1 |
|
पुं. |
અઠવાડિયાના સાત માંહેનો એ નામનો એક વાર; ગુરુવાર.
|
2 |
[ સં. ગ્દ ( ઉપદેશવું ) ] |
पुं. |
આચાર્ય; શિક્ષક; વિદ્યા ભણાવનાર માણસ; બોધ આપનાર વ્યક્તિ.
રૂઢિપ્રયોગ
૧. ગુરુ આદેશ = (૧) કોઇએ બીજાને ભંભેરવો તે. (૨) નાથપંથના બાવા એકબીજાને મળતાં કરાતો ઉદ્ગાર.
૨. ગુરુ મળવો = (૧) ઠગને પણ ઠગી જનારો મળવો; હોશિયારને પણ ફસાવનારો બીજો કોઇ અધિક શક્તિવાળો મળવો.
|
3 |
|
पुं. |
ઇંદ્રાદિ દેવતાનો માનીતો પંડિત.
|
4 |
[ સં. ] |
पुं. |
( જ્યોતિષ ) એ નામનો એક ગ્રહ. તેનું તેજ માત્ર શુક્ર કરતાં ઊતરતું છે. સૂર્યના વાતાવરણ સાથે તેનો સંબંધ વિશેષ મનાય છે. તેના ઉપર વસતી હોય એવું દેખાતું નથી છતાં ત્યાં પ્રાણી હોય તો તેઓ અગ્નિમાં રહી શકે એવાં હોવાં જોઇએ. તેના ઉપર જો હમણાં વસતી નહિ હોય તો કાળાંતરે તેની ઉષ્ણતા ઘટી જશે ત્યારે તે વસતીયોગ્ય થશે એમ અનુમાન કરાય છે. તેનો મધ્ય વ્યાસ ૮૬,૦૦૦ માઈલ, અક્ષપ્રદિક્ષણા કાળ ૯ ક. ૫૫ મિ. ૨૦ સે. અને સૂર્યપ્રદક્ષિણા કાળ ૧૧ વર્ષ ૩૧૫ દિવસ છે. પૃથ્વીથી તેનું લઘુતમ અંતર ૩,૬૩૨ લાખ માઈલ, સૂર્યથી તેનું મધ્યમ અંતર ૪,૮૦૨ લાખ માઈલ અને પૃથ્વીથી તેનું મહત્તમ અંતર ૫,૯૭૨ લાખ માઈલ છે. ગુરુ અને સૂર્ય એ બેના નિત્યોદયાસ્તમાં ૧૧૦ પળનું અંતર પડે એટલે ગુરુનો ઉદયાસ્ત થાય છે. રવિ ગુરુ વચ્ચે ૧૧ કાલાંશ અંતર થયું એટલે ગુરુનો અસ્તોદય થાય. શુમારે ૩૯૯ દિવસમાં ગુરુનો એક ઉદય અને એક અસ્ત થાય છે. તેનો ૨૫ થી ૩૦ દિવસ સુધી અસ્ત અને બાકીના શુમારે ૩૭૦ દિવસ ઉદય રહે છે. ગુરુની કોરનો ભાગ જેટલો ચકચકિત દેખાય છે. તે કરતાં તેનો મધ્ય ભાગ શુમારે ત્રણગણો ચકચકિત દેખાય છે. વળી તેના પોતાનામાં થોડોક પ્રકાશ છે. તેના પૃષ્ઠ ભાગ ઉપર અનેક ઊથલપાથલ ઝપાટાબંધ ચાલતી જણાય છે. ત્યાં પવન દૂર કલાકે શુમારે ૨૦૦ માઈલના વેગથી વહેતા રહે છે. એમ દેખાય છે કે ગુરુનો ગોળો જે આપણને દેખાય છે તે વાસ્તવિક નથી. દૃશ્ય ગોળામાં ઉપલા ભાગની અતિ ઉષ્ણતાને લીધે વાયુરૂપ થયેલાં દ્રવ્યો તદ્દન છૂટાં છૂટાં ત્યાં પથરાયેલાં છે અને તેની નીચે બહુ જ વિસ્તૃત જાડું વાતાવરણ છે. તેમાં જાડી વરાળ અથવા વાદળાં છે. ગુરુનો અંતર્ભાગ અતિ ઉષ્ણ છે. મોટા મહાસાગરમાંના સઘળા પાણીની વરાળ થઈ રહે એટલે ઉષ્ણતા ગુરુના અંગમાં છે. આપણી પૃથ્વી જેવું ઘન કવચ તેના ઉપર હજી સુધી થયું નથી. તેમાંની ગરમીથી ઉત્પન્ન થનારી વરાળ પૃષ્ઠભાગ ઉપર સઘળે પથરાનેલી છે. તેમાંની વરાળ જ્યારે તેના પેટા ભાગમાંથી એકલી જ બહાર નીકળે છે ત્યારે તે સ્વયંપ્રકાશ થાય છે. આને લીધે ગુરુ સહેજ સ્વયંપ્રકાશ દેખાય છે. ગુરુને પાંચ ચંદ્ર છે. આપણા ચંદ્રને સૂર્ય પાસેથી જેટલો પ્રકાશ મળે છે તેના પચીશમા હિસ્સા જેટલો પ્રકાશ ગુરુના ચંદ્રને મળે છે. ગુરુનો ચંદ્રોનું વારંવાર ગ્રહણ થાય