે છે .અઢળક પૈસા અને સગવડમાં રાચતાં હોવાં છતાં માનવસેવા અને વતન પ્રત્યેના પ્રેમના લીધે વિદેશમાંની મબલખ પગારની મોભાદાર નોકરી, પોતાની માલિકીનું આલિશાન મકાન અને સર્વ સગવડો ભરી સુખ-સાહ્યબી ત્યજીને વતનની વાટે પાછા ફરે છે.

આ પણ જુઓ : ડૉક્ટર શરદ ઠાકર લિખિત અન્ય પુસ્તકોનો પુસ્તક પરિચય

વતનમાં પાછા ફરી તેમને ઘણી બધી વિટંબણાઓ અને ગોઝારી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે અને આખરે પોતાની મહેનત અને લગનના જોરે અમદાવાદમાં કિડની ડીસીઝ એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટની સ્થાપના કરે છે જે અનેક લોકોની જિંદગીમાં પ્રાણ પૂરે છે અને અજવાળા પાથરે છે. આમ, આ ઇન્સ્ટીટ્યુટની સ્થાપનાના પ્રણેતા અને માનવસેવાનું ભગીરથ કાર્ય કરનાર વિરલ વ્યક્તિત્વ એટલે ડૉ. એચ. એલ. ત્રિવેદી.

આ પુસ્તકમાં ડોક્ટર શરદ ઠાકરે ડૉ. એચ. એલ. ત્રિવેદીના જીવનકથાને નવલકથાત્મક રીતે ખૂબ જ રસપ્રદ રીતે આલેખી છે. પોતાના આદર્શો સાથે કોઈ સમાધાન ન કરીને, અનેક સંઘર્ષો વેઠીને, ઉન્નત મસ્તકે જીવનાર વ્યક્તિની અંતરને હચમચાવી દેનારી આ કથા વાંચકના હૃદયને સ્પર્શે છે.

Most Popular

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

Social Presence

Latest Video

GL Projects