5 |
|
न. |
ગરમ દેશમાં થતું એક ઝાડ. તેની બે જાત થાય છે. એકને રાનજાંબુ અને બીજીને મહાજાંબુ કહે છે. આ બંને જાતોનાં વૃક્ષની છાલ, પાન તથા બીજ ગ્રાહી તરીકે બીજી દવાઓ સાથે ઝાડા તથા સંગ્રહણી ઉપર અપાય છે. તેનાં પાનની પોટીસ વીંછીના દંશ ઉપર ફાયદો કરે છે. એનાં પાન બોરસલીનાં પાંદડાં જેવા હોય છે. આ ઝાડ નદી કિનારે પોતાની મેળે ઊગી નીકળે છે, પણ ઘણેભાગે ફળઝાડ તરીકે વાવવામાં આવે છે. તેનાં પાંદડાં આઠ દશ આંગળ લાંબાં, ત્રણ ચાર આંગળ પહોળાં, બહુ ચીકણાં, દળદાર અને તેજદાર હોય છે. વૈશાખ જેઠમાં તેને મોર આવે છે, જે ખરી ગયા પછી ગુચ્છામાં સરસવ જેવડાં ફળ દેખાય છે. તે વધીને બે ત્રણ આંગળ લાંબા બોરના આકારનાં થાય છે. વરસાદ થતાં તે ફળ પાકે છે. પાકે ત્યારે પહેલાં તેનો રંગ રીંગણાં જેવો અને પછી બહુ કાળો થાય છે. ફળનો સ્વાદ તૂરાશ પડતો મીઠો હોય છે. ફળની અંદર એક ઠળિયો હોય છે. તે બહુમૂત્રના રોગ ઉપર બહુ લાભકર્તા મનાય છે. બૌદ્ધ લોકો જાંબુના ઝાડને પવિત્ર માને છે. જાંબુના ઝાડનું લાકડું પાણીમાં સડતું નથી તેથી તે મકાન બાંધવાનાં તથા ખેતીનાં ઓજાર બનાવવાના કામમાં આવે છે. બાગમાં વાવેલ જાંબુનાં ફળને રાય જાંબુ કહે છે. રાનમાં જે ઝાડ થાય છે તેનાં ફળ નાનાં અને ખાટાં લાગે છે. બાગમાં જે ઝાડ થાય છે તેનાં ફળ મોટાં અને મીઠાં થાય છે. જાંબુની છાયા ઠંડી અને સુખદાયક ગણાય છે. જાંબુના ઝાડમાં પાણી સ્વચ્છ કરવાનો મોટો ગુણ છે. તળાવમાં સેવાળ વગેરે થઈ હોય તો તેમાં જાંબુનાં ડાળાં નાખવાથી પાણી સ્વચ્છ થાય છે. હિંદુસ્તાની વૈદ્યો જાંબુના રસને સોડવી સિરકો બનાવે છે. તે પેટની પીડા નાશ કરનાર તથા પેશાબ વધારનાર છે. આ ઝાડ તૂરૂં, ગ્રાહક, મધુર, પાચક, મલસ્તંભક, રુક્ષ તથા રુચિકર ગણાય છે અને પિત્તનાશક, દાહનાશક તથા કંઠને હિતાવહ, તેમ જ કૃમિ, શ્વાસ, શોષ, અતિસાર, કાસ, રક્તદોષ, કફ, તથા વ્રણનાશક મનાય છે.
|
6 |
[ સં. જમ્બુ ] |
न. |
જાંબુડીનું ફળ. આ ફળ તૂરાં, ખાટાં, મધુર, શીતળ, રુચ્ય, રક્ષ, ગ્રાહક, કંઠદૂષક, મલસ્તંભક તથા વાતકારક અને કફ પિત્ત તથા આધ્માનવાયુ મટાડનાર મનાય છે. જાંબુની જુદી જુદી જાતો:- રાયજાંબુ; મધુર, ઉષ્ણ, તૂરૂં તથા મલસ્તંભક છે અને શ્વાસ, શોષ, શ્રમ, મુખજાડ્ય, અતિસાર, કફ તથા ઉધરસ મટાડે છે. જલજાંબુ: તૂરૂં, શીત, કડવું, ગુરુ, પાકકાળે મધુર, ખાટાં, પુષ્ટિકર, ગ્રાહક, વીર્યવૃદ્ધિકર તથા બલકર છે અને શ્રમ, દાહ, અતિસાર, રક્તદોષ, કફ, પિત્ત તથા વ્રણ મટાડનાર મનાય છે. ભુયજાંબુ: તૂરૂં, પ્રિય, મધુર, વીર્યપ્રદ, ગ્રાહક તથા પુષ્ટિકારક છે અને કફ, હદ્રોગ તથા કંઠરોગ મટાડે છે. ફળના ગુણ રાયજાંબુના ફળના જેવા જ છે. મોટાં જાંબુ: ઉપયોગી અને ગ્રાહી છે. જાંબુ દેશી: આ ફળ નાનાં ખટમીઠાં વાંઝરા નામે ઓળખાય છે. જાંબુ પારસ: આ ફળ મોટાં કાળા રંગનાં અને ખાવામાં મીઠાં થાય છે. ગુલાબ જાંબુ: આ ફળ મીઠાં ગુલાબ જેવાં સ્વાદિષ્ટ છે. સફેદ જાંબુ: આ ફળ સફેદ રંગના કાંદા જેવાં સ્વાદે મીઠાં થાય છે.
|