1 |
|
पुं. |
એક જાતનો દોહરો; બે ચરણનું નાનું અનુષ્ટુપ જેવું એક પદ્ય. દુહાઓનું એક ખાસ વિશિષ્ટત્વ એ છે કે, પ્રત્યેક દુહો કાવ્યમૌક્તિક છે. ઘણી વાર એક દુહો સમજવા માટે બીજા દુહાની આવશ્યક્તા રહેતી નથી. સંસ્કૃત સુભાષિતમાં અનુષ્ટુપ શ્લોકનું જે સ્થાન છે, તે જ સ્થાન લોકસાહિત્યમાં દુહાઓનું છે. કાઠિયાવાડી દુહા સંબંધે વિહારીએ સોરઠામાં લખ્યું છે કેઃ નહિ ગાણું નહિ ગીત, નહિ રાગ નહિ રાગણી; વીંધે ચરરર ચિત્ત, બરડ બાણ બરડાઈનું. અણઘણ ખરહટ અંગ, જાડી એની જાતડી; તીર કામઠે તંગ, તાતું તીખું તીરછું ઊંડાણવાં એંધાણ, નહિ છબછબિયાં છીંછરાં; કુંળો વીંધી કાન, આરૂં ભોંકે અંતરે. નહિ જાનુ નહિ જાંગ, પેટ નહિ પેટાળ નહિ; લમણાનો લઈ લાગ, ગોફણ ગોળો ગાજતો. દિલડે દેતો દાબ, તૂટ્યાં જિગર જાળવે; તડતડતો તેજાળ, ઘામાં યે ઘારાં કરે. છોગાળા કે છેલ, નહિ બાબચાં બૂબલાં; માથાંના મૂકેલ, ઘાયલ ઈ ઘા જીરવે. દુહો ખેલે દાવ, જ્યાં જાંગીના ગડગડે; જનોઈવઢા જ્યાં ઘાવ, માથાં લબડે ધડ લડે. કાળોતરે કરડેલ, અવળી રૂંવાડી અંગ શું; દુહાના ડંખેલ, ઘેને ઘેઘૂર આંખડી. બીએ બજારૂ લોક, ધ્રુજે મંદિર માળિયાં; ઝીલણિયાંના ઝોક, વગડે હાડ વગાડતો. મોકે દેતો માર, મોકે માથાં ફેરવે; ખમતલ ખૂંદણહાર, સમે સાચવે સાથરો. દુહો ઢળકતી ઢાલ, નોધારાંની ઓથડી; દુહો તાર ટપાલ, દુહો દૂત દરગાહનો. કામણ કર્મે કમાલ, ખાંભી ખોડી ખળભળે; પાણા કરે પ્રીતાળ, દુહો અમારા દેશનો.
|