1 |
[ સં. ] |
पुं. |
આર્ય લોકોની એ નામની એક સર્વશ્રેષ્ઠ જાતિ. આ લોકો વિદ્વાન, હુન્નરકલાસંપન્ન, ઈશ્વરભક્ત, દાની, પરોપકારી, સજ્જન અને ગૌર વર્ણના હતા. તેમનાં લગ્નજીવન શિથિલ હતાં. મોજશોખ અને સ્વચ્છંદથી આખરે આ ઉત્તમ જાતિનો નાશ થયો.
|
2 |
|
पुं. |
ઇંદ્રિય.
|
3 |
|
पुं. |
ઈશ્વરી અંશવાળું સ્વર્ગમાં રહેનાર ઉત્તમ જન; સુર; અમર; અજર; સ્વર્ગમાં રહેતું દિવ્ય સત્ત્વ; દેવતા. ૮ વસુ, ૧૧ મરુત, ૧૨ આદિત્ય, ઇંદ્ર અને પ્રજાપતિ મળી દેવ ૩૩ મનાય છે. જૈન મતે દેવોના પાંચ પ્રકાર નીચે પ્રમાણે છેઃ (૧) દ્રવ્યદેવ એટલે શુભ કર્મ દ્વારા દેવગતિ સંબંધી આયુષ્યનો બંધ પાડી દીધો હોય તે મનુષ્ય અથવા તિર્યંચ પંચેદ્રિય. (૨) નરદેવ એટલે સાર્વભૌમ ચક્રવર્તી રાજા, જેને ચૌદ રત્ન, નવનિધિ તેમ જ છ ખંડનું સ્વામિત્વ પ્રાપ્ત થયેલ હોય. તે અન્ય મનુષ્યો કરતાં પૌદ્રગલિક ઋદ્ધિમાં સર્વોત્તમ વર્તે છે. (૩) ધર્મદેવ એટલે જેઓશ્રી તારક જિનેશ્વર દેવના પુનિત પ્રવચનના અર્થને અનુસરનારા અને ઉત્તમ પ્રકારના શાસ્ત્રોક્ત આચારને પાળનારા આચાર્ય વગેરે. (૪) દેવાધિદેવ એટલે તીર્થંકર નામકર્મના ઉદયથી જેઓ પોતાની સુધા સમી વાણીથી ભવ્યાત્માઓ ઉપર અસીમ ઉપકાર કરે છે તેવા પરમ પૂજ્ય સર્વોત્તમ આત્માઓ. (૫) ભાવદેવ એટલે જેઓ નાના નાના પ્રકારની ક્રીડા કરવામાં લુબ્ધ છે અને દેવગતિ પામેલા છે. ક્ષુધાતૃષા દેવોને ઘણીજ ઓછી લાગે છે, દીપ્યમાન વૈક્રિય શરીર હોવા સાથે તેઓ સર્વાંગ સુંદર હોય છે. તેમને નિમેષોન્મેષ થતી નથી. જ્યોતિરૂપ દેહ હોવાથી તેમનો પડછાયો પડતો નથી. પૃથ્વી ઉપર આવતાં ભોંયને તેનો પાદસ્પર્શ થતો નથી. દેવ શબ્દ દિવ્ એટલે પ્રકાશવું ધાતુમાંથી ઉત્પન્ન થયેલ છે. પરમાત્મા રશ્મિ, વિભૂતિ, કિરણ, શક્તિ વડે વ્યક્ત થઈ શકે છે. ભુર્લોકના પ્રધાન દેવતા અગ્નિ, ભુવઃ અંતરિક્ષના વાયુ, સ્વર એટલે દ્યૌ સ્વર્ગના સૂર્ય અને ભૂર્ભુવ સ્વઃ એ ત્ર્યૈલોક્યના પ્રજાપતિ છે. તેના પેટામાં બીજા દેવતાઓનો સમાસ થઈ જાય છે. પરમાત્મા જે શક્તિઓ વડે આ વિશ્વયજ્ઞ કરી રહેલ છે તે શક્તિઓ જ તે દેવ દેવતાઓ. દેવતાઓ સૂક્ષ્મ શરીરવાળા હોવાથી સ્થૂળ અન્ન ખાઈ શકતાં નથી. યજ્ઞના ધૂમ્ર દ્વારા હુતદ્રવ્ય દેવોને મળે છે. ઉપાસક કે સાધક દેવની પાસે રહી પોતાની ઉત્કૃષ્ટ ભાવનાના સંક્રમણ મુજબ પોતાના દેવને ઘડીને તે દેવ સાથે ઐક્ય કરી, તે દેવરૂપ કળાકાર થઈ રહે છે. પોતાના અંતઃશરીરનાં ચક્રોમાં તે દેવનું જ ધ્યાન ધરી તૃપ્ત થાય છે. દેવની ઉપાસનામાં દેવરૂપ થઈ જવાની ભાવના છે. તેત્રીશ દેવોમાં અગ્નિ, પૃથ્વી, આદિત્ય, ચંદ્રમા અને નક્ષત્રો એ પાંચ વસુ મૂર્તિમાન અર્થાત્ દેહધારી સાકાર છે. અગિયાર રુદ્ર, બાર આદિત્ય, મન, પંચ જ્ઞાનેંદ્રિય, વાયુ, અંતરિક્ષ, દ્યૌ અને વેદમંત્રો એ શરીર રહિત નિરાકાર અર્થાત્ અમૂર્ત દેવતા છે. એ જ પ્રમાણે વીજળી અને વિધિયજ્ઞ એ બે સાકાર તથા નિરાકાર એ બે પ્રકારના દેવ છે. આ સર્વે ફક્ત વ્યવહારોપયોગી છે. માતા, પિતા, આચાર્ય તથા અતિથિ એ દેવો વ્યવહારોપયોગી હોઈ પરમાર્થનો પ્રકાશ કરનારા પણ છે. માત્ર ઈશ્વર જ ઇષ્ટોપયોગી હોવાથી સર્વનો ઉપાસ્ય દેવ છે. વેદદૃષ્ટિએ જોતાં પરમાત્મા જ એક ઉપાસ્ય દેવ છે. અગ્નિદેવ વાણીરૂપે મુખમાં, વાયુદેવ પ્રાણરૂપ થઈ નાસિકામાં, આદિત્યદેવ ચક્ષુરૂપે થઈને મનઃછિદ્રમાં, ઔષધિ અને વનસ્પતિઓ અર્થાત્ તેમના અધિષ્ઠાતા દેવો લોમરૂપ થઈ એટલે સ્પર્શેંદ્રિયરૂપ થઈ ત્વચામાં, ચંદ્રમાં મનરૂપે થઈ હૃદયમાં, મૃત્યુ અપાનરૂપ થઈ નાભિમાં, વરુણદેવ હેતોરૂપ થઈ શિશ્નમાં રહેતા મનાય છે. અશના એટલે ક્ષુધા અને પિપાસા એ આ સર્વ દેવોને મળતા ભાગમાં ભાગીદાર હોય છે.
રૂઢિપ્રયોગ
૧. છાણના દેવને કપાસિયાની આંખો-ખાંસડાની પૂજા-લાકડાના દેવને છાણની પૂજા = (૧) જેવું માણસ તેવું માન. (૨) જેવો દેવ તેવા તેના અલંકાર; જેવા દેવ તેવી પૂજા.
૨. જ્યો લગી દેવ નહિ તો પત્તર-ઢેખાળો = જ્યાં લગી ભાર રહે ત્યાં લગી બોજ પછી કાંઈ નહિ; ભાભી ભારમાં તો વહુ લાજમાં.
૩. દેવ ઊઠી અગિયારશ = (૧) કાર્તિક સુદિ અગિયારશ; દેવદિવાળી. (૨) ભાદરવા સુદિ અગિયારશ; જળઝીલણી એકાદશી; સગમ એકાદશી; હુકમ અગિયારસ.
