2 |
|
स्त्री. |
ઘોલી; ઘિલોડીનો વેલો. આ બારમાસી વેલો આઠ કે દશ વર્ષ સુધી રહે છે. તેનાં ફળ બે અઢી આંગળ લાંબાં અને અંગૂઠા જેટલાં જાડાં હોય છે. કડવી અને મીઠી એવા ગિલોડીના બે પ્રકાર છે. કડવી ગિલોડી કોઇ ખાતું નથી. મીઠી ગિલોડી મધુર તથા શીતળ છે અને ક્ષય, શ્વાસ, કમળો, પિત્તશોથ, રક્તવિકાર, વિષદોષ, ઉધરસ, રક્તપિત્ત તથા તાવનો નાશ કરે તેનું ફળ ગુરુ, સ્વાદ, શીતળ, મલસ્તંભક, સ્તન્યકારક, પેટમાં વાત સંચય કરનાર તથા રુચિકર છે અને પિત્ત રક્તદોષ, વાયુ, દમ, સોજો, દાહ તથા ઉધરસનો નાશ કરે છે. તેનાં ફૂલ ખરજ, પિત્ત તથા કમળાનો નાશ કરનાર મનાય છે. તેનાં મૂળ ધાતુવર્ધક છે અને હાથ પગનો દાહ, ભ્રાંતિ તથા ઊલટીનો નાશ કરે છે. તેની ભાજી શીતળ, મધુર, ગ્રાહક, તૂરી, પાક કાળે તીખી તથા વાતુલ છે અને કફ્ તથા પિત્તનો નાશ કરે છે. કડવી ગિલોડી વાંતિકારક છે અને રક્તવિકાર કફ તથા પાંડુનો નાશ કરે છે. કડવી ગિલોડીનાં ફળ ગુરુ, કડવાં, વાંતિકર તથા વાયુને કોપાવનાર છે અને સોજો, વિષ, પિત્ત, રક્તવિકાર તથા કફનો નાશ કરનાર મનાય છે.
|