સર્વ○, વિ○
સામેના ‘આ’થી થોડા કે દૂરના પદાર્થને ચીંધી બતાવનારું દર્શક સર્વનામ, પેલો, ઓલ્યો. (૨) વાક્યમાં એક વાર કોઈ શબ્દ કે ક્રિયા પ્રયોજાયા પછી એનું પ્રતિનિધિપણું બતાવનારું સર્વનામ ખોટું છે એમ માની લેખનમાં અને સુરતી લાક્ષણિકતા પ્રમાણે સર્વત્ર ‘એ’ને બદલે ‘તે’ પ્રયોજવાનું કૃત્રિમ વલણ છે, જે અસ્વાભાવિક છે. એનાં રૂપાખ્યાનોમાં ‘થી’ અને ‘માં’ અનુગ તથા નામયોગી પૂર્વે ‘ના’ મધ્યગ ઉમેરવાનું વલણ છે; ‘એનાથી’ ‘એનામાં’ ‘એના વતી,એના વડે,એના માટે,એના વિશે’ વગેરે. એ રીતે સા.વિ.માં જૂ. ગુ. ના ‘ઇ’ પ્રત્યયને કારણે ‘એની સારુ’ ‘એની ખાતર’ ‘એની જોડે’ ‘એની સાથે’ ‘એની ઉપર’ ‘એની માથે’ વગેરે જેવો પણ પ્રયોગ છે. સામાન્ય રીતે બ.વ.માં ‘ઓ’ પ્રત્યય ‘એ’નાં બધાં રૂપોમાં પ્રયોજાય છે, ક્વચિત નથી પણ આવતો. બ.વ.ની એની ખાસ વિશિષ્ટતા ‘મ’ ના પ્રવેશની છે. ત્રી. વિ., બ.વ. ‘એમણે’. અનુગોવાળાં ‘એમનું’, પરંતુ બીજા અનુગો અને નામયોગીઓ પૂર્વ ‘એમના’ અંગ આવે છે. ‘એમનાથી’ ‘એમનામાં’ ‘એમના વડે, એમના વતી, એમના સારુ, એમના માટે, એમના વાસ્તે, એમના ખાતર,એમના કાજે,એમનાથકી, એમના વિશે, એમના ઉપર ‘ વગેરે. ધ્યાનમાં રાખવા જેવું એ છે કે માન આપવાના અર્થમાં અને સર્વસામાન્ય અર્થે માનવોને માટે આવતો હોય ત્યારે ‘મ’વાળાં રૂપ સ્વાભાવિક ભાષામાં પ્રયોજાય છે. આનો ખ્યાલ ન હોવાને કારણે પશુપક્ષીઓ, નાનાં જંતુઓ અને જડ પદાર્થોને માટે પણ ‘મ’વાળાં રૂપ પ્રયોજાતાં જોવા મળે છે. (૩) જૂની રૂઢિ છે ત્યાં હિંદુઓમાં પતિપત્ની એકબીજાને માટે આ સર્વનામનો ઉપયોગ કરે છે. ‘એણે’ ‘એને’ એનું’ ‘એમાં’ ‘એમ’ અંગ આ રૂપોમાં સ્વર મહાપ્રાણિત વિવૃત છેઃ ‘ઍઃણે’ ‘ઍઃને’ ‘ઍઃનું’ ‘ઍઃમાં’ ‘ઍઃમ’; એ ‘થી’ અને બીજા નામયોગીઓની પૂર્વે નથી થતું
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