૪. દેવ કરવો = એક જાતની જંગલી ક્રિયા. પૂર્વ ગુજરાતના ડુંગરી અનાર્ય કોળી કે ભીલ લોકો દારૂથી બેભાન થયા ન હોય ત્યાંસુધી પોતાના દેવના જૂઠા સોગન ખાતા નથી. એ દેવ માટીનો, ઘોડાનો, લાકડાના થાંભલાનો કે પથરાના પૂતળાનો પોતાના ગામમાં જંગલમાં બેસાડેલ હોય છે. બધા ગામના લોક દેવની બાધા હોય ત્યારે કે ગામઝાંપો કરવો હોય ત્યારે કે દશેરા દિવાળી હોય ત્યારે એ દેવ આગળ જઈ મરઘાં, બકરાં કે પાડાનો ભોગ આપે છે ને દારૂ પીએ છે. તેને તેઓ દેવ કર્યો કહે છે.
૫. દેવ કાશીએ જવો = પુરુષત્વ જતું રહેવું; દૈવત જવું; દેવતા ઊઠી જવા.
૬. દેવ ગયા ડુંગરે-દ્વારકા ને પીર ગયા મક્કે, ટોપીવાળાના રાજ્યનાં ઢેઢ મરે ધક્કે = અંગ્રેજી રાજ્યમાં સુધારો થવાથી જાતિ કે વર્ણભેદની છોછ જતી રહી છે.
૭. દેવ તેવી પૂજા = જેવો દેવ તેવું તેનું આતિથ્ય અથવા સેવાચાકરી.
૮. દેવ થવું = મરી જવું.
૯. દેવ દેવ કરતાં = ઘણા યત્ન દ્વારા; પ્રાર્થના અને આજીજી દ્વારા.
૧૦. દેવ પોઢી અગિયારશ = અષાડ સુદિ અગિયારશ.
૧૧. દેવ મઢ આવવો = વાત ઠેકાણે આવવી; સમાધાન થવું; વાત રસ્તે ચડવી.
૧૨. દેવજી ઘસાડિયો = કદરૂપે અને વિચિત્ર માણસ.
૧૩. દેવનાં દર્શન = જેની મુલાકાત થવી મુશ્કેલ હોય તેવો માણસ. જે માણસ ભાગ્યે જ મળી શકે છે અને મળતાં પણ થોડી જ વાર થોભે છે એવાને વિષે બોલતાં કહેવાય છે કે દેવનાં દર્શન થયાં.
૧૪. દેવનું ડૂંડું લાવવું = દેવના માથા ઉપરથી ફૂમતું લાવવા જેવું એકાદું મોટું પરાક્રમ કરવું.
૧૫. દેવનું નામ લેવું = કોઈ કામમાં કે ધંધામાં દાખલ થવું.
૧૬. દેવે દીધા પણ ડાકણ્યું લઈ ગઈ = સુપાત્ર દીકરાઓને ખરાબ વહુઓએ વશ કરી દીધા. તેથી તેમના મોહમાં પુત્રોએ પવિત્ર માતાપિતાને તિરસ્કાર્યાં.
૧૭. માનીએ-માન્યો ત્યાંસુધી દેવ, નહિ તો પથ્થર = શ્રદ્ધા વગરનું બધું નકામું.
|
4 |
|
पुं. |
ઋત્વિજ; આચાર્ય.
|
5 |
|
पुं. |
એ નામે એક ઋષિ.
|
6 |
|
पुं. |
એક જાતનો કપાસ.
|
7 |
|
पुं. |
( પિંગળ ) એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે સંસ્કૃતિ છંદનો એક ભેદ છે. તેને મહાભુજંગપ્રયાત, મહાભુજંગ, ભુજંગ, સુધાપ, મહાનાગ, સવૈયા પણ કહે છે. તેમાં આઠ યગણ મળી ૨૪ વર્ણ હોય છે. તેમાં બારમા અક્ષર પછી યતિ કે વિસામો આવે છે.
