1 |
[ સં. આ ( ઊલટું ) + વૃત્ ( હોવું ) ] |
न. |
અણગમતી વાત; રીસ ચડે તેવી બાબત; પ્રતિકૂળતા.
રૂઢિપ્રયોગ
૧. આડુ અવળું લેવું = ઊધડું લેવું; ઠપકો દેવો.
૨. આડું પડવું = (૧) અણગમતી વાતથી કે ઊલટું સમજવાથી વાંકું પડવું; માઠું લાગવું; રીસ ચડવી. (૨) એક બાજુ પર હોવું. (૩) રોકવુ.
|
2 |
|
न. |
અંતરાય; હરકત; પ્રતિબંધ.
રૂઢિપ્રયોગ
૧. આડી ખીલી-આડો ખીલો = વચ્ચે અડચણ કરનારી ચીજ; નડતર.
૨. આડું ઊતરવું = (૧) અપશુકન તરીકે આડું ઊતરવું; અપશુકન થવા. (૨) વચમાં હરકત આખવી. (૩) સામું થવુ.
૩. આડો હાથ કરવો-ઘાલવો = (૧) અડચણ કરવી કે નાખવી; વચ્ચે અંતરાય કરવો. (૨) કામ કરતાં અટકાવવું.
|
3 |
|
न. |
આડાઈ; અવળાઈ; વિરુદ્ધતા; હઠીલાઈ.
રૂઢિપ્રયોગ
૧. આડું ચડવું = હઠીલાઈ કરવી.
૨. આડું દેવું = બહાનું દેવું; બહાનું કાઢવું.
|
4 |
|
न. |
ઉપર ઘોડિયાના મોરવાયા અને નીચે પાયા સાલવવામાં આવ્યા હોય તે ગોળ લાકડું.
|
5 |
|
न. |
ખોટું લાગવાપણું.
|
6 |
|
न. |
ગાડા ઉપર પાંજરી મૂકતાં જેની સાથે દોરી બંધાય તે ઊભો ટેકો; ગાડાની સાઠી ઉપર આવેલ ઊભો સીધો કટકો; ખલવું.
|
7 |
|
न. |
જે કંઈ વચ્ચે પડેલું હોય તે.
|
8 |
|
न. |
ઠાઠડીને ટેકવી રાખવા માટે આડું રાખવામાં આવતું લાકડું.
|
9 |
|
न. |
ડામચિયામાં આડાં રાખવામાં આવતાં ત્રણ લાકડાં માંહેનું દરેક લાકડું.
|
10 |
|
न. |
બચ્ચું આડું આવવું તે; જણતી વખતે ગર્ભ આડો હોવો તે.
રૂઢિપ્રયોગ
આડું ભાંગવુ = જણતી વખતે બાળક આડું આવતું હોય તેને બહાર કાઢવું.
|
11 |
|
न. |
ભૂત; પ્રેત; પિશાચ; મેલું.
|
12 |
|
न. |
મારવાનું જાડું લાકડું; બહુ જાડી લાકડી.
|
13 |
|
न. |
સંઘાડિયાનું સંઘાડામાં બન્ને બાયામાં રહેતું આડું લાકડું.
|
14 |
|
वि. |
અણગમતું; અપ્રિય.
|
15 |
|
वि. |
અનિયમિત; ઠરાવ સિવાયનું.
|
16 |
|
वि. |
આડકતરૂં; પરોક્ષ.
રૂઢિપ્રયોગ
આડી રીતે = (૧) ત્રાંસા રહીને. (૨) સમજાય નહિ તેમ; પરોક્ષ રીતે.
|
17 |
|
वि. |
આડા સ્વભાવનુ; ઊંધી પ્રકૃતિનું; અવળચંડું.
રૂઢિપ્રયોગ
૧. આડા થવું = (૧) આડું પડવું; અડચણ નાખવી. (૨) વિરુદ્ધ પડવું; સામે થવું. (૩) સૂઈ જવું; ડિલ લાંબું કરવું. (૪) હઠીલાઈ કરવી.
૨. આડાં દોઢાં કરવાં =ખટપટ કરવી.
૩. આડું બોલવું = (૧) જૂઠું બોલવું. (૨) બોલેલું ફરી જવું. (૩) વાંકું બાલવું. (૪) વિરુદ્ધ બોલવુ.
