1 |
[ સં. ] |
न. |
આત્મીયજન; સહાયકારી; મદદનીશ; મિત્ર.
|
2 |
[ સં. ] |
पुं. |
અત્રિ ગોત્રમાં થયેલ એ નામનો એક ચંદ્રવંશી બલી રાજાનો દીકરો. અંગદેશનું નામ તેના ઉપરથી પડ્યું હોવાનું મનાય છે.
|
3 |
|
पुं. |
( પુરાણ ) ઉત્તાનપાદ વંશના ઉલ્મુક રાજાને પુષ્કરિણી નામની સ્ત્રીથી થયેલ છ દીકરાંમાનો એ નામનો એક દીકરો.
|
4 |
|
पुं. |
એ નામનો એક ભક્ત.
|
5 |
|
पुं. |
( પિંગળ ) કુંડલિયા છંદની જાતનો ૫૮ ગુરુ ને ૩૬ લઘુ મળી ૯૪ વર્ણમાળો વિષમજાતિ માત્રમેળ છંદ.
|
6 |
|
पुं. |
( પિંગળ ) જગણવાળા સ્કંધની જાતનો ૧૮ ગુરુ ને ૨૮ લઘુ મળી ૪૬ અક્ષરનો અર્ધસમજાતિ માત્રામેળ છંદ.
|
7 |
|
पुं. |
નાટકમાં નાયક કે અંગીના કાર્યસાધક એટલે મદદગાર પાત્ર. જેમકે, વીરચરિતમાં સુગ્રીવ, અંગદ, વિભીષણ.
|
8 |
|
पुं. |
નાટકમાં પાંચ સંધિના ભાગમાંનો એક. મુખના ૧૨, પ્રતિમુખના ૧૩, ગર્ભના ૧૨, વિમર્ષના ૧૩ અને ઉપસંહારના ૧૪ અંગ હોય છે.
|
9 |
|
पुं. |
નાટકમાં શૃંગાર અને વીર રસ સિવાયના બાકીના અપ્રધાન એટલે ગૌણ રસ.
|
10 |
|
पुं. |
( પુરાણ ) ભારતના યુદ્ધમાં દુર્યોધનના પક્ષનો એ નામનો એક મ્લેચ્છ રાજા. એ કર્ણનો માંડલિક હતો અને ભીમસેનને હાથે મરણ પામ્યો હતો.
|
11 |
|
पुं. |
( જ્યોતિષ ) લગ્ન; યોગ; સંયોગ; ભેટો.
|
12 |
|
पुं. |
સભ્ય.
|
13 |
|
पुं. |
( પુરાણ ) સોમવંશી આયુના કુળમાં થયેલ યયાતિના પુત્ર અને અનુના વંશના બલિની સ્ત્રીને પેટે દીર્ઘતમા નામના ઋષિથી ઉત્પન્ન થયેલા છ દીકરામાંનો મોટો દીકરો.
|
14 |
|
पुं. |
હાલના ભાગલપુરની આસપાસનો રામાયણ વખતનો એ નામનો પ્રાચીન દેશ; કામાશ્રમ. તેની પશ્ચિમ તરફની સીમા ગંગા તથા સરયૂના સંગમ સુધી હતી. ગંગા કાંઠે આવેલી તેની રાજધાની ચંપાપુરી, અંગપુરી, લોમપાદપુરી, કર્ણપુરી અને માલિની એવાં નામથી ઓળખાતી. સંસ્કૃત કવિઓના કહેવા પ્રમાણે અંગ મગધની રાજધાની ગિરિવ્રજની પૂર્વે અને મિથિલાની ઈશાને કે અગ્નિકોણ તરફ આવ્યો હતો. રુદ્રના ત્રીજા નેત્રમાંથી નીકળેલા અગ્નિથી બળીને અનંગ થયેલ કામદેવને ફરી અંગ ધારણ કરવાનું વરદાન પણ અહીં જ મળ્યું હોવાનું અને અગાઉના વખતમાં કર્ણ આ દેશનો રાજા હોવાનું પણ મનાય છે.
