2 |
|
स्त्री. |
એ નામની એક નદી; રેવા; સોમોદ્ભવા. આ પવિત્ર નદી અમરકંટક પર્વતમાંથી નીકળી ભરૂચ પાસે દહેજના બારા આગળ સમુદ્રને મળે છે. અમરકંટક ઘોર જંગલમાં હોવ છતાં તે અત્યંત રમણીય છે. અહીં અનેક પ્રકારની દિવ્યૌષધી અને કંદમૂળ થાય છે. જળ પણ અમૃતમય છે. સાધુઓને માટે તપશ્ર્ચર્યા કરવા અત્યંત સુંદર આશ્રમ છે. અહીંથી ચાર માઈલ સુંદર વનપ્રદેશની શોભા જોતાં જોતાં અમરકંટકમાં નર્મદાઉદગમસ્થાન તથા અમરનાથનું દર્શન કરવું એ ખૂબ આનંદદાયક છે. જ્યાંથી નર્મદા નીકળે છે ત્યાં અગિયાર ખૂણાવાળો અને ૨૬૦ હાથ પરિધનો પાકો કુંડ છે. અમરકંટક પર્વત સમુદ્રથી ૩૫૦૦ ફૂટ ઊંચો છે. આ જ કારણથી હવા ઘણી જ શુદ્ધ છે. ચારે દિશામાં બિહામણાં ઘોર જંગલ હોવાથી જનાવરોનો ભય રહે છે. પશ્ર્વિમ દિશાનો વાયુ હમેશા વેગથી વાય છે. આ કારણથી અહીંના નિવાસીઓને બારે માસ ગરમીની સાથે સ્નેહ કરવો પડે છે. શિયાળામાં બરફ પડે છે. અમરકંટક તીર્થ બધાં તીર્થોમાં પ્રાચીન છે. નર્મદા નદીના મૂળ પાસે કપિલધારા નામે એંશી ફૂટની ઊંચાઈથી પડતો ધોધ છે. મંડલાથી રામનગર પર્યંત ૧૫ માઈલ સુધી એના પાણીનો રંગ આસમાની દેખાય છે. જબલપુર પાસે દૂધધારા નામે ત્રીશ ફૂટની ઊંચાઈથી પડતો ધોધ છે. ત્યાંથી આગળ જતાં એ આસરપહાણના પાત્રમાં વહે છે અને કાંઠે મહેશ્વર, ઓંકારમાંધાતા, શૂલપાણેશ્વર ઇત્યાદિ પવિત્ર સ્થાનો આવ્યાં છે. એના દરેક ઘાટે અને આરે બહુધા ધર્મક્ષેત્રો આવી રહ્યાં છે. શૂલપાણેશ્વર આગળ મોખડી નામનો ઘાટ છે. જ્યાં દશ બાર ફૂટના ઢાળવાળો ધોધ છે. મોખડી ઘાટ આગળ નર્મદા સાંકડા પાત્રમાં થઈને વહે છે. બંને તરફના કિનારા લંબરૂપ ભીંતો જેવો હોઈ એટલા પાસે પાસે આવેલા છે કે એ જગાને હરણફાળ એવું નામ આપવામાં આવ્યું છે, કેમકે ત્યાં હરણો સહેલાઈથી નર્મદાને કૂદી જઈ શકે એવું છે. નર્મદાની ઉત્પત્તિ શંકર ભગવાનના શરીરમાંથી થઈ છે. એમ રામાયણ અને મહાભારતમાં ઉલ્લેખ છે. નર્મદાની ઉત્પત્તિ સંબંધમાં નીચે મુજબ કથા છેઃ આદિકાળમાં આ કથા શિવજીએ વાયુને કહી હતી. આ જ કથા નૈમિષારણ્યમાં શૌનક ઇત્યાદિ ઋષિઓને સૂતે કહી. વનવાસના સમય દરમિયાન જ્યારે