1 |
|
पुं. |
અગ્નિ.
|
2 |
|
पुं. |
દેવરાજ.
|
3 |
|
पुं. |
પરમેશ્વર.
|
4 |
|
पुं. |
પહેલો અંક; સઘળી સંખ્યામાં પહેલી સંખ્યા.
|
5 |
|
पुं. |
યમ.
|
6 |
|
पुं. |
વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. તે એક જ વસ્તુસ્થિતિ છે. તેના એકપણામાં જ માયા કલ્પિત અને અધ્યારોપ છે. બે ત્રણ સંજ્ઞાઓ હોય ત્યાં એકપણાની સંજ્ઞા વાપરી શકાય, પણ જ્યાં એક જ વસ્તુ હોય ત્યાં તેમને એક એવી સંજ્ઞા આપવી એ અજ્ઞાનતા છે. એકપણાની પ્રતીતિ રહિત એવા એકપણારૂપે તે જ છે. એકાક્ષર ઓંકાર એજ તેમનું પરમાત્મપદ છે. તે અદ્વૈતપણાથી રહિત છે. માયા અને તે અભિન્ન એકરૂપ છે. માયા અવસ્તુ હોવાથી પ્રભુ નિત્ય એકના એક પરમાર્થસત્તારૂપ છે. ભક્તજનોને ભજવા યોગ્ય તે એક જ દેવ છે. એકપણામાં જ જીવને બ્રહ્મપણાની પ્રાપ્તિ થાય છે. તે ભક્ત અને જિજ્ઞાસુને એક જ આધારરૂપ છે, ને એક જ પરમગતિ છે. માયાકૃત વ્યક્તિઓમાં પૃથક્પૃથક્ જણાવા છતાં આકાશની પેઠે અવિભક્ત, અખંડ, એક પણ તેજ છે. સર્વમાં જુદા જુદાપણે જણાવા છથતાં સર્વને પોતપોતાનું એકોડ઼હંપણાનું ભાન કરાવનારા છે. તે અણુ અમુમાં પૂર્ણ એકોડ઼હંપણે રહેલા છે, કારણકે માયા અને અવિદ્યાનો પડદો અવસ્તુરૂપ અથવા ભ્રાંતિમય છે. સર્વ જગતના બીજરૂપ પણ તે જ છે. એકના અનેક અને અનેકના એક થનાર પણ તેજ છે. દૃષ્ટાના દૃશ્યરૂપ અને દૃશ્યના દૃષ્ટારૂપ થનાર પણ તે જ છે. આથી તે એક કહેવાય છે.
|
7 |
|
पुं. |
સંયુક્ત વિશેષણ બનાવવા માટે વપરાતો શબ્દ. જેમકે, એકદિલ; એકચિત્ત.
|
8 |
|
पुं. |
સૂર્ય.
|
9 |
|
पुं. |
( પુરાણ ) સોમવંશી પુરુરવાના છ માંહેના ચોથા દીકરા રથનો એ નામનો એક દીકરો.
|
10 |
|
न. |
( વેદાંત ) એકત્વસંખ્યાવાળું દ્રવ્ય; દ્વિત્વના અભાવવાળું દ્રવ્ય. જે દ્રવ્ય સમવાય સંબંધે કરીને એકત્વ સંખ્યાવાળું હોય અથવા જે દ્વિત્વ, ત્રિત્વ આદિક સંખ્યાના અભાવવાળું હોય તે દ્રવ્ય `એક` કહેવાય.
|
11 |
|
न. |
એકમ; `યૂનિટ`.
|
12 |
|
वि. |
અજોડ; અદ્વિતીય.
|
13 |
|
वि. |
અમુક; ચોક્કસ નહિ એવું; કોઈપણ એક; ગમે તે કોઈ.
રૂઢિપ્રયોગ
૧. એ તો સૌ એકના એક = બહારથી દેખાવમાં જુદા પણ અંદરખાનેથી મળતા.
૨. એક અવાજે = એક મતે.
