| 1 |
[ સં. કર્મન્ ] |
न. |
આચાર; વર્તણૂક; ચાલ.
|
| 2 |
|
न. |
આઠ માંહેનું એક પુર.
|
| 3 |
|
न. |
ઇંદ્રિય.
|
| 4 |
|
न. |
કપાળ.
|
| 5 |
|
न. |
કરણના વ્યાપારનો વિષય. જેમકે, વાંસલો કરણ છે, તેનો ઊંચો નીચો કરી લાકડા ઉપર અફાળવા રૂપ વ્યાપારનો વિષય લાકડું છે, માટે લાકડું એ કર્મ કહેવાય.
|
| 6 |
|
न. |
( વ્યાકરણ ) કર્તરિ પ્રયોગમાં દ્વિતીયાંત અને કર્મણિ પ્રયોગમાં પ્રથમાંત જે કારક આવે તે.
|
| 7 |
|
न. |
કર્તવ્ય; ફરજ; ધર્મ. ધર્મનાં કર્મો: યજ્ઞ, સ્નાન, સંધ્યા, પૂજા, પાઠ, જપ, હોમ, અર્ચન, આતિથ્ય, વૈશ્વદેવ વગેરે. મીમાંસા પ્રમાણે કર્મના બે પ્રકાર: ગુણ અથવા ગૌણ કર્મ અને પ્રધાન અથવા અર્થ કર્મ. જેથી દ્રવ્યની ઉત્પત્તિ કે સંસ્કાર થાય તે ગૌણ કર્મ. ગૌણ કર્મનું ફળ નજરે દેખાય છે. ગૌણ કર્મના ચાર ભેદ: ઉત્પત્તિ, આપ્તિ, વિકૃતિ અને સંસ્કૃતિ. જે કર્મમાં દ્રવ્યની ઉત્પત્તિ કે શુદ્ધિ ન હોય પણ તેનો ઉપયોગ હોય તે પ્રધાન કર્મ. જેમકે, યજ્ઞ. પ્રધાન કર્મનું ફળ અદૃષ્ટ હોય છે. વર્ણ અને આશ્રમ પ્રમાણે પ્રધાન કર્મના ત્રણ ભેદ: નિત્ય, નૈમિત્તિક અને કામ્ય. મીમાંસકો કર્મને પ્રધાન માને છે અને વેદાંતીઓ જ્ઞાનને પ્રધાન માની તેથી મુક્તિ માને છે. યોગસૂત્ર પ્રમાણે કર્મના ત્રણ પ્રકાર: વિહિત, નિષિદ્ધ અને મિશ્ર. સામાન્ય રીતે કર્મ બે પ્રકારનાં છે : શુભ અને અશુભ. શુભ કર્મ સુખ આપે અને અશુભ કર્મ દુ:ખ આપે. યોગના સંકેત પ્રમાણે કર્મના ચાર પ્રકાર: (૧) કૃષ્ણ એટલે પરદારાનો સમાગમ જેવાં નઠારાં કર્મ. (૨) શુકલ એટલે સકામ પુણ્ય કર્મ. (૩) મિશ્ર એટલે જેમાં પુણ્ય અને પાપ બંને હોય તેવાં સોમયાગાદિ કર્મ. (૪) અશુકલઅકૃષ્ણ એટલે કોઇ પ્રકારની કામના રાખ્યા વિના કર્તવ્ય સમજીને કરાતાં પુણ્ય કર્મ. આજની ક્ષણ સુધી કરેલાં જે કર્મ, પછી તે આ જન્મનાં હોય કે પૂર્વ જન્મનાં હોય, તે સંચિત એટલે એકઠાં થયેલાં કર્મ કહેવાય. સંચિત કર્મ એકદમ ભોગવવાં શક્ય નથી, કેમકે તેવાં કર્મનાં પરિણામ માંહેનાં કોઇ સારાં તો કોઇ નઠારાં એમ પરસ્પર વિરોધી ફળ આપનાર પણ હોઇ શેક. સંચિત પૈકી જેટલાં કર્મનાં ફળ ભોગવવાની શરૂઆત થઇ ચૂકી હોય તેટલાંને પ્રારબ્ધ કહેવાય. ક્રિયમાણ એટલે જે હાલ ચાલુ છે તે અથવા હાલ કરવામાં આવે તે કર્મ. જેના ફળનો આરંભ થયો નથી એવાં જન્માંતરનાં સંચિત અને જ્ઞાનોત્પત્તિની પૂર્વનાં આ જન્મનાં સંચિત પુણ્ય પાપ કર્મો જ્ઞાનપ્રાપ્તિથી નાશ પામે છે. જ્ઞાનીને જો અસંપ્રજ્ઞાત યોગ પ્રાપ્ત ન થયો હોય તો મંદ, મધ્યમ અને તીવ્ર વેગવાળાં ત્રણે પ્રકારનં પ્રારબ્ધ કર્મોનું ફળ ભોગવવું પડે છે. શ્રુતિમાં જણાવ્યા મુજબ જ્ઞાનીનું શુભ કર્મ તેમના ભક્તના અંત:કરણમાં સજાતીય વૃત્તિ ઉપજાવી તેની શુભ કર્મમાં પ્રવૃત્તિ કરાવી તેને શુભ ફળ આપે છે. તેથી જ્ઞાનીના પુણ્યને તેમના ભક્તે લઇ જાય અને પાપકર્મને તેમના નિંદકો લઇ જાય એમ મનાય છે.
