8 |
[ સં. ઇંદ્ર ( આત્મા ) + અનુમીયતે ( અનુમાન થઈ શકે છે ) ] |
स्त्री. |
બહારના પદાર્થોનું જ્ઞાન થવાનું સાધન; શબ્દ, સ્પર્શ વગેરે વિષયગ્રાહક અવયવ; જ્ઞાન અને કર્મનું સાધન. ઇંદ્રની શક્તિ આ અવયવમાં આવીને કામ કરી રહી છે, તેથી તેને ઇંદ્રિય કહે છે. ઇંદ્રિયના બે પ્રકાર: કર્મેદ્રિય ( કામ કરનારી ) અને જ્ઞાનેંદ્રિય ( જ્ઞાન આપનારી ). વાક ( વાચા ), હસ્ત ( હાથ ), પાય ( પગ ), પાયુ ( ગુદા ) અને ઉપસ્થ ( લિંગ ) એ પાંચ કર્મેંદ્રિયો અને ત્વચા ( ચામડી ), ચક્ષુ ( આંખ ), શ્રોત્ર ( કાન ), રસના ( જીભ ) અને ઘ્રાણ ( નાક ) એ પાંચ જ્ઞાનેંદ્રિયો. જ્ઞાનેંદ્રિયમાં અડવાની, જોવાની, સાંભળવાની, સ્વાદની અને સૂંઘવાની શક્તિ હોય. ઇંદ્રિયોની જ્ઞાનેંદ્રિય, કર્મેંદ્રિય અને અંતરિંદ્રિય એમ પણ ત્રણ જાત છે. વેદાંતમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ ચાર અંદરની ઇંદ્રિયો કહી છે. જ્ઞાનેંદ્રિય અને કર્મેંદ્રિયમાં મન ઉમેરી કેટલાક અગિયાર ઇંદ્રિય ગણાવે છે, જ્યારે અમુક મતે પાંચ જ્ઞાનેંદ્રિય, પાંચ કર્મેંદ્રિય અને ચાર આંતર ઇંદ્રિય મળીને એકંદર ચૌદ ઇંદ્રિય મનાય છે. જુદી જુદી ઇંદ્રિયના જુદા જુદા દેવતા: કાનનો દિશા, ચામડીનો પવન, આંખનો સૂરજ, જીભનો પ્રચેતા, નાકનો અશ્વિનીકુમાલ, વાણીનો અગ્નિ, પગનો વિષ્ણુ, હાથનો ઇંદ્ર, ગુદાનો મિત્ર, ઉપસ્થનો પ્રજાપતિ, મનનો ચંદ્રમા, બુદ્ધિનો બ્રહ્મા, ચિત્તનો અચ્યુત અને અહંકારનો શંકર. ઇંદ્રિયોને કોઈ વાર ઘોડાની ઉપમા અપાય, કેમકે જો તેના ઉપર કાબૂ નથી રાખવામાં આવતો તો ઊંધે માર્ગે દોરાય.
|