૩. એક અસ્ત્રે મૂંડવું-એક લાકડીએ હાંકવું = સારા માઠા બધાને ખાતર એક જ રસ્તો કે રીત રાખવી. માણસને અને પાડાને મૂંડવાને એક જ અસ્ત્રો હજામે રાખવો એ ઉપરથી આ પ્રયોગ થયો છે.
૪. એક અંગારો સો મણ જાર બાળે = સડેલ ઘેટું આખા ટોળાને ચેપ લગાડે; એક હૂંછી ઘોડો આખી પાયગાને નડે.
૫. એક આંખ = (૧) એકતરફી નજર; બે બાજુ ન તપાસતાં એક જ તરફની નજર રાખવી તે. પક્ષપાતી માણસના સંબંધમાં વપરાય છે. (૨) સામસામી મીટ માંડવી; નજર એક થવી.
૬. એક આંખ તે આંખ નહિ અને એક છોકરો તે છોકરો નહિ = એક કરતાં બે ભલા. એક આંખ સારી હોય તે ફૂટી જાય તો બીજી તો ન હતી અને એક હતી તે પણ ગઈ એટલે નકામી ગઈ એટલે માણસ નકામો થયો. તેમ એક છોકરો હોય ને તે મરી જાય તો નસંતાન થવાય. તે ઉપરથી આ પ્રયોગ થયો છે.
૭. એક આંખ દેખવી = તેની તે જ આંખે જોવું.
૮. એક આંખમાં હસાવવાં અને એક આંખમાં રડાવવાં = બાળકને કોઈએક વખતે જરૂરને પ્રસંગે રડાવવાં પણ ખરાં અને કેટલીક વખત હસાવવાં પણ ખરાં; ભય અને પ્રીતિ બન્ને રાખવાં
૯. એક ઇંદ્રિયનું જ્ઞાન = (૧) એક જ દિશા કે હેતુનો વિચાર. (૨) એક તરફીપણું. (૩) ઘણા વિષયના જ્ઞાનની ખામી.
૧૦. એક ઉમરનું = સરખી વયનું.
૧૧. એકએકના મોંમાં થૂંકે એવા = (૧) એકએકથી ચડિયાતું; મમત, મદ, સરસાઈ વગેરે બાબતમાં બરોબરિયા; એકએકના ગાંજ્યા ન જાય એવા. (૨) બધા સરખા ખરાબ.
૧૨. એક કરતાં-એકથી બે ભલા = એકને બદલે બે વધારે સારા.
૧૩. એક કસર ને સો સફર = સોનાના કરતાં કરકસર સારી; ઘરની કસર અને વહાણની સફર; મોટીડાની સફર અને બૈરાંની કસર.
૧૪. એક કહેવી અને બે-દશ સાંભળવી = ગાળ દઈએ તો ગાળ સાંભળવી પણ પડે. સામાની ઇચ્છા પ્રમાણે આપણે સાંભળવું પડે.
૧૫. એક કાનથી બીજે કાન જવું = કોઈ એક ખાનગી વાત બીજાને કહેવી; ગુપ્ત વાતનું ફેલાવું, જાહેર થવું કે કરવું; વાત બહાર પડવી.
૧૬. એક કાને થઈ રહેવું = કાન માંડીને સાંભળવું; સ્વસ્થ ચિત્તે સાંભળવા તત્પર થવું.
૧૭. એક કાને સાંભળી બીજે કાને કાઢી નાખવું = સાંભળીને અંતરમાં ન ઉતારવું; સાંભળ્યું હોય તે તરફ બેદરકાર રહેવું; પૂરૂં ધ્યાન ન આપવું; સાંભળ્યું ન સાંભળ્યું કરવું; અખાડા કરવા.
૧૮. એક કે પીછે એક = એક પછી એક; અનુક્રમે.
૧૯. એક કોદરે કાંઈ કાળ મટે ? = દરિયામાં ટીપાં બરાબર; વખતના પ્રમાણમાં બાબત બહુ નાની હોવી.
૨૦. એક કોર કાચી ન રેહવી = આફતથી ઘેરાઈ જવું.
૨૧. એક કોહેલી માછલીએ આખો ટોપલો ગંધાય = એક ખરાબ દાખલો ઘણાને બગાડે.