ઉપયોગ
કરો આઠ યા દેવમાં બાર છેદે, ભુજંગે મહાનાગ પાદે સવૈયે. – રણપિંગળ
|
8 |
|
पुं. |
કૃષ્ણ.
|
9 |
|
पुं. |
તેજોમય વ્યક્તિ.
|
10 |
|
पुं. |
તેત્રીશ સૂચક સાંકેતિક શબ્દ. વાસ્તવિક રીતે દેવ તેત્રીશ છે.
|
11 |
|
पुं. |
ત્રિવષ્ટપ્રમાં એટલે તિબેટમાં રહેનારા લોકો.
ઉપયોગ
શ્રીયુત દામોદર સાતવલેકર કહે છે કે ત્રિવિષ્ટપ ( હાલનું તિબેટ ) માં રહેનાર લોકો પોતાને દેવ નામથી સંબોધતા હતા. – અ. કા. શાસ્ત્ર
|
12 |
|
पुं. |
દાન આપનાર માણસ.
|
13 |
|
पुं. |
દિયેર; દેર; પતિનો નાનો ભાઈ.
|
14 |
|
पुं. |
દેવદાર.
|
15 |
|
पुं. |
દૈત્ય; રાક્ષસ; પિશાચ.
|
16 |
|
पुं. |
ધર્મ.
|
17 |
|
पुं. |
પતિ; ધણી; ભરથાર.
|
18 |
|
पुं. |
પંડિત; વિદ્વાન.
ઉપયોગ
યમરાજે નચિકેતાને કહ્યું કે પૂર્વ દેવો અર્થાત્ પંડિતોએ પણ મરણ પછી આત્માના અસ્તિ કે નાસ્તિના સંબંધમાં સંશય કર્યો છે; કેમકે આ દેહેંદ્રિય સંઘાતને ધારણ કરનાર ધર્મરૂપી આત્મા બહુ જ સૂક્ષ્મ છે અને તે સહેલાઈથી જાણી શકાય એવો નથી. – કઠોપનિષદ
|
19 |
|
पुं. |
પારો.
|
20 |
|
पुं. |
પ્રભુની પ્રતિમા; મૂર્તિ.
|
21 |
|
पुं. |
બાળક.
|
22 |
|
पुं. |
બ્રહ્મા.
|
23 |
|
पुं. |
બ્રાહ્મણને માન આપવા વપરાતો શબ્દ.
|
24 |
|
पुं. |
ભગવાન; ઈશ્વર; પરમેશ્વર; દેવાધિદેવ; પરમાત્મા; વિશ્વેશ. જે પોતાના સ્વરૂપમાં આનંદથી પોતે જ ક્રીડા કરે છે, કોઈની સહાયતા વિના ક્રીડાવત્ સહજ સ્વભાવથી સર્વ જગતને બનાવે છે, સર્વ ક્રીડાઓના આધાર છે, સર્વને જીતનારા અને જેને કોઈ જીતી શકે નહિ એવા છે, ન્યાય અને અન્યાયરૂપ વ્યવહારોના જાણનાર અને ઉપદેષ્ટા છે, સર્વના પ્રકાશક છે, સર્વ મનુષ્યને પ્રશંસા કરવા યોગ્ય છે અને નિંદાને યોગ્ય નથી, જે સ્વયં આનંદસ્વરૂપ અને બીજાને આનંદ કરાવે છે, જેને લેશ પણ દુઃખ નથી, જે સદા હર્ષિત, શોક રહિત અને બીજાને હર્ષિત કરવા અને દુઃખોથી પૃથક્ રાખવાવાળા છે, જે પ્રલય સમયે અવ્યક્તમાં સર્વ જીવોને સુવાડે છે, જે સર્વમાં વ્યાપ્ત અને જાણવા યોગ્ય છે એવા પરમેશ્વરનું નામ દેવ છે દેવ શબ્દમાં દિવ્ ધાતુ છે. આ ધાતુના દશ અર્થ છેઃ (૧) ક્રીડા, (૨) વિજિગીષા, (૩) વ્યવહાર, (૪) દ્યુતિ, (૫) સ્તુતિ, (૬) મોદ, (૭) મદ, (૮) સ્વપ્ન, (૯) કાંતિ, (૧૦) ગતિ. દેવો તેત્રીશ ગણાય છે, એટલે જેમાં આમાંના જેટલા ગુણો હોય તે પ્રમાણે તેનું દેવત્વ વધારે ઓછું કહેવાય છે. પરંતુ ઈશ્વરમાં સર્વ ગુણો હોવાથી તે જ દેવ ઉપાસ્ય છે.
