2 |
|
पुं. |
એ નામનો ચાર વેદમાંનો ચોથો વેદ. એના મંત્રદ્રષ્ટા અથવા ઋષિ ભૃગુ અગર અંગિરા ગોત્રવાળા હોવાથી એને ભૃગ્વાંગિરસ અને અથર્વાંગિરસ, તેમ જ એમાં મુખ્યત્વે બ્રહ્માના કાર્યનું પ્રતિપાદન હોવાથી બ્રહ્મવેદ પણ કહે છે. આ વેદમાં શત્રુના નાશ માટેના અનેક જાતના શાપ હોવા ઉપરાંત આપત્તિ, પાપ, સંકટ દૂર કરવાની અને સહીસલામતી મેળવવાની પુષ્કળ સ્તુતિ, તેમ જ સંખ્યાબંધ સ્તોત્ર છે. એની પૈપ્પલ, દાતા, પ્રદાંતા, સ્નાતા, સ્નૌતા, બ્રહ્મદાવલા, શૌનકીય, દેવિદર્શતી અને ચારણવિદ્યા એવી નવ શાખા હતી. કેટલાક એ નવ શાખાનાં નામ આ પ્રમાણે ગણાવે છે: પિપ્પલાદા, શૌનકીયા, દામોદા, તોતયના, જાજલા, બ્રહ્મપલાશા, કૌનખિના, દેવદર્શિના અને ચારણવિદ્યા. એ શાખામાંથી આજકાલ કેવળ ૨૦ કાંડ, ૧૧૧ અનુવાક, ૭૩૧ સૂક્ત અને ૪૭૯૩ મંત્રવાળી શૌનકીય શાખા મોજૂદ છે. ધનુર્વેદ એનો ઉપવેદ, અને પ્રશ્ન, મુંડક તથા માંડૂક્ય એનાં મુખ્ય ઉપનિષદ છે.
|