|
15 |
|
न. |
અવયવ; ગાત્ર; શરીરનો અમુક એક ભાગ.
|
16 |
|
न. |
( વેદાંત ) કર્મનો પેટા ભાગ. વેદમાં યજ્ઞાદિ કાર્યોમાં કેટલાંક મુખ્ય કર્મ, અને કેટલાંક એ પ્રધાનનાં પેટા કર્મ હોય છે. જેમકે, `દર્શપૌર્ણમાસ` યાગમાં `પ્રયાજ` એ પેટા કર્મ છે. આ કર્મો મુખ્ય કર્મનું ફળ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે, છતાં અંગભૂત કર્મો એકલાં કરવામાં આવે તો તેથી પ્રધાન કર્મનું ફળ મળતું નથી.
|
17 |
[ સં. અંગ ( ચાલવું ) ] |
न. |
કાયા; દેહ; શરીર; તન; બદન.
ઉપયોગ
કાય ક્લેવર કુણપ વપુ દેહ આત્મા આંગ; વિગ્રહ ઉપધન સંહનન ધામ શરીર પતંગ. – પિંગળલઘુકોષ
|
18 |
|
न. |
કાર્ય સિદ્ધ કરવાનું સાધન; ઉપાય.
|
19 |
|
न. |
( પિંગળ ) ગુરુ.
|
20 |
|
न. |
છ સૂચક સાંકેતિક શબ્દ. વેદાંગ છ હોવાથી છ માટે આ સંજ્ઞા વપરાય છે.
|
21 |
|
न. |
જાત; પંડ; ખુદપણું.
|
22 |
|
न. |
જીવ; પ્રાણ.
|
23 |
|
न. |
( ગણિત ) જે સંખ્યાનો અમુક ઘાત બીજી સંખ્યાની બરાબર થાય તે સંખ્યાને બીજી સંખ્યાના માનનું એટલે માપનું અંગ કહે છે; `બેસ`. જેમકે, ૩૪=૮૧ એમાં ૩ એ ૮૧ના માનનું અંગ છે.
|
24 |
|
न. |
( સંગીત ) તાલના દશ પ્રાણ માંહેનો એક. જુઓ તાલ.
|
25 |
|
न. |
( સંગીત ) તાલનાં છ અંગ માંહેનું એ નામનું એક. જુઓ અણુ.
|
26 |
|
न. |
( સંગીત ) તાળી; ટકોરો. કોઈ રાગમાં જેટલી તાળી કે ટકોરા આપવામાં આવે તેટલી તાળી કે ટકોરા તે તાલનાં અંગ કહેવાય છે.
|
27 |
|
न. |
પાંચની સંજ્ઞા બતાવનાર શબ્દ. અંગ એટલે શરીર પાંચ મનાતાં હોવાથી પાંચ માટે આ સંજ્ઞા વપરાય છે.
|
28 |
|
न. |
( વ્યાકરણ ) પ્રત્યયવાળા શબ્દનો પ્રત્યય રહિત ભાગ; પ્રકૃતિ. વિભક્તિના પ્રત્યય લગાડવા માટે અંગ બનાવવું પડે છે. જેમકે, નીતિ, ગતિ, બુદ્ધિ વગેરે શબ્દોમાં તિ પ્રત્યય હોઈને ની, ગમ્ અને બુધ્ પ્રકૃતિ એટલે અંગ કહેવાય છે. ઓકરાન્ત શબ્દના અન્ત્ય `ઓ` નો `આ` થઈ આકારાન્ત અંગ બને છે, તેને વિભક્તિના પ્રત્યય લાગે છે.
|
29 |
|
न. |
બંગાળાના એક ભાગનું જૂનું નામ.
|
30 |
|
न. |
બાજુ; દિશા.
|
31 |
|
न. |
ભેદ; પ્રકાર; જાત.
|
32 |
|
न. |
મન.
|
33 |
|
न. |
માથું, પગ અને પૂછડી વગરનો શરીરનો ભાગ.