પાંડવો અમરકંટક પહોંચ્યા, ત્યારે ત્યાં તેમને તપોનિધિ માર્કંડેય ઋષિનું દર્શન થયું. આદરસત્કાર થઈ રહ્યા પછી ધર્મરાજના પ્રશ્નના ઉત્તરમાં માર્કંડેય ઋષિએ સાતે કલ્પનું વર્ણન કર્યું.. વળી નર્મદાજીની ઉત્પત્તિ વિષે કહ્યું કે, કૃતયુગનાં ૧૦,૦૦૦ વર્ષ પહેલાં બધા પ્રાણીઓથી અદૃશ્ય રહી શંકરે ઋષ્ય પર્વત ઉપર તપશ્ર્વર્યા કરી ઘોર તપ કર્યું ત્યારે શંકરના શરીરમાંથી શ્વેત રંગનો પસીનો નીકળ્યો. બધો પસીનો પર્વતમાં વહેલા લાગ્યો અને તેની એક કન્યા બની ગઇ. પછી તે કન્યાએ શંકરની સામે એક પગ ઉપર ઊભા રહી ઘોર તપ કર્યું. શંકર પ્રસન્ન થયા. વરદાન માગવાનું કહેતાં નર્મદાએ વરદાન માગી લીધું કે, હું અમર થઇ જાઉં અને મારામાં સ્નાન કરવાવાળો જીવ પાપ રહિત થઈ જાય. ઉત્તરમાં જેવી ભાગીરથી ગંગા છે. એવી જ હું દક્ષિણા થાઉં અને આખી પૃથ્વીનાં તીર્થોમાં સ્નાન કરવાનું ફળ મારામાં સ્નાન કરવાથી મળે. આપ પાર્વતીજી સાથે હમેશા મારામાં નિવાસ કરો. મારા જળનો સ્પર્શ જે પથ્થરને થાય તે પથ્થર પણ આપ સ્વરૂપ બની જાય. શંકરે એ પ્રમાણે વરદાન આપીને વધારામાં કહ્યું કે, તારા ઉત્તર તટમાં વસવાવાળા મારા લોકમાં અને દક્ષિણ તટમાં વસવાવાળા પિતૃકલોકમાં જશે. હવે તું વિંધ્યાચલ ઉપર જઇ જગતનું કલ્યાણ કર. આ સાંભળી નર્મદાજી ગુપ્ત થયાં અને વિંધ્યાચળમાં પ્રગટ થયાં. અહીં તેનું સ્વરૂપ અને ગતિ જોઈ બધા દેવો અને દાનવો મોહિત થયા અને વિવાહની ઇચ્છાથી શંકરની પાસે પહોંચ્યા. એમણે કહ્યું, જે અધિક બળવાન હશે તેની સાથે વિવાહ થશે. ફરી બધાએ નર્મદાને વશ કરવા શક્તિ અનુસાર ઉદ્યોગ શરૂ કર્યો, પણ આ જોઈ નર્મદાજી ગુપ્ત થઈ ગયાં. ફરી જ્યારે દેવો શોધવા લાગ્યા ત્યારે તેઓએ તેમને અનેક સ્ત્રીઓની સાથે ચાલતાં જોયાં. આવી રીતે જેમ જેમ તેઓ શોધતા ગયા તેમ તેમ નર્મદાજી ગુપ્ત થતાં ગયાં. આમ હજાર દિવ્ય વર્ષો સુધી નર્મદાજી ખેલ્યાં. આ જોઈને શંકરે પાર્વતીજીને કહ્યું કે, આ લોકો મૂર્ખ છે. આદિશક્તિનો પત્તો મેળવવાની તેઓ આશા રાખે છે. આમ કહેવાયું ત્યાં તો નર્મદાજી પોતાના પિતા શંકર પાસે આવી પહોંચ્યાં. શંકરે તેમની પ્રશંસા