1 |
[ સં. ] |
पुं. |
અર્જુન.
|
2 |
|
पुं. |
અર્જુન વૃક્ષ; સાજડ.
|
3 |
[ સં. દિવ્ ( પ્રકાશવું ) ] |
पुं. |
આકાશમાં થતો એક જાતનો ઉત્પાત; આકાશમાં વીજળીથી ઉત્પન્ન થતો એક જાતનો અગ્નિ.
|
4 |
|
पुं. |
એક જાતનો મુકુલી સર્પ.
|
5 |
|
पुं. |
એક પ્રકારનો નાયક; સ્વર્ગીય કે અલૌકિક નાયક. જેમકે, ઇંદ્ર, રામ, કૃષ્ણ.
|
6 |
|
पुं. |
ગુગળ.
|
7 |
|
पुं. |
જવ.
|
8 |
|
पुं. |
તત્ત્વજ્ઞાની પુરુષ; તત્ત્વવેત્તા.
|
9 |
|
पुं. |
તંત્રશાસ્ત્રપ્રસિદ્ધ એક ભાવ.
|
10 |
|
पुं. |
ભગવાનના ગુણ.
|
11 |
|
पुं. |
યમ.
|
12 |
|
पुं. |
શિવનાં હજાર માંહેનું એક નામ.
|
13 |
|
पुं. |
( પુરાણ ) સોમવંશી સાત્વત રાજાનો એ નામનો એક પુત્ર.
|
14 |
|
स्त्री. |
કપૂરકાચલી.
|
15 |
|
न. |
( શિલ્પ ) એક જાતનું દ્વિશાળ ઘર. જે દ્વિશાળ ઘરને ડાબી, જમણી અને પછીત એ ત્રણે દિશામાં બબ્બે અલિંદો હોય, તે ઘરના મુખ આગળ ત્રણ અલિંદો હોય, મુખ આગળના ત્રણ અલિંદો આગળ એક મંડપ હોય અથવા તેવા જ ઘરનું મુખ પૂર્વ દિશામાં હોય તો તે દિવ્ય ઘર કહેવાય.
|
16 |
|
न. |
દિવ્ય દિવસ; દૈવી દિવસ. ઉત્તરાયણ એટલે દેવનો એક દિવસ અને અસુરોની રાત્રિ તથા દક્ષિણાયન એટલે અસુરોનો દિવસ અને દેવોની રાત્રિ એ પ્રમાણે એક અહોરાત્રિ ગણી કાળગણતરી કરવામાં આવે છે.
|
17 |
|
न. |
( જૈન ) દેવતાઓ તરફથી કરાતી ધન વગેરેની વૃષ્ટિ. આવાં દિવ્ય પાંચ છેઃ વસ્ત્ર, સુગંધી, જળ, અહો દાન એવો અવાજ, દુંદુભિનાદ અને ધન. દેવતાઓ દ્વારા આ વૃષ્ટિ થતી હોવાથી તે દિવ્ય કહેવાય છે. આ દિવ્યો કોઈ અસાધારણ તપસીના પારણા વખતે પારણું વહોરાવનારને ત્યાં થાય.
|
18 |
|
न. |
માણસ અપરાધી છે કે નહિ તે નક્કી કરવા તુલા, ચોખા, પાણી, ઝેર કે અગ્નિ વડે પ્રાચીન કાળમાં કરવામાં આવતી પરીક્ષા. કોઈના મતે આ પરીક્ષા નવ પ્રકારની છેઃ ઘટ કે તુલા, અગ્નિ, પાણી, ઝેર, કોષ, તંદુલ, તપ્તમાષક, ફૂલ અને ધર્મજ. આમાં પહેલી પાંચ પરીક્ષા મોટા અપરાધો માટે, તંદુલ ચોરીને માટે, તપ્તમાષક ઘણી મોટી ચોરી માટે અને ફૂલ તથા ધર્મજ પરીક્ષા સાધારણ અપરાધ માટે હતી. સ્મૃતિઓ વગેરેમાં લખ્યું છે કેઃ બ્રાહ્મણની તુલાથી, ક્ષત્રિયની અગ્નિથી, વૈશ્યની જળથી અને શૂદ્રની વિષથી પરીક્ષા થવી જોઈએ. અગ્નિ, ઘટ અને કોષ પરીક્ષા સવારમાં, જળ પરીક્ષા બપોરના અને વિષ પરીક્ષા રાતના થવી જોઈએ. બૃહસ્પતિ સિંહ કે મકર રાશિમાં હોય અથવા ભૃગુ અસ્ત હોય તે વખતે કોઈ દિવ્ય પરીક્ષા ન થવી જોઈએ. પરીક્ષાથી એક દિવસ અગાઉ પરીક્ષા દેનારે તથા લેનારે ઉપવાસ કરવો જોઈએ.
|
19 |
|
न. |
લવિંગ.
|
20 |
|
न. |
( શિલ્પ ) વીશ માંહેનું એક જાતનું નગર; પર્વતની ટોચે રચાયેલું નગર.
ઉપયોગ
પર્વતના મસ્તક ઉપર જે નગર હોય તેનું નામ દિવ્ય નગર છે. – રાજવલ્લભ
|
21 |
|
न. |
શપથ; સોગંદ; કસમ.
|
22 |
|
न. |
સત્ય તારવવા માટે લેવાતા સોગન કે વ્રત; અઘરી પ્રતિજ્ઞા; અગ્નિ ઉપર ચાલવું, તપાવેલા તેલમાં હાથ બોળવા વગેરેના શપથ.
|
23 |
|
न. |
સૂવર; ડુક્કર.
|
24 |
|
न. |
હરિચંદન.
|
25 |
|
वि. |
આકાશમાં હોનાર.
|
26 |
|
वि. |
ઈશ્વરી; દૈવી; દેવતાઈ; અદ્ભુત; અલૌકિક.
ઉપયોગ
જાણે છે મુજ જન્મ કર્મ સ્વરૂપે એ રીતથી દિવ્ય જે, ત્યાગી દેહ મને મળે કદી ફરી પામે નહિ જન્મ તે. – ગીતા પંચામૃત
|
27 |
|
वि. |
તેજવાળું; કાંતિવાળું; પ્રકાશમાન.
|
28 |
|
वि. |
ત્રિગુણાત્મક માયાથી ઉત્પન્ન થયેલું.
|
29 |
|
वि. |
દેવ સંબંધી.
|
30 |
|
वि. |
પ્રધાન; મુખ્ય.
|
31 |
|
वि. |
મનોજ્ઞ; સુંદર; રળિયામણું; ભભકાદાર.
|
32 |
|
वि. |
વીરવિદ્યા જાણનાર.
|
33 |
|
वि. |
શ્રેષ્ઠ; ઉત્તમ.
|
34 |
|
वि. |
સ્વર્ગમાં થનાર; સ્વર્ગીય; સ્વર્ગમાંથી ઉત્પન્ન થયેલ.
|