૨૨. એક ગાડે જોડાય એવા-એક માળાના મણકા = એકસરખા; સરખી પાંતીના; બધી રીતે મળતા આવતા.
૨૩. એક ગાંઠ = એક્કો; સંપ.
૨૪. એક ગુનો તો ખુદા પણ માફ કરે છે – એક ઘર તો ડાકણ પણ મૂક-એક ઘર તો ડાકણે તારવે = ભૂલ કરવી એ માનુષિક છે.
૨૫. એક ઘાએ કૂવા ન ખોદાય = કામના પ્રમાણમાં મહેનત કરવી જોઈએ.
૨૬. એક ઘાએ બે કટકા = ચોખ્ખો કાપ; તરત દાન ને મહા પુણ્ય; સાફ અને સીધી વાત.
૨૭. એક ચણાની બે દાલ = (૧) બે સગા ભાઈ. (૨) બે સરખા ભાગ.
૨૮. એક ચંદાવો ચડે એવું = એક અંશ વધતું; ખરાબપણામાં ચડિયાતું.
૨૯. એક ચિત્ત-એક જીવ-એક તાલ-એક મન-એક રંગ-એક રાગ-એક રૂપ-એક સ્વરૂપ થવું = એક જ સ્વભાવનું હોવું અથવા બનાવવું; એકસરખું અથવા એક વિચારનું હોવું કે બનાવવું એકચિત્ત થવું; મનની એકાગ્રતા કરવી.
૩૦. એક ચૂડી ચલાણે ચડી = એક કામ પૂરૂં થયું.
૩૧. એક જ હોવું = તે જ હોવું.
૩૨. એક જાળમાં સો સાપ = ચોખ્ખો ગપ્પો; ન માની શકાય એવી વાત.
૩૩. એક જિહત-જી-રૂ = મેળમાં; બંધબેસતું.
૩૪. એક જીવ થવું = (૧) બરાબર ધ્યાન આપવું; ચિત્ત પરોવવું. (૨) મન મળવું; ભિન્નભાવ કે આંતરો ન ગણવો; મન મળ્યાં હોય તેવું થવું; એકદિલ થવું.
૩૫. એક ટકાની મરઘી ને ચાર આના પીંછ ટુંપામણ = ટકાની ડોશી ને ઢબુ મુંડામણ; લૂગડા કરતાં સિવડામણ મોઘું.
૩૬. એક ટસે-એક ટસે ને એક ટસે-એકી ટસે-એકી ટસે ને ટસે = (૧) એકી નજરે; આંખ મીંચ્યા વગર. (૨) વિરામ લીધા સિવાય; સતત; અભંગ રીતે.
૩૭. એક ટળી બે થવું = નિશ્ચય તોડવો; પ્રતિજ્ઞા ભાંગવી.
૩૮. એક ડોશી ને સો જોશી = વિચાર કરતાં અનુભવ ચડે; વિજ્ઞાન કરતાં અનુભવ વધારે સારો છે.
૩૯. એક તરફ રામ ને એક તરફ ગામ = એક માણસે ઘણા સામે ટક્કર ઝીલવી; બળ કરતાં કળ ચડે. એક તરફ એક માણસ એકલો હોય અને સામી બાજુ આખું ગામ હોય તોપણ એકલો માણસ આખા ગામને વશ કરે તે ઉપરથી આ પ્રયોગ બન્યો છે.
૪૦. એક તરફની ઢોલકી વગાડવી = એકની એક વાત કહ્યા કરવી; બીજી બાજુ પડતી મૂકી એક જ પક્ષનાં ગીત ગાયાં કરવાં ઢોલકી એક જ તરફ વગાડવાથી એક જ જાતનો અવાજ આવ્યા કરે છે તે ઉપરથી આ પ્રયોગ બન્યો છે.
૪૧. એક તલમાંથી કેટલું તેલ કાઢવું ? = ગરીબ પાસેથી અતિશય કામ ન લેવું.
૪૨. એક તંદુરસ્તી, હજાર કયામત = પૈસા કરતાં તંદુરસ્તી સારી; શરીર સાજું હશે તો લાખો રૂપિયા જ છે.
