Gujaratilexicon

અમર ગઝલો

Author : રાજેશ વ્યાસ 'મિસ્કીન', એસ. એસ. રાહી
Contributor :

           ‘અમર ગઝલો’ નામ પરથી જ પુસ્તકનો પરિચય મળી આવે છે. ગઝલના અભ્યાસુ અને સાધકો એવા રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ અને ડૉ. એસ.એસ. રાહી દ્વારા સંપાદિત આ પુસ્તકમાં ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ ગઝલો સંપાદિત કરવામાં આવી છે. જેને લોક હૈયે અમરત્વ મળ્યું હોય, લોક ચાહના મળી હોય એવી ગઝલોની પસંદગી કરવામાં આવી છે.

          બાલાશંકર કંથારિયાથી લઈને આદિલ મન્સુરી, અમૃત ઘાયલ, હરીન્દ્ર દવે, ગની દહીંવાલા, જલન  માતરી, અમીન આઝાદ, બરકત વીરાણી, મણિલાલ દ્વિવેદી, અકબરઅલી જસદણવાળા, સૈફ પાલનપુરી, મનોજ ખંડેરિયા, મરીઝ વગેરે વગેરે જેવા 250થી વધુ ગઝલકારોની 450થી વધારે ઉત્તમ ગઝલોનો સમાવેશ આ પુસ્તકમાં થયો છે.  ઈ.સ. 2007સુધી લખાયેલી ગઝલોમાંથી જે ગઝલો પહેલી નજરે જ લોક મનને સ્પર્શી ગઈ છે તે સર્વેને અહીં સંપાદિત કરવામાં આવી છે. ગઝલના ઇતિહાસને ધ્યાનમાં રાખીને આ પુસ્તકની ગઝલોને ચાર તબક્કાઓમાં વહેંચવામાં આવી છે. ‘શરૂઆતની ગઝલો, પરંપરાની ગઝલો, આધુનિક ગઝલો અને આધુનિકતા પછીની ગઝલો’ આમ તમામ ગઝલોને આ ચાર તબક્કાઓમાં વહેંચવામાં આવી છે.

          અત્યારે ગઝલ સૌથી વધુ ખેડાતો અને સૌથી વધુ લોકપ્રિય કાવ્ય પ્રકાર છે. અહીં કેટલીક નમૂનારૂપ ગઝલોનો આસ્વાદ વાચકો માટે રજૂ કરું છું

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,

ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

  • આદિલ મન્સૂરી

શબ્દની આરપાર જીવ્યો છું,

હું બહુ ધારદાર જીવ્યો છું.

  • અમૃત ઘાયલ

જ્યાં જ્યાં નઝર મારી ઠરે; યાદી ભરે ત્યાં આપની;

આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની.

  • કલાપી

મંજિલ નથી મુકામ નથી ને સફર નથી,

જીવું છું જિંદગી ને જીવનની અસર નથી.

  • મૂળશંકર દ્વિવેદી

બેનમૂન ગઝલો એક જ પુસ્તકમાં મળી આવતા કાવ્યરસિકોને આ પુસ્તક તુરંત ગમી જાય એવું છે. આ પુસ્તકના સંપાદક અને પ્રકાશકની વિગતો નીચે મુજબ છે.

(સંપાદન- ડૉ. એસ. એસ. રાહી, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)

પ્રકાશક- આર.આર. શેઠ એન્ડ કંપની પ્રા. લિ.

પુસ્તક પરિચય આપનાર : ચિરાગ કટારીયા

Most Popular

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

Social Presence

Latest Video

GL Projects