| 6 |
[ સં. ઉદ્ ( ઘણું ) + મદ્ ( મોહમાં પડવું ) ] |
पुं. |
ઘેલછા; ગાંડપણ; ચિત્તભ્રમ; પાગલપણું; એક જાતનો સન્નિપાત. ઝેરી વસ્તુ મેળવેલા અગર રજસ્વલાએ અડેલ અન્નપાનથી, દેવ ગુરુ આદિના અપનામથી, ભયથી, હર્ષથી, અસહ્ય ગંધથી કે ધૂણીથી માણસનું મન ચલિત થાય અને ગાંડપણ આવે. આ રોગની ચાર જાત: (૧) કુતરૂવ, (૨) માનિયા, (૩) દાઉલ કલ્બ અને (૪) સુવાર. બીજી રીતે આ રોગની ચૌદ જાત : (૧) વાયુથી, (૨) પિત્તથી, (૩) કફથી, (૪) ત્રિદોષથી, (૫) મનના દુ:ખથી, (૬) ઝેરથી, (૭) દેવથી, (૮) દૈત્યથી, (૯) ગાંધર્વથી, (૧૦) પિતૃદોષથી, (૧૧) કામના આવેશથી, (૧૨) રાક્ષસની બીકથી, (૧૩) બ્રહ્મરાક્ષસના આવેશથી અને (૧૪) હિંસક રાક્ષસ કે પિશાચના વળગાડથી. વાતોન્માદ, પિત્તોન્માદ, કફોન્માદ, સન્નિપાતોન્માદ, શોકોન્માદ અને વિષોન્માદ એવી પણ આ રોગની છ જાત મનાય છે. બુદ્ધિનું ઠેકાણે ન રહેવું, શરીરનું બળ ઘટવું, દૃષ્ટિ સ્થિર ન રહેવી વગરે આ રોગનાં શરૂઆતનાં ચિહ્ન છે. હાલના પાશ્ચાત્ય ચિકિત્સકોના મત પ્રમાણે જીવનની જંજાળ, આરામનો; અભાવ, માદક ચીજ ખાવાથી, ભયંકર વ્યાધિ, અધિક વિષયભોગ વગેરેથી આ રોગ દરેક અવસ્થાનાં માણસને થાય, પણ સ્ત્રીને ૨૫ અને ૩૫ની વચ્ચે અને પુરુષને ૩૫ અને ૫૦ની વચ્ચે વિશેષ થાય.
|