5 |
[ સં. અલંકૃ ( સુશોભિત કરવું ) ] |
पुं. |
( કાવ્ય ) શબ્દ અથવા અર્થની ચમત્કૃતિવાળી રચના; કાવ્યસાહિત્યની શોભા; કાવ્યમાં વાણીને રસીલી ને અસરકારક કરવા સારૂ બોલવાની જુદા પ્રકારની યુક્તિ. તેના ત્રણ ભેદઃ શબ્દાલંકાર, અર્થાલંકાર ને ઉભયાલંકાર. શબ્દની ગોઠવણથી ચમત્કાર બતાવે તે શબ્દાલંકાર. જેમકે, અનુપ્રાસ, યમક. અર્થથી ચમત્કૃતિ બતાવે તે અર્થાલંકાર. જેમકે, ઉપમા, રૂપક. જેમાં શબ્દ અને અર્થ બન્નેની શોભા હોય તે ઉભયાલંકાર. જેમ ઘરેણાં શરીરને શોભાવી આત્માને આનંદ પમાડે તેમ કાવ્યમાં અલંકાર શબ્દ ને અર્થને ઊંચા ભાવવાળા બનાવી રસ આપે છે. શરૂઆતમાં ભરતમુનિએ ચાર જ અલંકાર માનેલા-ઉપમા, દીપક, રૂપક અને યમક. બીજા અલંકારનાં લક્ષણ આની અંદર આવી ગયેલા માન્યાં. અલંકાર વર્ણન કરવાની રીત છે, વર્ણનનો વિષય નથી. પરંતુ પાછળથી વર્ણન કરવા લાયક વિષયને પણ અલંકાર માની લેવાથી તેની સંખ્યા ઘણી વધી ગઈ. દીક્ષિતે ૧૦૦ અલંકાર, પ્રાચીન કાવ્ય-પ્રકાશકારે ૬૯ અલંકાર અને દંડી કવિએ માત્ર ૩૪ અલંકારમાં જ બધો સમાવેશ કર્યો છે.
અલંકાર પૈકી મુખ્ય ૪૪નાં નામઃ (૧) અનુપ્રાસ, (૨) યમક, (૩) દીપક, (૪) રૂપક, (૫) ઉપમા, ( ૬) અર્થાંતરન્યાસ, (૭) આક્ષેપ, (૮) વ્યતિરેક, (૯) વિભાવના, (૧૦) સમાસોક્તિ, (૧૧) અતિશ્યોક્તિ, (૧૨) યથાસંખ્ય, (૧૩) ઉત્પ્રેક્ષા, (૧૪) વાર્તા, (૧૫) પ્રેયસ, (૧૬) રસવત્, (૧૭) ઊર્જસ્વિન્, (૧૮) પર્યાયોક્તિ, (૧૯) સમાહિત, (૨૦) ઉદાર કે ઉદાત્તમ, (૨૧) શ્લિષ્ટ કે શ્લેષ, (૨૨) અપહ્મુતિ, (૨૩) વિશેષોક્તિ, (૨૪) વ્યાજસ્તુતિ, (૨૫) ઉપમારૂપક, (૨૬) તુલ્યયોગિતા, (૨૭) નિદર્શન, (૨૮) વિરોધ, (૨૯) ઉપમેયોપમા, (૩૦) સહોક્તિ, (૩૧) પરિવૃત્તિ, (૩૨) સસંદેહ, (૩૩) અનન્વય, (૩૪) ઉત્પ્રેક્ષાવયવ, (૩૫) સંસૃષ્ટિ કે સંકીર્ણ, (૩૬) આશિષ, (૩૭) હેતુ, (૩૮) નિપુણ, (૩૯) સ્વાભાવોક્તિ, (૪૦) અપ્રસ્તુત પ્રશંસા, (૪૧) સૂક્ષ્મ, (૪૨) લેશ, (૪૩) વક્રોક્તિ અને (૪૪) સંકર.
|