૪. આડે લાકડે આડો વહેર = લોઢું લોઢાંને ખાય; આડા માણસ સાથે આડાઈથી જ વર્તવું ઘટે; શઠં પ્રતિ શાઠય્મ્.
૫. આડે લાકડે આડો વાઢ = જેવાની સાથે તેવા થવું
૬. સીધો રહીને દૂધ ન પીએ, આડો રહીને મૂતર પીએ = અવળા માણસને માનપૂર્વક કોઈ કામ કરવાનું કહ્યું હોય ત્યારે ન કરે, પણ પછી દબાણ થાય ત્યારે તેનું તે કામ કે તેથી હલકું કાલ હડધૂત થઈને કરે.
|
18 |
|
वि. |
ઊભું નહિ તેવું; પડખાભર; જેના છેડા અને લાંબું પાસું જમીનને લાગેલાં હોય એવું; જનીનની સપાટી પર પથરાયું હોય તેવું.
રૂઢિપ્રયોગ
૧. આડા ને ઊભા દેવા = આંકવું; ડામવું.
૨. આડું પડખું કરવું = જરા સૂવું.
૩. આડું વધવું = જાડું થવું.
૪. આડે પડખે થવું = સૂવું; પડખું વાળનીને સૂવું.
|
19 |
|
वि. |
ઊંધું; અવળું.
રૂઢિપ્રયોગ
૧. આડી દોટે ખાવું = (૧) અપ્રમાણિક રીતે ધમધોકાર ઘર ભર્યે જવું. (૨) આખાં સાકરકોળાં ગળી જવાં; લાંચ પેટે કોઈની મિલ્કત પચાવી પાડવી.
૨. આડું તેડું વેતરવું = ઊલટું કરી બગાડી નાખવું; ઊંધુ વેતરવું; વિવાહની વરસી કરી મૂકવી.
૩. આડે હાથે = ખોટે માર્ગે; અપ્રમાણિકપણે; બદદાનતથી; છૂપી રીતે.
૪. આડે હાથે ઉસરડવું = ગમે તેમ કરીને એકઠું કરવું.
૫. આડો અવળો હાથ પડવો-મારવો = (૧) ચોરીથી મેળવવું. (૨) લાંચ રિશ્વત અથવા અનીતિના માર્ગે ખીસું ભરવું; ગમે તેમ કોઈનાં ઊંધાચત્તા કરી સારી પેઠે ચોતરફથી કમાવું.
૬. આડો વહેવાર = પરપૂરુષ અથવા પરસ્ત્રી સાથેનો મૈથુનસંબંધ; વ્યભિચાર; જારી.
૭. આડો સંબંધ = (૧) ખરાબ સંગત; વહેમ પડતો વહેવાર. (૨) પરપૂરુષ કે પરસ્ત્રી સાથેનો મૈથુનસંબંધ; વ્યભિચાર; જારી.
૮. આડો હાથ મારવો = લાંચ લેવી; ધંધામાં ગર઼બડ કરવી.
|
20 |
|
वि. |
ખોટું; વાંકુ.
|
21 |
|
वि. |
વચ્ચે પડ્યું હોય તેવુ.
રૂઢિપ્રયોગ
૧. આડાં અવળાં વહેવું = (૧) આમતેમ ચાલવું. (૨) પવન વાવો.
૨. આડાં લાકડાં લેવા = અકાળે મરણ પામવું; વૃદ્ધ વડીલોની હયાતીમાં મરણ થવું.
૩. આડું ઊભુ રહેવું = વચ્ચે આવવું.
૪. આડે આવવું = (૧) ચાલતી વાત અટકાવી બીજી કાઢવી. (૨) બચ્ચાનું ગર્ભદ્રારમાંથી અવળી રીતે આવવું. (૩) વચમાં પડવું. (૪) સંકટ સમયે સહાય થવું; મદદે આવવું. (૫) સામે થવું; વિરુદ્ધ થવું. (૬) હરકત કરવી; કનડવું; નડવું.
૫. આડે વગડે = (૧) ચોમેર; સર્વત્ર. (૨) રસ્તા વગર; આડે ધડ.
૬. કામમાં આડા ને આડા આવવું = (૧) કામમાં વચ્ચે આવવું. (૨) દખલગીરી કરવી.