|
34 |
|
न. |
( ગણિત ) લૉગેરિધમ એટલે લાઘવાંકનો પાયો; `બેસ ઑવ લૉગેરિધમ`. જેમકે, ૧૦૩ = ૧૦૦૦. તેથી લા ૧૦૧૦૦૦ = ૩. વાંચવામાં `લાઘવાંક ૧૦૦૦, અંગ ૧૦, બરાબર ૩`. અહીં અંગ ૧૦ છે અને આ અંગ લેતાં ૧૦૦૦નો લાઘવાંક ૩ છે.
|
35 |
|
न. |
( સંગીત ) વખતના વિભાગ. દરેક વિભાગને અંગ કહે છે. કમળનાં એકસો પાન ઉપરા ઉપર મૂકી તેમાં એકદમ સોય દાખલ કરીએ ત્યારે એક પાંદડામાં કાણું પડતાં જેટલી વાર લાગે તેટલા વખતને એક ક્ષણ કહે છે. બીજાં માપ નીચે પ્રમાણે છેઃ
૮ ક્ષણ = ૧ લવ ૨ દ્રુત = ૧ લઘુ
૮ લવ = ૧ કાષ્ટા ૨ લઘુ = ૧ ગુરુ
૮ કાષ્ટા = ૧ નિમેષ ૩ લઘુ = ૧ પ્લુત
૮ નિમેષ = ૧ કળા ૪ લઘુ અથવા ૨ ગુરુ =
૨ કળા = ૧ ત્રુટિ દ્વિગુરુ અથવા ચતુર્મુખ
૨ ત્રુટિ = ૧ અણુ ૨ દ્વિગુરુ = ૧ કાકપદ
૨ અણ = ૧ દ્રુત
|
36 |
|
न. |
વસ્તુનો અમુક ભાગ; પેટા ભાગ; અંશ; ભાગ.
૧. તાલનાં સાત અંગઃ અણુદ્રુત, દ્રુત, વિષમદ્રુત, લઘુ, લઘુવિરામ, ગુરુ અને પ્લુત.
૨. યોગનાં આઠ અંગઃ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ.
૩. રાજનીતિનાં સાત અંગઃ સ્વામી, અમાત્ય, સુહૃદ, કોષ, રાષ્ટ્ર, દુર્ગ અને સેના.
૪. સેનાનાં ચાર અંગઃ હાથી, ઘોડા, રથ અને પાયદળ.
|
37 |
|
न. |
( વેદાંત ) વેદના અર્થનું જ્ઞાન થવામાં ઉપયોગી છ વિષયઃ શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ.
|
38 |
|
न. |
સંબંધ; નિસ્બત.
રૂઢિપ્રયોગ
કામમાં અંગ હોવું = કામમાં સંબંધ કે હાથ હોવો.
|
39 |
|
न. |
( જૈન ) સૂત્ર એટલે ધર્મશાસ્ત્રનો એક પ્રકાર તેવાં શાસ્ત્ર ૧૧ છેઃ (૧) આચારાંગ સૂત્ર, (૨) સૂયગડાંગ સૂત્ર, (૩) થાણાંગ સૂત્ર, (૪) સમવાયંગ સૂત્ર, (૫) ભગવતી સૂત્ર, (૬) જ્ઞાતધર્મકથા સૂત્ર, (૭) ઉપાસકદશાંગ સૂત્ર, (૮) અંતગડ સૂત્ર, (૯) અનુત્તરોવવાઈ સૂત્ર, (૧૦) વિપાક સૂત્ર અને (૧૧) પ્રશ્ન સૂત્ર.
ઉપયોગ
જૈન અંગોની ( સૂત્રોની ) છેલ્લી સંકલના ભગવાન મહાવીર પછી લગભગ એક હજાર વર્ષ બાદ થયાનું જણાવેલું છે. – પુરાતત્ત્વ
|
40 |
|
वि. |
અપ્રધાન; ગૌણ.
|
41 |
|
वि. |
પ્રધાન; મુખ્ય.
|
42 |
|
अ. |
હર્ષ, સંબોધન ઇત્યાદિ વખતે વપરાતો અવ્યય.
|