કરી, અનેક વરદાન આપી દેવકન્યા નર્મદાને સમુદ્રને સોંપી દીધી. મુંબઈ પ્રાંતને ખાસ કરીને ગુજરાતને નર્મદા અને તાપી નદીની જળશક્તિનો લાભ મળે, નહેરો બંધાય, જલબંધો બાંધવામાં આવે અને જલ દ્વારા ઉત્પન્ન થતી વિદ્યુતશક્તિનો પણ લાભ મળે એટલા ખાતર અમેરિકની ટેનીસી ખીણની યોજના મુજબનું એ બંને નદીઓ ઉપરનું બાંધકામ હાથ ધરવાની યોજના છે. નર્મદા નદીના વિકાસનું એક મુખ્ય અંગ તેની રેલોથી આજુબાજુની જમીનને રક્ષણ આપવાને લગતું છે. આથી દર વર્ષે આ નદીઓમાં આવતી રેલને લીધે પ્રાંતના મોટા ભાગને થતું નુકસાન અટકી જશે. ખેતીવાડીની અદ્યતન પદ્ધતિઓ દાખલ કરવા માટે અને નવા ઉદ્યોગોને ઉત્તેજન આપવા માટે જલ દ્વારા મોટા પ્રમાણમાં વિદ્યુતશક્તિનો ઉપયોગ કરવામાં આવવાનો છે. નર્મદાનું વર્ણન આપતાં નર્મદા પંચાગમાં લખ્યું છે કેઃ નર્મદાનાં દક્ષિણ તટ ઉપર અમરકંટકથી વિમલેશ્વર સુધી નીચે પ્રમાણે અનેક સ્થળો આવેલ છેઃ (૧) મુંડામહારણ્ય, (૨) કબીરચૌતરા, (૩) કરમંડલ અથવા કરાગંગાસંગમતીર્થ, (૪) કરંજિયા, (૫) કનવાસંગમતીર્થ, (૬) તુડારસંગમતીર્થ, (૭) સિવનીસંગમતીર્થ, (૮) લૂટીટોલા, (૯) ચિકડારસંગમતીર્થ, (૧૦) બોંદરગ્રામ, (૧૧) કુકુરીમછ અને ગોમતીસંગમતીર્થ, (૧૨) કોતરાલસંગમતીર્થ, (૧૩) ડિંડોરીઘાટ, (૧૪) રામપુરીગ્રામ, (૧૫) ખરમેરસંગમતીર્થ, (૧૬) મંદાકિનીસંગમીર્થ, (૧૭) ચાબીગ્રામ, (૧૮) મહોગાંવ, (૧૯) બુડનેરસંગમ અને નમદગ્નિતીર્થ, (૨૦) રામનગરઘાટ, (૨૧) સીતારપટન, (૨૨) મધુપુરીઘાટ, (૨૩) બંજર અથવા વનજસંગમતીર્થ, (૨૪) સહસ્ત્રધારાતીર્થ, (૨૫) બુધેરાઘાટ, (૨૬) પદ્મીઘાટ, (૨૭) મેંઢાઘાટ, (૨૮) લુકેશ્વરતીર્થ, (૨૯) બખારીઘાટ, (૩૦) કહૈંયાઘાટ, (૩૧) બાજાસેનગ્રામ, (૩૨) બનસીગ્રામ (૩૩) ઘૂઘરીખરહટઘાટ, (૩૪) રેવાટેમરસંગમતીર્થ, (૩૫) ખિરહનીઘાટ, (૩૬) ગ્વાંરીઘાટ, (૩૭) ઘનસોરઘાટ, (૩૮) ત્રિશુલઘાટ, (૩૯) મૃગવનતીર્થ, (૪૦) વરાહતીર્થ, (૪૧) ત્રિશૂલભેદતીર્થ, (૪૨) લમેટીઘાટ અને પિપ્પલેશ્વરતીર્થ, (૪૩) ભેડાઘાટ, (૪૪) રામઘાટ અને રામકુંડતીર્થ, (૪૫) જલેરીઘાટ (૪૬) સિનિયરસંગમતીર્થ, (૪૭) બેલખેડીઘાટ, (૪૮) ઝલોનઘાટ, (૪૯) ભેંસાઘાટ, (૫૦) બ્રહ્મકુંડ અથવા દેવતીર્થ, (૫૧) બુધઘાટ, (૫૨) પિપરિયાઘાટ, (૫૩) ગરારૂઘાટ, (૫૪) હતિયાઘાટ, (૫૫) ધૂંઆધારઘાટ, (૫૬) સેંઢસંગમ (૫૭) છોટી બ્રહ્માણઘાટ, (૫૮) છોટી બ્રાહ્મણ, (૫૯) બડિયા (૬૦) સુખચેનસંગમ અને લિંગાઘાટ, (૬૧) કોઠિયાઘાટ, (૬૨) કકરાઘાટ, (૬૩) લેહરાસંગમ, (૬૪) ભટેરાઘાટ, (૬૫) શક્કરસંગમ, (૬૬) રોરાસંગમ, (૬૭) સોનાડહર, (૬૮) ઝિકોલીઘાટ, (૬૯) જમુનઘાટ, (૭૦) દૂધીસંગમ, (૭૧) ખેરિયાઘાટ, (૭૨) શાંડિલ્યેશ્વરતીર્થ, (૭૩) કુબ્જાસંગમ, (૭૪) બનખેડીઘાટ, (૭૫) રાયનસંગમ, (૭૬) પલકમતીસંગમ, (૭૭) મારૂસંગમ, (૭૮) સાંગાખેડાઘાટ, (૭૯) ધાનાઘાટ, (૮૦) ગૌઘાટ, (૮૧) બીકોરઘાટ, (૮૨)સૂર્યકુંડતીર્થ, (૮૩) વાનરભાલુતીર્થ (૮૪) હુશંગાબાદઘાટ, (૮૫) રંઢાલઘાટ, (૮૬) કેવલારીસંગમ, (૮૭) ગૌમુખાઘાટ, (૮૮) નાનપાઘાટ, (૮૯) કુલેરા અથવા કુંતિપુરઘાટ, (૯૦) આંવરીઘાટ, (૯૧) ઇંદનાસંગમ, (૯૨) બાવરીઘાટ, (૯૩) ભિલાડ્યાઘાટ, (૯૪) ગંજાલસંગમતીર્થ, (૯૫) ગંગેસરી, (૯૬) છીપાનેરઘાટ, (૯૭) જલોદાઘાટ, (૯૮) ગોયદઘાટ, (૯૯) બાકુલસંગમ, (૧૦૦) રિદ્ધનાથતીર્થ, (૧૦૧) ઉચાનઘાટ, (૧૦૨) જોગાકિલાઘાટ, (૧૦૩) અજનાલસંગમ. (૧૦૪) માચકસંગમ, (૧૦૫) પુણ્યઘાટ, (૧૦૬) બલકેશ્વરઘાટ, (૧૦૭) બલડી, (૧૦૮) છોટા તવાસંગમ, (૧૦૯) બલવાડાગ્રામ, (૧૧૦) પુનાસાગ્રામ, (૧૧૧) બાયફલ, (૧૧૨) સાતમાત્રા અથવા સપ્તમાતૃકાતીર્થ (૧૧૩) કાવેરીસંગમ, (૧૧૪) વારાહીસંગમ, (૧૧૫) ચંડવેગાસંગમ, (૧૧૬) એરંડીસંગમ, (૧૧૭) પિતૃતીર્થ તથા બ્રહ્મતીર્થ, (૧૧૮) ૐકારનાથતીર્થ, (૧૧૯) ખેડીઘાટ, (૧૨૦) ગૌમુખઘાટ, (૧૨૧) ધર્મશાલાઘાટ, (૧૨૨) ખડકસંગમ, (૧૨૩) મોરધ્વજતીર્થ, (૧૨૪) સાતપીપલીઘાટ, (૧૨૫) વેદાસંગમસ્થિત સારસ્વતતીર્થ અને મરકટીતીર્થ, (૧૨૬) માંડવ્યાશ્રમ, (૧૨૭) સ્વર્ણદીપતીર્થ, (૧૨૮) બલગાંવઘાટ, (૧૨૯) સહસ્ત્રધારા, (૧૩૦) સાટકસંગમ અને સાઠ લિંગીતીર્થ, (૧૩૧) બર્ખડસંગમ અને અગિયાર લિંગીતીર્થ, (૧૩૨) બ્રહ્માવર્તતીર્થ, (૧૩૩) ડબેસંગમ, (૧૩૪) લોહાર્યાઘાટ, (૧૩૫) નાહિલીસંગમ, (૧૩૬) મોહિપુરા સહસ્ત્રયજ્ઞાખ્યતીર્થ, (૧૩૭) દતવાડાઘાટ અને કપાલમોચનતીર્થ, (૧૩૮) છોટાવર્ધાઘાટ અને