૪૩. એક તંબે ઊભા રહેવું = સંપીને એક જ જથ્થામાં રહેવું.
૪૪. એક તે એક ને બે તે બારને ભારે = સંપ એ બળ છે; સંપ ત્યાં જંપ.
૪૫. એક તો એકવીશને ભારે = (૧) એક મરણિયો સોને મારે. (૨) જરૂરિયાત શક્તિવાળું શસ્ત્ર છે.
૪૬. એક થઈ જવું-થવું = ભળવું; મળી જવું; સંપ થવો.
૪૭. એકદિલ થવું = (૧) બે અથવા વધારે માણસોના જુદા જુદા વિચાર એક થઈ રહેવા. (૨) સ્નેહથી બે ટળી એક થવું.
૪૮. એક દિલે-મને = એક ચિત્તે; લક્ષ પૂર્વક; કાળજી રાખીને; ધ્યાન દઈને.
૪૯. એક દિવસની શોભા, જન્મારાની ઓભા = થોડો આનંદ લાંભો પશ્ચાત્તાપ.
૫૦. એક દિવસમાં કાંઈ વહાણ વહી જવાનું છે ? = ઉતાવળ ન હોવી.
૫૧. એક દિવાલ રૂપિયા = એક હજાર રૂપિયા. દલાલોની ભાષામાં આ પ્રયોગ વપરાય છે.
૫૨. એક દૂસરેકી મદદ = અરસપરસ સહકાર.
૫૩. એક ન એક = એક કે બીજું.
૫૪. એક નકટો સોને નકટા કરે = મૂર્ખની સંખ્યા બહુ વધવા પામે.
૫૫.એક નજર થવી-આંખ થવી = (૧) આંખના અણસારાથી એક બીજાનો મનસૂબો સમજવો. (૨) બંનેની સામસામી દૃષ્ટિ મળવી; બેઉએ એકબીજાની સામું જોવું.
૫૬. એક નન્નયો છત્રીશ રોગ હરે = એક વાર ના પાડી દેવાથી ઘણી મુસીબતમાંથી બચી જવાય.
૫૭. એક નન્નો સો દુ:ખને હણે = એક વાર ના પાડવાથી ઘણા ઠપકા અટકે; પ્રથમ જ ના પાડી હોય તો આગળ ઉપરનું દુ:ખ મટી જાય.
૫૮. એક નારૂં તેને હજાર દારૂ-એક ગૂમડે હજાર ઇલાજ = એક મુશ્કેલી દૂર કરવા માટે ઉપાય ઘણા હોવા.
૫૯. એક નાવમાંનું = સરખા વિચારનું; સરખી સ્થિતિનું.
૬૦. એક નૂર આદમી દસ નૂર કપડાં, લાખ નૂર ટાપટીપ કરોડ નૂર નખરાં = (૧) કપડાં, ટાપટીપ અને નખરાંથી માણસના બહારના દેખાવમાં ઘણો વધારો થાય છે. (૨) ભપકાબંધ કપડાંથી સૌ જગ્યાએ માન મળે; સામાનથી ઘોડો ઓળખી શકાય.
૬૧. એક પગ દહીંમાં ને એક પગ દૂધમાં = (૧) ચોખ્ખી વાત ન કરતાં ગોટાળો રાખવો. (૨) બંને બાજુનું રાખવું.
૬૨. એક પગે થઈ રહેવું =તત્પર થવું; આતુર થઈ રહેવું; ઉતાવળું થવું; અધીરૂં બનવું.
૬૩. એક પછી એક = અકેક; વારાફરતી; અનુક્રમે.
૬૪. એક પથ્થરે-ઘાએ-કાંકરે બે પક્ષી મારવાં = એક પંથ ને દો કાજ; થોડી મહેનતે ઝાઝું કામ કરવું.
૬૫. એક પર બે કરતાં = એકડા પર બગડો કાઢતાં; શરૂઆતનું ભણતર ભણતાં.