છે. ગુરુની ૧૭ રાતમાં પહેલા ચંદ્રને ચાર વાર, બીજાને બે વાર અને ત્રીજાને એક વાર ગ્રહણ લાગે છે અને ગુરુની બહુ વિસ્તરેલી છાયાને લીધે આ ગ્રહણો કોઇ કોઇ વાર ગુરુની અર્ધી અથવા પોણી રાત સુધી પહોંચે છે. ગુરુના ચંદ્ર ઉપર વસતી હોવી જોઇએ એવું અનુમાન થાય છે. આ ગ્રહનો રંગ ચકચકિત પીળો છે. તે ડહાપણનો ગ્રહ મનાય છે. તે ઈશાન ખૂણો બતાવે છે. જ્યારે તે ધન અને મીન રાશિમાં હોય ત્યારે તેનો પ્રભાવ સામાન્ય હોય છે. આપણી પૃથ્વી જેવડા ૧,૨૪૦ ગોળા એકઠા કરીએ ત્યારે ગુરુના જેવડો એક ગોળો થાય. તેનું દ્રવ્ય શુમારે પૃથ્વીના દ્રવ્યનું ૩૦૦ પટ જેટલું છે. તેની ઘનતા સરાસરી પૃથ્વીની ઘનતાનો ચતુર્થાંશ છે. એનો દક્ષિણોત્તર વ્યાસ પૂર્વપશ્ચિમ વ્યાસ કરતાં શુમારે ૫,૦૦૦ માઈલ ઓછો છે. આને લીધે તેનો આકાર ધ્રુવ આગળ સહેજ ચપટો છે. તેનો વિષુવવૃત્ત ઉપરનો ભાગ જેટલો ઝપાટાબંધ ફરે છે તે કરતાં ધ્રુવ તરફનો ભાગ ઓછા વેગથી ફરે છે. તેના ઉપર વિષુવવૃત્તથી સમાંતરે કંઈ પટ્ટા દેખાય છે. વિષુવવૃત્ત ઉપર જ એક ચકચકિત પટ્ટો દેખાય છે. તેનો રંગ બહુ કરીને મોતી જેવો દેખાય છે. આના ઉત્તર દક્ષિણ ભાગે બે તેજોહીન પટ્ટા દેખાય છે. તેમના રંગ લાલ દેખાય છે. તેમાં કોઇ કોઇ જગ્યાએ જાંબુડા રંગનો ઝળકાટ જણાય છે. આ પ્રમાણે ધ્રુવ સુધી ક્રમે કરી ચકચકિત તેજોહીન પટ્ટા દેખાય છે. ચકચકિત પટ્ટા વિષુવવૃત્ત ઉપર પીળાશ પડતા સફેદ જણાય છે અને ઉત્તરોત્તર કાળાશ પડતા થતા જાય છે. તેજોહીન પટ્ટા લાલ દેખાય છે. આ પટ્ટાઓમાં વાદળાં જેવી અને બહુ જ ચિત્રવિચિત્ર એવી અસંખ્ય આકૃતિ દેખાય છે અને તેના થર થયેલા હોય છે. પટ્ટાઓની કોરોના અને ગુરુ ઉપરના કેટલાક ભાગના રંગ વારંવાર બદલાયા કરે છે. આ ગ્રહ સૂર્ય, મંગળ ને ચંદ્રનો મિત્ર, શનિ સાથે સમ અને બુધ ને શુક્રનો શત્રુ મનાય છે.
|
5 |
|
पुं. |
( પિંગળ ) એક અર્ધસમજાતિ માત્રામેળ છંદ. તે નંદ છંદનો એક ભેદ છે. તેમાં ૧૨ ગુરુ અને ૧૪ લઘુ મળી ૨૬ વર્ણ અને ૩૮ માત્રા હોય છે.
|
6 |
|
पुं. |
( પિંગળ ) એક અર્ધસમજાતિ માત્રામેળ છંદ. તે સોરઠા છંદનો ભેદ છે. તેમાં ૫ ગુરુ અને ૩૮ લઘુ મળી ૪૩ વર્ણ અને ૪૮ માત્રા હોય છે.
|
7 |
|
पुं. |
( પુરાણ ) એક બ્રહ્મર્ષિ.
|
8 |
|
पुं. |
( પિંગળ ) એક વિષણજાતિ માત્રામેળ છંદ. આ છંદ રોલાવસ્તુ છંદનો એક ભેદ છે. તેમાં ૩ ગુરુ અને ૯૦ લઘુ મળી ૯૩ વર્ણ અને ૯૬ માત્રા હોય છે.
|
9 |
|
पुं. |
( પિંગળ ) એક સમવૃત્ત વર્ણમેળ છંદ. આ છંદ પંક્તિછંદનો એક ભેદ છે. તેમાં તગણ, મગણ, રગણ અને ગુરુ મળી ૧૦ વર્ણ હોય છે.
|
10 |
|
पुं. |
( વૈદ્યક ) ઔષધિનો એક ગુણ. જે દ્રવ્ય ગ્લાનિ કરે, મળની વૃદ્ધિ કરે, બળ વધારે, તૃપ્તિ કરે અને શરીરને પુષ્ટ કરે તે ગુરુ દ્રવ્ય કહેવાય છે.
|
11 |
|
पुं. |
( સંગીત ) કળાનું એક પરિમાણ; વખતનો એક ભાગ.