|
25 |
|
|
( જૈન ) ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવતા. દેવોના ચાર નિકાય છેઃ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક કલ્પોપપન્ન દેવ સુધીના ચતુર્નિકાયિક દેવોના અનુક્રમે દશ, આઠ, પાંચ અને બાર ભેદ છે. ચતુર્નિકાયના ઉપરના દશઆદિ એકેક ભેદ ઇંદ્ર, સામાનિક, ત્રાયસ્ત્રિંશ, પારિષદ્ય, આત્મરક્ષ, લોકપાલ, અનીક, પ્રકીર્ણક, આભિયોગ્ય અને કિલ્બિષિક રૂપે છે. વ્યંતર અને જ્યોતિષ્ક ત્રાયસ્ત્રિંશ તથા લોકપાલ રહિત છે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને પહેલા તથા બીજા સ્વર્ગના વૈમાનિક આટલા દેવો મનુષ્યની માફક કામસુખનો અનુભવ કરીને પ્રસન્નતા મેળવે છે. બાકીના દેવો બે બે કલ્પોમાં ક્રમથી સ્પર્શ, રૂપ, શબ્દ અને સંકલ્પ દ્વારા વિષયસુખ ભોગવે છે. બીજા બધા દેવો વૈષયિક સુખની રહિત હોય છે.
|
26 |
|
पुं. |
મૂર્ખ માણસ.
|
27 |
|
पुं. |
મેઘ; વાદળ.
|
28 |
|
पुं. |
( નાટ્ય ) રાજા.
|
29 |
|
पुं. |
રૂપ, ગુણ વગેરેથી પૂર્ણ સારો માણસ; સુંદર જન.
|
30 |
|
पुं. |
વરસાદનો દેવ ઇંદ્ર.
|
31 |
|
पुं. |
વિષ્ણુનાં હજાર માંહેનું એક નમ. તે સૃષ્ટિ વગેરેથી ક્રીડા કરે છે, દૈત્યો વગેરેને જીતવા ઇચ્છે છે, સર્વ ભૂતોમાં વ્યવહાર કરે છે, અંતરાત્મારૂપથી પ્રકાશિત થાય છે, સ્તુત્ય પુરુષોથી સ્તવન કરાય છે અને સર્વત્ર જાય છે, તેથી તે દેવ કહેવાય છે.
|
32 |
|
पुं. |
શિવનાં હજાર માંહેનું એક નામ.
|
33 |
|
पुं. |
સાધુ; મુનિ.
|
34 |
|
पुं. |
સ્વામી; શેઠ; માલિક.
|
35 |
|
पुं. |
હિંદી સાહિત્યનો એ નામનો એક પ્રખ્યાત કવિ.
ઉપયોગ
તુલસી, સૂર, દેવ, બિહારી, કેશવ, ભૂષણ, કબીર, ચંદ અને ભારતેંદુ આ હિંદી સાહિત્યકાશના સૂર્યો છે. – કૌમુદી
|
36 |
|
स्त्री. |
એ નામની એક બંગાળી અટક.
|
37 |
|
स्त्री. |
દેણગી; આપવું તે.
|
38 |
|
स्त्री. |
લલિત વિસ્તરમાં જણાવેલ ચોસઠ માંહેની એ નામની એક લિપિ.
|
39 |
|
न. |
આકાશ.
|
40 |
|
न. |
( જૈન ) ઇંદ્રક વિમાનનું નામ.
|
41 |
|
न. |
એ નામની અટકનું માણસ.
|
42 |
|
वि. |
એ નામની અટકનું.
|
43 |
[ સં. દિવ્ ( પ્રકાશવું ) ] |
वि. |
દીપનાર; તેજસ્વી; દેદીપ્યમાન.
|
44 |
|
वि. |
પૂજ્ય.
|