ભારતીય સાહિત્યમાં જેનું સર્જન સર્વશ્રેષ્ઠ ગણાય છે એ છે મહાભારત. મહાભારતમાં દ્રૌપદીનું પાત્ર સદીઓ સુધી દુનિયાની સમગ્ર પ્રજાને મોહિત કરનાર રહ્યું છે, અને એ જ છે આ કથાની નાયિકા.
આ નવલકથાની લેખિકા કાજલ ઓઝા વૈદ્ય છે. જેમની ગણના ગુજરાતી ભાષાના અગ્રણી સાહિત્યકારોમાં થાય છે. આ પુસ્તક આર.આર. શેઠ એન્ડ સન્સ કંપનીએ પ્રકાશિત કર્યુ છે.
આ પુસ્તકમાં દ્રૌપદી વિશે કહેવામાં આવ્યું છે. તેજસ્વી વ્યક્તિત્વ ધરાવતી, બુદ્ધિશાળી, ગુણિયલ અને વેરની આગમાં તપતી ‘યાજ્ઞાસેની’ હોવા છતાં અંદરથી તો એ એક સ્ત્રી હતી. સ્ત્રી તરીકેના નાજુક સંવેદન તેમના હૃદયની અંદર જીવ્યા હશે, ક્યારેક સળવળ્યા પણ હશે એ સત્યને કોઈ નકારી શકે તેમ નથી.
દુનિયામાં કોઈપણ સ્ત્રીને પોતાના વ્યક્તિત્વને અકબંધ રાખવા માટે સંઘર્ષ કરવો જ પડે છે. ઇતિહાસમાં ડોકિયું કરીએ તો જોવા મળશે કે સ્ત્રીઓને પુરુષપ્રધાન સમાજ સામે વેણ ઉચ્ચારી શકતી નહોતી. પોતાની પીડાઓ, મનોવ્યથાભરી મુંઝવણો અને સવાલોને તે વાચા આપી નહોતી શકતી. આજે પણ એ જ પરિસ્થિતિ છે. આજે પણ દ્રૌપદી આપણી આસપાસ જીવે છે અને તેની ચિત્કારના પડઘા સંભળાય છે. પોતાના સવાલોના જવાબ મેળવવા માટે એને સ્વજનો અને સમાજ સાથે લડાઈ કરવી પડે છે.
આ કથામાં મૈત્રીનું પવિત્ર ઝરણું દ્રૌપદી અને કૃષ્ણ વચ્ચે તાદૃશ થાય છે.
એક સ્ત્રીના રગેરગમાં વહેતી, મનમાં પ્રગટેલી અને હૈયામાં ધબકતી રહીને પોતાના અસ્તિત્વને પડકારતી એક સંપૂર્ણ સંવેદનશીલ નારીની આ કથા છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.