૬૬. એક પંથ ને દો-બે કાજ-કામ = એક કાંકરે બે પક્ષી મારવાં; થોડી મહેનતે ઝાઝું કામ કરવું.
૬૭. એક પાણ ઓછી = (૧) નપુંસક; નામર્દ પોણા આઠ; ઢંગધડા વિનાનું. (૨) મૂર્ખ.
૬૮. એક પાન સોને કોહવડાવે = એક અંગારો સો મણ જાર બાળે. એક સડેલું પાન બધાં પાન ખરાબ કરે તે ઉપરથી આ પ્રયોગ થયો છે.
૬૯. એક પીંછનાં સો પીંછ = અતિશયોક્તિ.
૭૦. એક પુણ્ય કરે ને બીજા વેરે, તેને ઘાલે જમને બારે = સારૂં કામ કરતાં અટકાવનાર માણસ નરકે જાય.
૭૧. એક પે એક = (૧) એક ઉપર બીજું. (૨) એક એકથી ચડિયાતું.
૭૨. એક પેટ ભરવું = પોતાની જાતનું જ રક્ષણ કરવું; આગળ પાછળ બીજું કોઈ ન હોવું; કુટુંબની સંભાળની ફિકર ન હોવી.
૭૩. એક પેટનું = એક જ માનું; માજણ્યાં ભાઈ કે બહેન.
૭૪. એક ફેરે આખો લાડવો ન ખવાય = એકી વખતે બધું સાહસ ન કરવું.
૭૫. એક બાજુ રહેવું = (૧) એક તરફ રહેવું. (૨) એકેય પક્ષમાં ન જોડાવું. (3) કજિયામાં ભાગ ન લેવો તકરારથી દૂર રહેવું.
૭૬. એક બે કરતાં = ધીમે ધીમે.
૭૭. એક બે કરતાં યે આવડતું નથી = મૂળ તત્ત્વો પણ જાણતો નથી.
૭૮. એક બેસે મૂતરવા ને બીજો પહોંચે ખેતરવા = આળસુ માણસ બહુ ધીમેથી કામ કરે અને ઉદ્યમી માણસ ઝપાટાબંધ કામ કરે.
૭૯. એક ભવમાં બે ભવ થવા = (૧) જાત વણસવી. (૨) નાતરૂં કરવું; ઘરઘવું. (૩) પોતાની ફરજમાંથી આડું ફરવું.
૮૦. એક ભૂંડે સો ભૂંડા = એક માણસ ખરાબ નીવડે તો તે ઉપરથી તેના પક્ષના બધાને તેવાં માની લેવામાં આવે છે.
૮૧. એક મગની બે ફાડ = એક જ માબાપનાં છોકરા.
૮૨. એકમત થવો = વિચારમાં મળતા આવવું.
૮૩. એક મરણિયો સોને મારે-ભારે-એક તો એકવીશને ભારે = જરૂરિયાત બળવાન શસ્ત્ર છે. જ્યારે માણસ મોતથી ન ડરતાં માથુ વેગળું મૂકીને સામો થાય છે ત્યારે તે સૌને ભય ઉપજાવનાર થઈ પડે છે તે ઉપરથી આ પ્રયોગ બન્યો છે.
૮૪. એક મંકોડાના દરને તોડી પાડવામાં વળી હાથીનું યુદ્ધ ? = કીડી ઉપર કટક; નાના કામ માટે મોટી ધમાલ; મારવો ઊંદર ને ખોદવો ડુંગર.
૮૫. એક માબાપનું = સગું.
૮૬. એક માબાપનું હોવું = (૧) એક સ્વરે ગાવું. (૨) ભાઈની જેમ રહેવું.
૮૭. એક માવાળું = જેની મા એક જ હોય તેવાં જુદાં જુદાં સંતાન.
૮૮. એક માળાના મણકા = એક ગાડે જોડાય એવાં. એક માળાના બધા મણકા બરોબર હોય છે તે ઉપરથી એકસરખા સ્વભાવ, કદ, રૂપ, જાત, ગુણ કે વિદ્યાવાળા માણસ, પ્રાણી કે પદાર્થ માટે આ પ્રયોગ વપરાય છે.