|
| 8 |
|
न. |
કામગીરી; પ્રવૃત્તિ.
|
| 9 |
|
न. |
( વ્યાકરણ ) કારકના છ માંહેનો એક પ્રકાર.
|
| 10 |
|
न. |
કુદરતી મિલ્કત.
|
| 11 |
|
न. |
ક્રિયા; કાર્ય. વૈશેષિક મત પ્રમાણે કર્મ પાંચ છે: ઉત્ક્ષેપણ એટલે ઊંચે ફેંકવું તે, અવક્ષેપણ એટલે નીચે ફેંકવું તે, સંપ્રસારણ એટલે ફેલાવવું તે, આકુંચન એટલે સંકોચાવું તે અને ગમન એટલે જવું તે.
|
| 12 |
|
न. |
( વૈધક ) ચિકિત્સા; રોગશાંતિનો ઉપાય. કર્મ પાંચ છે: વમન, વિરેચન, આસ્થાપન કે નિરુહબસ્તિ, અનુવાસન કે સ્નેહબસ્તિ અને શિરેવિરેચન.
|
| 13 |
|
न. |
( જૈન ) જીવના રાગદ્વેષાદિક પરિણામોના નિમિત્તથી કાર્મણ વર્ગણારૂપ જે પુદ્ગલસ્કંધ જીવની સાથે બંધને પ્રાપ્ત થાય તે. કર્મની ત્રણ અવસ્થા મનાય છે: બંધ અવસ્થા, સત્તા અવસ્થા અને ઉદય અવસ્થા. પ્રથમ કર્મ બંધાય છે ત્યારે બાંધવાના સમયમાં તેની બંધ અવસ્થા. બાંધેલું કર્મ અમુક વખત સુધી કંઇ પણ ફળ દર્શાવ્યા સિવાય એમને એમ પડ્યું રહે તેને કર્મની સત્તા અવસ્થા કહે છે. સત્તાનો કાળ પૂરો થતાં કર્મ ઉદય અવસ્થામાં આવે. કર્મના બે પ્રકાર: ઘાતિ અને અઘાતિ. મુક્તિને બાધક હોય તે ઘાતિ અને અબાધક હોય તે અઘાતિ કહેવાય છે.
|
| 14 |
|
न. |
જીવોની ઉપાધિમાં રહેલો ક્રિયા કરવાનો વેગ.
|
| 15 |
|
न. |
( વ્યાકરણ ) જે ધાતુના અર્થનું અવચ્છેદક હોય અને જે ક્રિયાનું ફળ અન્યને પ્રાપ્ત થતું હોય તે જેમકે, ‘પુસ્તક લખે છે’ એમાં ‘લખ’ ધાતુનો અર્થ જે લેખનક્રિયા તેનું અવચ્છેદક પુસ્તક છે અને તે પુસ્તકલેખનનો ફલભોક્તા લેખક છે અને તે લેખક પુસ્તકથી પર છે. માટે એ લેખન ફલભોક્તાએ કરેલી લેખનરૂપ ક્રિયાનું નામ કર્મ છે.
|
| 16 |
|
न. |
દશ માંહેનો એક વાયુ. આંખના પલકારા મારવા એ આ વાયનું કામ છે.
|
| 17 |
|
न. |
દશની સંખ્યા બતાવનાર સાંકેતિક શબ્દ.
|
| 18 |
|
न. |
( જ્યોતિષ ) દશમું ચાંદ્ર નક્ષત્ર.
|
| 19 |
|
न. |
ધંધો; રોજગાર; વ્યવસાય; વ્યાપાર.
|
| 20 |
|
न. |
નિર્ગુણ પદાર્થમાં રહેનારી તથા ગુણ વિષે નહિ રહેનારી એવી કર્મત્વ જાતિવાળો પદાર્થ.
|
| 21 |
|
न. |
પદાર્થનો સ્વાભિવક ગુણ.
|
| 22 |
|
न. |
પરિણામ; ઊપજ.
|
| 23 |
|
न. |
પાપ; નઠારાં કામ; કુકર્મ.
