पुं.
છોકરાંઓની એ નામની એક રમત. તેમાં છોકરાંની સંખ્યાના પ્રમાણમાં એક વર્તુલ કાઢવું. તેના પરિઘ ઉપર છોકરાંઓને એકમેકના હાથ પકડી ઊભાં રાખવાં. એક છોકરાને દાવ આપી પકડનાર બનાવવો અને બીજાને નાસી જનાર બનાવવો. સિસોટી થતાં નાસી જનારે ચૂક્યો છે કે ? એવું બોલતાં છોકરાંઓના હાથ નીચે થઇને અંદર તથા બહાર દોડવું અને એ દોડનાર છોકરો જે રસ્તે થઇને જાય તે જ રસ્તે પકડનારે પણ ચૂક્યો નથી એમ બોલતાં દોડવું. એ દોડનારને જો પકડનાર છોકરો પકડે તો તેનો દાવ ઊતરે અને પકડનાર ઉપર દાવ આવે. પકડનારે નાસી જનાર જે રસ્તે થઈ જતો હોય તે જ રસ્તે થઈને દોડવાનું હોય છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.