1 |
|
अ. |
`અં અને અનુસ્વાર મળીને બનેલો અક્ષર. લખાણમાં અક્ષરની ઉપર `.` આવા ચિહ્નથી તે બતાવાય છે. તેનો ઉચ્ચાર મોઢું થોડું ઉઘાડી, થોડો શ્વાસ મૂકી, નાકમાંથી શ્વાસ કાઢવાથી થાય છે. છૂટું પાડીને બોલવામાં તેને `અ`ને માથે મીંડું `અં` એમ બોલાય છે. મીંડાનો એકલો ઉચ્ચાર થઈ શકતો નથી. સ્વર પછી જ આવતો હોઈ તેને અનુસ્વાર કહે છે. અનુસ્વારને બદલે અનનાસિક વ્યંજન જોડાક્ષરમાં પણ વપરાય છે. જેમકે, દંત અને દન્ત, પંડિત અને પણ્ડિત, જંબૂક અને જમ્બૂક વગેરે. અનુનાસિકવાળા અક્ષરથી શરૂ થતા શબ્દના ક્રમ માટે મતભેદ હોઈ કેટલાક કોશકારો અનુસ્વારવાળા અક્ષરથી શરૂ થતા બધા શબ્દો તે અક્ષરની પહેલાં શરૂઆતમાં લે છે. જેમકે, કં પછી ક, ખં પછી ખ વગેરે. કેટલાક કોશમાં તે સૌથી છેલ્લા મૂકવામાં આવે છે. જેમકે, ક પછી કં, ખ પછી ખં, ગ પછી ગં વગેરે. અનુસ્વારનો ક્રમ સૌથી છેલ્લો રાખવાથી શબ્દની તપાસ કરવી સરળ થઈ પડે છે. કેટલાક શબ્દકોશમાં જે વર્ગનો અનુસ્વાર હોય તે વર્ગમાં તે અનુસ્વારવાળા અક્ષરથી શરૂ થતા શબ્દો સૌથી છેડે રખાય છે. જેમકે, ખડ, ખંડ અને પછી ખદિર. પણ આ નિયમ પ્રમાણે ક્રમ રાખેલ શબ્દકોશમાં સ્વર, અર્ધસ્વર, ઉષ્મક્ષર અને મહાપ્રાણની પહેલાના અનુસ્વારવાળા શબ્દ સૌથી આગળ રખાય છે. જેમકે, અઋણિન, અંશ, અંસલ, અંહતી અને પછી અક, અકંટક, અકથનીય. `ક` અક્ષરમાં કંય્ય, કુંવલ, કશ, કંસ, વગેરે. શબ્દની શરૂઆતમાં અનુસ્વારનો ઉચ્ચાર થઈ શકે નહિ. અર્ધસ્વર અને ઉષ્માક્ષર સિવાય બીજા પાંચ વર્ગના એટલે ક્ થી મ્ સુધીના વ્યંજન સાથે તેનો ઉચ્ચાર કુદરતી રીતે તે જ વર્ગના અનુનાસિક જેવો કરાય છે. જેમકે, અઙ્ક, સિઞ્ચન, પણ્ડિત, વન્દન. ચમ્પક. અર્ધસ્વર અને ઉષ્માક્ષરમાં તે ફક્ત મીંડાથી બતાવી શકાય. જેમકે, સંયમ, વંશ. આ સ્વરના ઉચ્ચારથી નાસિકા મારફત શરીરમાં જતા પ્રાણવાયુથી બગડેલ લોહી સાફ થાય છે. તેટલા માટે પ્રત્યેક બીજમંત્રને અંતે `મ્` અથવા અનુસ્વારને રાખવામાં આવેલ છે અને તેનો લાંબો ઉચ્ચાર કરવાનું બતાવવામાં આવેલ છે. સ્વરોના ઉચ્ચાર કરતી વખતે મુખ ખૂલે છે અને અનુસ્વાર અથવા `મ્` ના ઉચ્ચારથી હોઠ બંધ થાય છે. પ્રથમ સ્વરોના ઉચ્ચાર કરવાથી શરીરના તમામ વિકાર દૂર થાય અને `મ્` ના ઉચ્ચારથી ઓષ્ઠરુપી કમાડ બંધ થવાથી શરીરમાંથી દૂર થયેલા વિકાર પાછા અંદર પ્રવેશ કરી શકતા નથી.
|