રૂઢિપ્રયોગ
કર્મ બાંધવાં = પાપ કરવાં; પાપનાં પોટલાં બાંધવાં.
|
| 24 |
|
न. |
મામલો.
|
| 25 |
|
न. |
( વૈશષિક ) મોક્ષ મેળવવાના સાત પદાર્થ માંહેનો એક. દ્રવ્ય, ગુણ, કર્મ વગેરે છ પદાર્થો નિત્ય છે. તમામ પદાર્થોનું અવલોકન કરતાં કણાદ તેનું સાત પદાર્થોમાં પૃથક્કરણ કરે છે.
|
| 26 |
|
न. |
યોગનાં છ કર્મ: ધોતી, બસ્તી, નેતી, ત્રાટક, નોલી અને કપાલભસ્ત્રા.
|
| 27 |
|
न. |
વાદમાર્ગના જ્ઞાન માટે જાણવી જોઇતી ચાળીશ વસ્તુ માંહેની એક.
|
| 28 |
|
न. |
વાસના.
|
| 29 |
|
न. |
વેદના ત્રણ કાંડ માંહેનું એક.
|
| 30 |
|
न. |
શુભ કે અશુભ અદષ્ટને ઉત્પન્ન કરનારો વ્યાપર. નિત્ય, નૈમિત્તિક, કામ્ય, પ્રાયશ્ર્ચિત્ત અને નિષિદ્ધ એવા તેના પાંચ પ્રકાર છે.
|
| 31 |
|
न. |
( ગણિત ) સરવાળો, બાદબાકી વગેરે ગણિતની કોઇ પણ ક્રિયા.
|
| 32 |
|
न. |
સંભોગ.
|
| 33 |
|
न. |
સંયોગ અને વિભાગ એ બંનેનું નિરપેક્ષ કારણ.
|
| 34 |
|
न. |
સંયોગથી ભિન્ન હોય તથા સંયોગનું અસમવાયી કરણ હોય તે પદાર્થ. જેમકે, ઘટાદિક મૂર્તદ્રવ્યોમાં રહેલું કર્મ સંયોગથી ભિન્ન છે તથા ઘટાદિક ઉત્તર દેશ સંયોગનું અસમવાયી કારણ પણ છે.
|
| 35 |
|
न. |
સંસ્કાર; નસીબ.
રૂઢિપ્રયોગ
૧. કર્મ કઠણ ને કાયા કુમળી-કર્મ કઠિયારાનું અને દેહ રાજાનો = શરીરે સુંદર હોય પણ નસીબ ખરાબ હોવાથી જાતમહેનત બહુ કરવી પડે.
૨. કર્મ કરે તે કોઇ ના કરે = નસીબમાં હોય તો ન માગ્યું ઓચિંતું મળી જાય અને ન હોય તો વલખાં મારવા છતાં પાસે હોય તે પણ ચાલ્યું જાય.
૩. કર્મ ધર્મમાં કોઇનો ભાગ નથી = સંચિત પાપપુણ્યનું ફળ કર્તાએ જ ભોગવવાનું હોય છે.
૪. કર્મ વિનાની ખેતી કરે તો બળદ મરે કે સુકાણું પડે = હતભાગી માણસનો પુરુષાર્થ પણ નકામો જાય છે.
૫. કર્મના જોગ-ભોગ = દૈવયોગ; માઠી દશા.
૬. કર્મના કાળા તેને શા ઉજાળા = જેનું નસીબ ખરાબ તેને કંઇ લાભ ન હોય.
૭. કર્મનાં કાળાં = નસીબના ભૂંડા લેખ.
૮. કર્મનાં કોઠાં તો કોનાં જોવાં ઓઠાં = કમનસીબ માણસે કોઇ નસીબદારનો દાખલો લેવો નહિ.
૯. કર્મનું પાનું ફરવું = નસીબ ઊઘડવું.
|