1 |
|
पुं. |
નામનો મહાન સંસ્કૃત કવિ. તે મૂળ કાશ્મીરનો પંચગૌડ બ્રાહ્મણ અને વિક્રમરાજાનાં નવરત્ન માંહેનો એક હતો. તણે ઋતુસંહાર, કુમારસંભવ, શાકુંતલ, મેઘદૂત, રઘુવંશ, વિક્રમોર્વશીય, માલવિકાગ્નિમિત્ર, શ્રુતબોધ, પ્રશ્નોત્તરમાલા, અસજ્જન વર્જન, મહાપદ્માષ્ટક, ગંગાષ્ટક, રાક્ષસકાવ્ય, કર્પૂરમંજરી, શૃંગારતિલક, હારઆર્ણવ વગેરે ગ્રંથો લખેલ છે. યરપમાં તેનો સમકાલીન મહાકવિ શેક્સપીઅર હતો. તેની હયાતીનો કાળ હજુ નિશ્ચિત થયો નથી. કોઇ તેને ઇ.સ. પૂર્વે ૫૬, કોઇ ૬ ઠ્ઠા સૈકામાં, કોઇ ત્રીજા સૈકામાં, કોઇ પાંચમા સૈકામાં અને કોઇ ઇ.સ. પૂર્વે ૫૦ માં થઇ ગયો હોવાનું માને છે. આ સિવાય એક બીજો પણ કાલિદાસ કવિ હતો. તે ભોજરાજાના વખતમાં થઇ ગયેલ છે. તે આંધ્ર દેશનો રહેવાસી હતો અને ભોજરાજા પાસે રહેતો. તે તૈલંગી બ્રાહ્મણ અને શક્તિનો ઉપસક હતો. તેણે સ્યામલાદંડક, પુષ્પબાણવિલાસ, શૃંગારરસાષ્ટક, રામાયણચંપૂ, ભોજચંપૂ, તમોદય, ભોજપ્રબંધ વગેરે ગ્રંથ લખેલ છે. તે એક વેશ્યામાં આસક્ત હતો. એક વખત ભોજરાજાએ તેને ચર્મગ્રંથ લખવા કહેલ, તેથી તે રિસાઇને પોતાના વતન વરંગૂળમાં જતો રહ્યો હતો, પરંતુ પાછળથી ભોજરાજાએ તેને સમજાવી પાછો બોલાવેલ હતો. આ કાલિદાસને થયાં આશરે ૯૦૦ વરસ થયાં હશે. આ સિવાય એક ત્રીજો પણ કાલિદાસ થયેલ છે. તે કાઠિયાવાડના વસાવડનો વડનગરો નાગર હતો. તે શાલિવાહન શકે ૧૬૬૨ માં થઇ ગયો છે. તેણે ગુજરાતીમાં ધ્રુવાખ્યાન, હરાખ્યાન અને સીતાસ્વયંવર એમ ત્રણ ગ્રંથ લખેલ છે.
|