न.
એક ફળ. તે મલબાર કાંઠા ઉપર ગોવા પરગણામાં બહુ થાય છે. તેમાં એક જાતનું તેલ રહે છે. તેની સુગંધી લીંબુને મળતી અને તેનાં બીજની સુગંધી મરીને મળતી છે. આ ફળ વટાણાથી જરા મોટું થાય છે. તે જઠરાગ્નિને પ્રદિપ્ત કરવા માટે અને પેટની અંદરનો પવન હરવાને માટે વપરાય છે. યૂનાની હકીમો તેને ઉષ્ણ અને દીપન માને છે અને આંતરડાની અશક્તિને લીધે થતી બદહજમીમાં તથા અતિસારના કેટલાએક પ્રકારમાં તેનો ઉપયોગ કરે છે. મૂત્રપિંડના વ્યાધિમાં તે શોધક તરીકે બહુ સરસ કહેવાય છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.