न.
[ સં. અભિજ્ઞાન ( એંધાણ ) + શકુંતલા ]
એંધાણથી જેમાં શકુંતલા સાંભરી આવેલી તે મહાકવિ કાલિદાસનું સંસ્કૃતમાં રચાયેલું નાટક. એમાં દુષ્યંત રાજા કણ્વઋષિની દીકરી શકુંતલાને ગાંધર્વવિધિથી પરણ્યા પછી દુર્વાસાએ શકુંતલાને આપેલ શાપથી એવું બને છે કે દુષ્યંત લગ્નની બધી વાત ભૂલી જઈ એનો અસ્વીકાર કરે છે, પણ છેવટે વીંટીના એંધાણથી લગ્નની વાત એને સાંભરી આવતાં શકુંતલાને રાખે છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.