૭. પુરુષના નસીબ આડું પાંદડું છે = માણસનું નસીબ કયારે અને કેવી રીતે ઊઘડશે તે કહી શકાતું નથી.
૮. બારણાં વચ્ચે આડું ઊભું રહેવું = બારણું રોકીને ઊભવું.
|
22 |
|
वि. |
વાંધાખોરિયું; વાંધાપાડિયું.
|
23 |
|
वि. |
સામાન્ય; ગૌણ; મુખ્ય નહિ એવું.
રૂઢિપ્રયોગ
૧. આડું ફાટવું = (૧) એકાએક આડે રસ્તે જવું; અમુક બાબત અમુક રીતે થતી હોય તેથી આડે જ માર્ગે ઊતરી પડે તેવું થવું. (૨)ઓચિંતા ફરી જવું. (૩) તકરાર થવી. (૪) બીજાની તકરારમાં માથું મારવું. (૫) મુખ્ય રસ્તો છોડી જુદો માર્ગ લેવો. (૬) મુદ્દાની વાત મૂકીને નાની બાબત ઉપર ચડી જવું; પ્રસંગાંતર કરવું. (૭) વિરુદ્ધ પડવું; આડા જવું.
૨. આડે દહાડે = તહેવાર અથવા ખાસ પ્રસંગે ન હોય તેવે દહાડે.
|
24 |
|
वि. |
સામું; વિરુદ્ધ.
રૂઢિપ્રયોગ
આડી મૂઠી = (૧) ઠોંસો; ઘુસ્તો. (૨) મૂઠીથી થોડું.
|
25 |
|
वि. |
સીધું નહિ એવું; વાંકું વળેલું; વક્ર; તિરકસ.
રૂઢિપ્રયોગ
૧. આડું જોઈ ચાલવું = મોઢા સામું જોયા વિના ચાલવું; નજર મેળવ્યા સિવાય ચાલ્યા જવું.
૨. આડું જોવું = (૧) અવળું જોવું; એક બાજું નજર કરવી. (૨) ત્રાંસી નજરે જોવું. (૩) શરમાવું.
૩. આડું દોરવું = આડી ત્રાંસી લીટી દોરવી.
૪. આડું વળવું = એક બાજુએ જવું.
૫. આડુ વેતરવું = (૧) ઊંધું બોલવું. (૨) ત્રાંસું કાપવું.
૬. આડો આંક = (૧) તોબા; ત્રાહિ. (૨) હદ; અવધિ. જુના વખતમાં પૂર્ણ વિરામને માટે આડી લીટી વપરાતી અને તે વાક્યનો છેડો સૂચવતી.
૭. આડો આંક વાળવો = (૧) ગજબ કરવો. (૨) હદ વાળવી.
|
26 |
|
वि. |
હઠીલું; જક્કી; મમતી.
|
27 |
|
अ. |
એક બાજુ; આડી બાજુએ; ઊલટું; વિમુખ.
રૂઢિપ્રયોગ
આડી અવળી વાતો = (૧) ગામગપાટા. (૨) સંબંધ વગરની કુથલી.
|
28 |
|
अ. |
નડતરરૂપે; માર્ગમાં; વચ્ચે; અંતરાય તરીકે
રૂઢિપ્રયોગ
આડી જીભ કરવી-ઘાલવી = (૧) આડું બોલીને વચમાં હરકત નાખવી. (૨) કોઈ શુભ કાર્ય કરતું હોય તેને વારવું.
|
29 |
|
अ. |
વચમાં; દરમિયાન વચગાળે.
|
30 |
|
अ. |
સામે; વિરુદ્ધમાં.
રૂઢિપ્રયોગ
૧. આડું ચાલવું = (૧) કહ્યા પ્રમાણે ન ચાલવું. (૨) ખરાબ રસ્તે ચાલવું. (૩) વિરુદ્ધ ચાલવું.
૨. આડું નાખવું. = છોકરાંઓ અર્થ નાખવાની રમત રમે છે તેમાં કોઈ ને એક અર્થના જવાબ ન આવડે ત્યારે તે સામો અર્થ પૂછે તેને આડું નાખવુ કહે છે.
૩. આડું રહીને સાંભળવું = છૂપી રીતે સાંભળવું.
૪. આડે ઊતરવું = (૧) અપશુકન થવા. (૨) સામું થવું.
|