૧૦ ગુરુ = ૧ પ્રાણ
૬ પ્રાણ = ૧ વિનાડી
|
12 |
|
पुं. |
ગાયત્રી મંત્રનો ઉપદેશ આપનાર માણસ.
|
13 |
|
पुं. |
( સંગીત ) તાલના અંગનો એક પ્રકાર; મીનીમ; તાલનું એક માપ; બે માત્રા.
|
14 |
|
पुं. |
દેવના ગુરુ; આંગિરસ; બૃહસ્પતિ; અંગિરા; દેવગુરુ; વાચાંપતિ; ઇજ્ય; ત્રિદિવેશ; સુરગુરુ; સૂરિ; સુરાચાર્ય.
|
15 |
|
पुं. |
દ્રોણાચાર્ય.
|
16 |
|
पुं. |
ધર્મ નીતિનો ઉપદેશ કરનાર માણસ.
|
17 |
|
पुं. |
પરમેશ્વર, કેમકે તે વેદોના ઉપદેશકર્તા અને બ્રહ્મા વગેરેના ગુરુના પણ ગુરુ છે.
|
18 |
|
पुं. |
પ્રભાકર નામનો એક મીમાંસક.
|
19 |
|
पुं. |
બાણ.
|
20 |
|
पुं. |
બૃહસ્પતિ નામનું નક્ષત્ર.
|
21 |
|
पुं. |
( જૈન ) મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ સાથે અહિંસા, સત્યભાષણ, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જેવાં પાંચ મહાવ્રત તથા ક્ષમા, નિરભિમાનતા, તૃષ્ણાત્યાગ, તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચન, બ્રહ્મચર્ય વગેરે શ્રમણ ધર્મોનો પાલન કરનાર માણસ.
|
22 |
|
पुं. |
મોક્ષનો માર્ગ દર્શાવનાર માણસ.
|
23 |
|
पुं. |
યજમાનને ત્યાં ગોરપણું કરતો બ્રાહ્મણ; પુરોહિત; ગોર.
|
24 |
|
पुं. |
યજ્ઞોપવીત જેવા સંસ્કાર કરાવનાર માણસ.
|
25 |
|
पुं. |
વિદ્યા આપનાર માણસ; મંત્ર આપનાર પુરુષ.
|
26 |
|
पुं. |
વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. સર્વ વિદ્યાઓના ઉપદેશક હોવાથી તથા સર્વના જન્મદાતા હોવાથી તે ગુરુ કહેવાય છે.
|
27 |
|
पुं. |
શઠ; ધૂર્ત માણસ.
|
28 |
|
पुं. |
શિવનાં હજાર માંહેનું એક નામ.
|
29 |
|
पुं. |
શુક્રાચાર્ય.
|
30 |
|
पुं. |
સંપ્રદાય પ્રવર્તક; નવો પંથ ચલાવનારો માણસ.
|
31 |
|
पुं. |
સૂર્ય.
|
32 |
|
पुं. |
( પુરાણ ) સોમવંશી પુરુકુલોત્પન્ન મનુષ્યના પુત્ર નરનો પૌત્ર; ગુરુધિ.
|
33 |
|
पुं. |
સ્પર્શના આઠ માંહેનો એક પ્રકાર.
ઉપયોગ
સ્પર્શ આઠ પ્રકારનો માનવામાં આવે છે. જેમકે, કઠિન, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ. – તત્ત્વાર્થસૂત્ર
|
34 |
|
न. |
કવચનું ઝાડ.
|
35 |
|
न. |
ક્ષમાદૃષ્ટિ.
|
36 |
|
न. |
( જ્યોતિષ ) પુષ્ય નક્ષત્ર.
|
37 |
|
न. |
વીરશૈવ ધર્મમાં જણાવેલ આઠ માંહેનું એક આવરણ. જુઓ અષ્ટાવરણ.
|
38 |
|
वि. |
અઘરૂં; મહેતથી પ્રાપ્ત થાય તેવું.
|
39 |
|
वि. |
ગંભીર અર્થવાળું.
|
40 |
|
वि. |
જડ.
|
41 |
|
वि. |
દીર્ધ; લાંબું.
|
42 |
|
वि. |
પૂજ્ય; વડીલ.
|
43 |
|
वि. |
બળવાન.
|
44 |
|
वि. |
ભારે; મોટું; વજનદાર.
|
45 |
|
वि. |
માન આપવા લાયક.
|
46 |
|
वि. |
મુખ્ય; પ્રધાન.
|