૮૯. એક મિયાનમાં બે તલવાર કાંઈ માય ? = મિત્ર મળે પણ પર્વત ભેટે નહિ; એક સ્થળે બે સરખા તેજસ્વી અને સ્વમાનના ગૌરવવાળા માણસો ન રહી શકે.
૯૦. એક મુઆમ્લા = ઘરની વાત; મિત્રો વચ્ચેનો વ્યવહાર.
૯૧. એક મુશ્ત-મૂઠ = એક ચુકાવામાં
૯૨. એક મૂઠીએ = એકી વખતે; સામટું જ; સાથે લાગુ.
૯૩. એક મૂઠીનું = (૧) એક જ સત્તા કે હુકમને તાબે થાય એવું. (૨) મૂઠીમાં માય તેવું માણસ.
૯૪. એક રંડા જો બેરંડા થાય, ત્રણ રંડા તો ભાંગે બ્રહ્માંડા = ચાર સ્ત્રી ભેગી મળે તો કઈકના ઘર ભાંગી નાખે.
૯૫. એક રામે ચઢતે ગયું, રાવણ કેરૂં રાજ્ય; સોળ રામ સાથે ચઢે, માણસ તે શા માત્ર ? = વખત અને ભરતી કોઈની રાહ જોતાં નથી; લંકા ઉપર એક રામે ચડાઈ કરવાથી રાવણ આખું રાજ્ય ખોઈ બેઠો, તો સોળ રામનું એટલે એક ટકાનું વ્યાજ ચડે તો રાજ્યનાં રાજ્ય ડૂલ થઈ જાય. ત્યારે સામાન્ય માણસનું ગજું શું ?
૯૬. એક રામ, તેનાં સહસ્ત્ર નામ = એકની એક બાબત જુદે જુદે નામે અને જુદે જુદે રૂપે દેખાવી.
૯૭. એક રામે લંકા લીધી દો આઠ રામ શું ન કરે ? = એકલા રામે લંકા ગઢ જીત્યો તો આઠ બાર રામ એટલે આઠ બાર આનાના વ્યાજના દરે કેટલું થાય ?
૯૮. એક રાંડ ને સો સાંઢ = કામ કરનાર એક અને તેને પૂછનાર ઘણા.
૯૯. એક રુખી તસ્વીર = એક જ બાજુ જણાય એવી છબી.
૧૦૦. એક રૂપિયા સૈકડા = દર મહિને કે દર વરસે એક રૂપિયો.
૧૦૧. એક લખ્યું, સો બકયું = લખી લીધેલી વાત સહેલાઈથી ભુલાતી નથી; લખી તેવું એ કાયમની યાદદાશ્ત છે.
૧૦૨. એક લાકડીએ =એકસરખી રીતે.
૧૦૩. એક લાકડીએ હાંકવું = બધાંને એક સરખી રીતે ગણી તે પ્રમાણે વર્તવું; એક અસ્ત્રે મૂંડવું.
૧૦૪. એક લાકડીનો સાથી = સહેલાઈથી નાશ કરી શકાય એવું.
૧૦૫. એક લાઠી હાંકવી = એક લાકડીએ ચલાવવું; અવિચારીપણે વર્તવું.
૧૦૬. એક લે ને બીજું મૂકે = વચમાં જરા યે વિલંબ ન કરે.
૧૦૭. એક વસા માણસ ને વીસ વસા લૂગડાં = એક નૂર આદમી, દશ નૂર કપડાં; બહારનો દેખાવ ગણું કામ કરે છે.
૧૦૮. એક વાર ખતા ખાધી તે ખાધી = (૧) અનુભવથી વધારે ડાહ્યા થવું. (૨) ગુમાવેલ આબરૂ પાછી મેળવી શકાતી નથી; એક વાર આબરૂ ગઈ તે ગઈ.
૧૦૯. એક વેણ ગયું તો શું રહ્યું ? = એકવચની ન હોય તે જીવતે મૂઆ જેવો ગણાય.
૧૧૦. એક વેંત સ્વર્ગ બાકી હોવું = બહુ અભિમાની હોવું.
૧૧૧. એક શ્વાસે ને શ્વાસે = એક સાથે; એકજ વખતે; શ્વસ મૂક્યા સિવાય; થાક ખાધા વિના; એકદમ.
૧૧૨. એક સમણે કાંઈ રાત જાય ? = વખતના પ્રમાણમાં બહુ થોડું હોવું.
૧૧૩. એક સળી ભાંગીને બીજી સળી ન કરવી = નવરૂં બેઠું રહેવું; કાંઈ જ કરવું નહિ; આળસુ.
૧૧૪. એક સારી માત સો શિક્ષકની ગરજ સારે = સો શિક્ષક શિક્ષણ ન આપી શકે તે કરતાં એક માતા પોતાના બાળકને વધારે શિક્ષણ આપી શકે.
૧૧૫. એક સાસ તેના હજાર આસ = સાસ ત્યાંસુધી સોસ; જીવતો નર ભદ્રા પામશે; જીવતાં સુધી માણસને અનેક આશા હોય.
૧૧૬. એક સાંધે ને તેર તૂટે = એક મુશ્કેલી દૂર થાય ત્યાં બીજી અનેક ઊભી થવી.
૧૧૭. એક સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય = બે આંકડા આવડ્યે વિદ્વાન ન થવાય.
૧૧૮. એક સે એક = ચડિયાતું; વધતું.
૧૧૯. એક સે દિન ન રહેવું = (૧) દૃઢ ન રહેવું. (૨) સ્થિતિમાં ફેરફાર થવો; ખાસ કરીને સારી સ્થિતિમાંથી ફેરફાર થઈ ખરાબ સ્થિતિ થવી. પણ કોઈ વખત ખરાબ સ્થિતિમાંથી સારી સ્થિતિ થવી તેમાં પણ આ પ્રયોગ વપરાય છે.
૧૨૦. એક હાણ ને બીજું હસવું-હાંસી = (૧) એક દુ:ખ અને બીજું હસવું. (૨) બમણી ખોટ.
૧૨૧. એક હાથ જીભ કઢાવવી = ત્રાસ આપવો.
૧૨૨. એક હાથ પર = એક તરફ; એક બાજુ.
૧૨૩. એક હાથમાં ગોળ અને એક હાથમાં ઘી = એક પગ દહીંમાં ને એક પગ દૂધમાં; અસ્પષ્ટ; ગોળમોળ.
૧૨૪. એક હાથે તાળી ન પડે = (૧) એક હોય તો કજિયો ન થાય. (૨) એકલા માણસથી કાંઈ ન નીપજે.
૧૨૫. એક હૂંછી ઘોડો આખી પાયગાને નડે = એકને પાપે આખું વહાણ ડૂબે.
૧૨૬. એક હોય બોડી તો આભ નાખે તોડી = વિધવા સ્ત્રી નિંદામાં આનંદ લે છે.
૧૨૭. એક હોવું = મિત્ર બનવું.
૧૨૮. એકના એક થઈ જવું = મળી જવું; દુશ્મનાઈ તૂટી સંપ થવો; ઐક્ય થવું; પ્રથમ લડાઈ થયા પછી સમાધાન થવું.
૧૨૯. એકના એકવીશ થાઓ = તમારો પરિવાર વધો; તમારો કુટુંબવિસ્તાર બહુ ચાલે
૧૩૦. એકના એકાશી થાઓ = વંશવૃદ્ધિ ઘણી થાઓ. ઘણા જ આશીર્વાદ દેતાં આ પ્રયોગ વપરાય છે.
૧૩૧. એકના તેર કરવા = વધારીને કહેવું; રજનું ગજ કરવું; અતિશયોક્તિ કરવી.
૧૩૨. એકના પાંચ = હોય તેથી પાંચગણું.
૧૩૩. એકના બે કરવા = બે સરખા ભાગ પાડવા.
૧૩૪. એકના બે થવું = હઠ મૂકવી; જિદ છોડવી; નિશ્ચય ફેરવવો.
૧૩૫. એકની દસ સુણાવવી = ગાળોનો વરસાદ વરસાવવો.
