6 |
[ સં. દૂર્વા ] |
स्त्री. |
એક જાતનું તૃણ; દૂર્વા; ધ્રો; ધ્રોખડ. આ ઘાસનો એક વિલક્ષણ ગુણ એ છે કે, કેટલીક મુદ્દત સુધી વરસાદ ન પડે ત્યારે બઘી વનસ્પતિ સુકાઈ જાય તોપણ ધ્રોનાં મૂળ લીલાં જ હોય છે. દુકાળમાં એનાં મૂળ ઢોરને ખવરાવવાના કામમાં આવે છે. દેવપૂજામાં તથા મરેલાની પાછળ થતી ક્રિયાઓમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેના ત્રણ પ્રકાર છેઃ ધરો સાધારણ, ધોળી ધરો અને લીલી ધરો. ધરો સાધારણ, તૂરી, શીતળ, મધુર તથા તૃપ્તિકારક છે અને પિત્ત, તૃષા, ઊલટી, દાહ, રક્તદોષ, શ્રમ. કફ, મૂચ્છી, અરુચિ, વિસર્પ તથા ભૂત બાધાનો નાશ કરતી મનાય છે. ધોળી ધરો મધુર, રુચિકર, તૂરી, કડવી તથા શીતળ છે અને ઊલટી, વિસર્પ, તૃષા, કફ, પિત્ત. દાહ, આમાતિસાર. રક્તપિત્ત તથા ઉધરસનો નાશ કરે એમ મનાય છે. લીલી ધરો અતિ મધુર, કડવી, શીતળ, રુચિકર, સંજીવન, તૂરી તથા રક્તશોધક છે અને રક્તપિત્ત, અતિસાર, તાવ, પિત્ત, ઊલટી, કફ, રક્તરોગ, વિસર્પ, તૃષા, દાહ તથા ચર્મદોષનો નાશ કરનાર મનાય છે.
રૂઢિપ્રયોગ
૧. ગધેડા પાસે ધરો ભેળવાવવી = સારી ચીજ કોઈ અયોગ્ય માણસને આપવી; સારી વસ્તુ અપાત્રને હાથે ખરાબ કરી નખાવવી.
૨. લૂણી ધરોને તાણી જાય = મોટી વસ્તુ લેવાં જતાં નાની વસ્તુ પણ ખોઈ બેસવી; હવેલી લેતાં ગુજરાત ખોવી.
|