૧૩૬. એકની પાઘડી બીજાને પહેરાવવી-એકની પાઘડી બીજા ઉપર = એકનું લૂટી બીજાને ભરવું; એકનું લઈ બીજાને આપવું.
૧૩૭. એકની મીઠાઈ એ બીજાનું ઝેર = જે બાબત અમુકને લાભકારક હોય તે કદાચ બીજાને નુકસાનકારક હોય.
૧૩૮. એકનું એક = (૧) તેનું તે જ; એક જ; બીજું નહિ. (૨) ફેરફાર વગરનું.
૧૩૯. એકનું ઓસડ બે = એકલો માણસ દુ:ખી હોય તો તેને પરણાવવો.
૧૪૦. એકનું બે થવું = નિશ્ચય ફેરવવો; બેવફા નીવડવું.
૧૪૧. એકનું બે ન થવું = પોતાનો મમત ન મૂકવો; મનમાં આવ્યું તે ચોક્કસ કરવું એવી જે મનની હઠીલી વૃત્તિ તે; લીધેલી હઠ ન છોડવી; માનવું નહિ.
૧૪૨. એકને પાપે હોડી-વહાણ ડૂબે = એકને વાંકે ઘણાં નાશ પામે; એક હૂંછી ઘોડો આખી પાયગાને નડે.
૧૪૩. એકનો યે ગોવાળ ને સોનો યે ગોવાળ = કેટલાંક કામમાં સંખ્યાના પ્રમાણમાં મહેનત વધતી નથી.
|
14 |
|
वि. |
અલખ.
|
15 |
|
वि. |
અલ્પ; થોડું.
રૂઢિપ્રયોગ
એક પલમાં = થોડી વારમાં; તરત જ.
|
16 |
|
वि. |
આશરે; લગભગ; શુમારે; આશરો કે શુમાર બતાવવા સંખ્યાવાચક શબ્દને છેડે આવતો શબ્દ. જેમકે, સોએક
|
17 |
|
वि. |
એકની સંખ્યાવાળું; ૧. વેદમાં જણાવેલ ઓગણીશ સંખ્યંનાં નામ; એક, દશ, શત, સહસ્ત્ર, અયુત, લક્ષ, પ્રયુત, કોટી, દશ કોટી, અર્બુદ, અબ્જ, ખર્વ, નિખર્વ, મહાપદ્મ, શંકુ, જલધી, અંત્ય, મધ્ય અને પરાર્ધ.
|
18 |
|
वि. |
એકલું.
|
19 |
|
वि. |
કેવળ; ફક્ત.
|
20 |
|
वि. |
ગણવામાં પહેલું.
|
21 |
|
वि. |
તે જ.
|
22 |
|
वि. |
પ્રથમ.
ઉપયોગ
એક સુખ તે જાતે નર્યા; બીજું સુખ પેટે દીકરા. – લોકોક્તિ
|
23 |
|
वि. |
ફરે નહિ એવું; તેજ તે ; દૃઢ; ફેરફાર વગરનું.
રૂઢિપ્રયોગ
એક રામ, એક બાણ એક વચન = એકવચની રામ, અફર ન જાય એવું બાણ અને બોલ્યું પાળવામાં આવે તેવું વચન.
|
24 |
|
वि. |
બીજું; અન્ય. જેમકે, એક તે ને એક આ.
|
25 |
|
वि. |
ભેદ રહિત; જુદાઈ વગરનું; અભિન્ન.
|
26 |
|
वि. |
મુખ્ય; જેનું બીજું નથી તે; એકલું; જેની બરોબરી કરનાર બીજું કોઈ ન હોય તેવું. જેમકે, ઈશ્વર એક છે.
|
27 |
|
वि. |
વધારે; એક બીજું. જેમકે એક વરસાદ પડ્યો હોત તો લીલા લહેર થાત.
|
28 |
|
वि. |
સત્ય; સાચું.
|
29 |
|
वि. |
સરખું; સમાન; મળતું; બરાબર.
|
30 |
|
वि. |
સહાય; મદદગાર.
|