અગ્નિતીર્થ, (૧૩૯) સુસારસંગમ, (૧૪૦) સહસ્ત્રયજ્ઞતીર્થ, (૧૪૧) રાજઘાટ અને રોહિણીતીર્થ, (૧૪૨) મેઘનાદતીર્થ અને ભૌતિઘાટ, (૧૪૩) ગોયદ અથવા ગૌરવાર્તાસંગમ મનોરથતીર્થ, (૧૪૪) બીજાસેનતીર્થ, (૧૪૫) હરણફાલઘાટ, (૧૪૬) ખાર્યાચૌકીઘાટ, (૧૪૭) બહાદલનદીસંગમ, (૧૪૮) નકટાકી ચૌકી અને ઉદીસંગમ, (૧૪૯) ખાડાસંગમ, (૧૫૦) હાપેશ્વર અને હંસેશ્વરતીર્થ, (૧૫૧) ડહેરીસંગમ, (૧૫૨) સિંદૂરીસંગમ, (૧૫૩) શૂલપાણેશ્વરતીર્થ, (૧૫૪) રુદ્રકુંડ, (૧૫૫) ચક્રતીર્થ, (૧૫૬) મોક્ષગંગા, (૧૫૭) ઉલ્લૂકતીર્થ, (૧૫૮) પિપલ્લાદ આશ્રમ, (૧૫૯) શક્રતીર્થ, (૧૬૦) વ્યાસેશ્વર તથા વૈદ્યનાથ, (૧૬૧) આનંદેશ્વરતીર્થ, (૧૬૨) માત્રતીર્થ, (૧૬૩) નર્મદાતીર્થ, (૧૬૪) મુંડેશ્વરતીર્થ, (૧૬૫) અનાડવાહીસંગમ, (૧૬૬) ભીમેશ્વર, (૧૬૭) અર્જુનેશ્વર, (૧૬૮) ધર્મેશ્વર, (૧૬૯) લુકેશ્વર, (૧૭૦) ધનદેશ્વર, (૧૭૧) જટેશ્વરતીર્થ, (૧૭૨) મંગલેશ્વરતીર્થ, (૧૭૩) ગોપારેશ્વરતીર્થ, (૧૭૪) શંખચૂડેશ્વર, (૧૭૫) બદરીકેદારનાથતીર્થ, (૧૭૬) પારાશ્વરતીર્થ, (૧૭૭) ભીમેશ્વરતીર્થ, (૧૭૮) તેજોનાથ અથવા વૈદ્યનાથ, (૧૭૯) વાનરેશ્વર, (૧૮૦) બ્રહ્મેશ્વર અથવા કુંભેશ્વર, (૧૮૧) રામેશ્વરતીર્થ, (૧૮૨) હનુમંતેશ્વરતીર્થ, (૧૮૩) પૂતિકેશ્વરતીર્થ, (૧૮૪) નલેશ્વરતીર્થ, (૧૮૫) રુંડગ્રામ, (૧૮૬) શુક્રેશ્વરતીર્થ, (૧૮૭) માર્કંડેશ્વરતીર્થ, (૧૮૮) કોટિનાર અથવા કોટેશ્વર, (૧૮૯) મુકુટેશ્વરતીર્થ, (૧૯૦) સ્કંદેશ્વર, (૧૯૧) નર્મદેશ્વર, (૧૯૨) બ્રહ્મશીલા, (૧૯૩) વાલ્મીકેશ્વરતીર્થ, (૧૯૪) કોટીશ્વરતીર્થ, (૧૯૫) પંચમુખી હનુમાન, (૧૯૬) તારકેશ્વર, (૧૯૭) ઇંદ્રકેશ્વરતીર્થ, (૧૯૮) વાલ્મીકેશ્વર, (૧૯૯) દેવેશ્વરતીર્થ, (૨૦૦) શકતીર્થ, (૨૦૧) નાગેશ્વરતીર્થ, (૨૦૨) ગૌતમેશ્વર, અહિલ્યેશ્વર, રામેશ્વર અને મોક્ષતીર્થ, (૨૦૩) સિદ્ધેશ્વરતીર્થ, (૨૦૪) તાપેશ્વરતીર્થ, (૨૦૫) સિદ્ધેશ્વરતીર્થ, (૨૦૬) વારુણેશ્વરતીર્થ, (૨૦૭) પરાશરેશ્વર, (૨૦૮) કુસુમેશ્વર અથવા કુસુમાયુધેશ્વર, (૨૦૯) કલકલેશ્વર અથવા જબરેશ્વર, (૨૧૦) સંગમેશ્વર, (૨૧૧) અનર્કેશ્વર, (૨૧૨) નર્મદેશ્વર, (૨૧૩) સર્પેશ્વરતીર્થ, (૨૧૪) મોક્ષતીર્થ, (૨૧૫) ગોપેશ્વરતીર્થ, (૨૧૬) માર્કંડેશ્વર, (૨૧૭) ગુમાનદેવ, (૨૧૮) નાગતીર્થ અને સૌર અથવા સાબાંદિતીર્થ, (૨૧૯) સિદ્ધેશ્વરતીર્થ, (૨૨૦) માર્કંડેય, (૨૨૧) અંકલેશ્વર અથવા માંડવ્યેશ્વર, (૨૨૨) અક્રૂરેશ્વરતીર્થ, (૨૨૩) બલબલાકુંડ અથવા સૂર્યકુંડ, (૨૨૪) સિદ્ધરુદ્રેશ્વરતીર્થ, (૨૨૫) વૈદ્યનાથ, (૨૨૬) સૂર્યકુંડ, (૨૨૭) માતૃકાતીર્થ, (૨૨૮) ઉત્તરેશ્વર, (૨૨૯) નર્મદેશ્વર, (૨૩૦) માત્રતીર્થ, (૨૩૧) હંસેશ્વરતીર્થ, (૨૩૨) તિલાદેશ્વરતીર્થ, (૨૩૩) વાસવતીર્થ, (૨૩૪) કોટેશ્વર અથવા મસાનિયા કોટેશ્વર, (૨૩૫) અલિકાતીર્થ અને (૨૩૬) વિમલેશ્વરતીર્થ. નર્મદાના ઉત્તર તટ ઉપર સાગરસંગમથી અમરકંટક સુધીનાં નીચેનાં સ્થળો આવેલાં છેઃ (૧) રેવાસાગરસંગમતીર્થ, (૨) જમદગ્નિતીર્થ, (૩) રામતીર્થ, (૪) લુંઠેશ્વર અથવા લક્ષ્મણલોટેશ્વર, (૫) ભૂતનાથ, (૬) દૂધનાથ અને ભગવતી દેવી, (૭) નીલકંઠેશ્વર; સોમનાથ આમિયાનાથ અને ચંદ્રમૌલેશ્વર, (૮) સોમેશ્વર, (૯) કપિલેશ્વરતીર્થ અને એરંડીસંગમ, (૧૦) બૈજનાથ, (૧૧) કપાલેશ્વર, (૧૨) માર્કંડેશ્વર, (૧૩) આષાઢીશ્વર, શૃંગીશ્વર અને વલ્કલેશ્વર, (૧૪) કંથેશ્વરતીર્થ, (૧૫) ગણિતાતીર્થ, (૧૬) માર્કંડેશ્વર, (૧૭) મુન્યાલયતીર્થ, (૧૮) અપ્સરેશ્વર, (૧૯) ડિંડીશ્વર, (૨૦) સુંડીશ્વરતીર્થ, (૨૧) અમલેશ્વર, (૨૨) ભારભૂતેશ્વરતીર્થ, (૨૩) ઋણમોચનતીર્થ, (૨૪) સુવર્ણબિંદેશ્વર, (૨૫) દશકન્યાતીર્થ, (૨૬) ભૃગુક્ષેત્ર અથવા ભડોચ. આ ક્ષેત્રમાં નીચેનાં ૪૬ પ્રસિદ્ધ તીર્થો આવેલાં છેઃ ઢીંઢેરેશ્વરતીર્થ અથવા ક્ષેત્રપાલતીર્થ, કુરરીતીર્થ, બ્રહ્મતીર્થ, અથવા પિતામહાતીર્થ, કોટિતીર્થ, શિખિતીર્થ, દેવતીર્થ, મત્સ્યેશ્વરતીર્થ, માતૃતીર્થ, નર્મદેશ્વર, બાલખિલ્યેશ્વર, સાવિત્રીતિર્થ, ગોનાગોનીતીર્થ, અશ્વિનૌતીર્થ, દારુકેશ્વર, સરસ્વતીતીર્થ, શૂલેશ્વર અને શૂલેશ્વરી દેવી, ભૃગ્વેશ્વરતીર્થ, અટ્ટહાસેશ્વર, કંઠેશ્વર, ભાસ્કરતીર્થ, પ્રભાતીર્થ, હંસતીર્થ, દેવતીર્થ, ચૌલશ્રીપતિતીર્થ, મૂલશ્રીપતિતીર્થ, નારાયણતીર્થ, વિશ્વરૂપતીર્થ, દ્વાદશાદિત્યતીર્થ, ચંદ્રપ્રભાસતીર્થ, ઉત્તીર્ણવારાહતીર્થ, સોમેશ્વરતીર્થ, શાલિગ્રામતીર્થ, જ્વાલેશ્વરતીર્થ, કનખલતીર્થ, એરંડીતીર્થ, ધૂતપાપતીર્થ, કેદારતીર્થ, સૌભાગ્યસુંદરી, દશાશ્વમેઘતીર્થ, ગૌતમેશ્વરતીર્થ, ગંગાવાહ અથવા શંખોદ્ધારતીર્થ, મહારુદ્રસ્થાનમાં સેંધવા દેવી અને શાક્તકૃપ, અને પિંગલેશ્વર તથા ભૂતેશ્વર. (૨૭) ઘોડેશ્વર અને વૈદ્યનાથ, (૨૮) કપિલેશ્વરતીર્થ, (૨૯) ગોપેશ્વર તથા કોટેશ્વર, (૩૦) શુકલતીર્થ, અને તેની પાસે હુંકારેશ્વરતીર્થ, રવિતીર્થ આવેલ છે. (૩૧) ભાર્ગલેશ્વર, (૩૨) શ્વેતવારાહતીર્થ અને તેની પાસે અંકોલ અને લિંકેશ્વરતીર્થ છે. (૩૩) અંગારેશ્વરતીર્થ, (૩૪) અમાહક અથવા પિતૃતીર્થ, (૩૫) રુકિમણીતીર્થ અને તેની પાસે રામકેશવતીર્થ, શિવતીર્થ,જયવારાહતીર્થ અને ચક્રતીર્થ આવેલ છે. (૩૬) નંદાતીર્થ, (૩૭) સોમતીર્થ અને તેની પાસે શક્રતીર્થ, કર્કટેશ્વર, ઓજ અથવા અયોધ્યાપુરી આવેલ છે. (૩૮) કુબેરેશ્વરતીર્થ અને તેનાથી થોડે દૂર આશાપુરી દેવી, આદિવારાહતીર્થ, કોટીતીર્થ, બ્રહ્મપ્રસાદજતીર્થ, માર્કંડેશ્વરતીર્થ, ભૃગ્વીશ્વર, પિંગલેશ્વર અથવા અગ્નિતીર્થ, અયોનિજાતીર્થ, રવિતીર્થ અને ધૌરાદિત્ય આવેલાં છે. (૩૯) સાગરેશ્વરતીર્થ અને તેની પાસે કપર્દિકેશ્વર આવેલ છે. (૪૦) નર્મદેશ્વર અને નારેશ્વર, તેની પાસે કોહિનેશ્વર તીર્થ છે. (૪૧) ચંદ્રપ્રભાસ અથવા ચંદ્રેશ્વર તીર્થ, (૪૨) કંબુકેશ્વરતીર્થ અને તેની નજીક કપિલેશ્વરતીર્થ, ત્રિલોચનતીર્થ આવેલ છે. (૪૩) પાંડુતીર્થ, અંગારેશ્વર અને અયોનિજતીર્થ, (૪૪) કોટીશ્વરતીર્થ, તેની પાસે આંગિરસતીર્થ આવેલ છે. (૪૫) સીનોર અથવા સેનાપુર, તેમાં આઠ તીર્થ આવેલાં છેઃ ધૂતપાપેશ્વર, માર્કંડેશ્વર, નિષ્કલંક મહેશ્વર, કેદારતીર્થ, ભોગેશ્વર, ઉત્તરેશ્વર, ચક્રતીર્થ અને રોહીણેશ્વર, (૪૬) ધનદેશ્વર અથવા ભંડારેશ્વર, (૪૭) સૌભાગ્યસુંદરી માતા, નાગેશ્વર, ભરતેશ્વર અને કરંજેશ્વર, (૪૮) અંબિકેશ્વરતીર્થ, (૪૯) સુવર્ણશીલાતીર્થ અને તેની નજીક એરંડીસંગમ અથવા હત્યાહરણતીર્થ તથા અનસૂયા માતાજી આવેલ છે. (૫૦) મન્મથેશ્વર, (૫૧) જાનકેશ્વરતીર્થ, (૫૨) સંકર્ષણતીર્થ, તેની નજીક પ્રભાતીર્થ અથવા પ્રભાસેશ્વર શિવ અને વ્યાસેશ્વર આવેલ છે. (૫૩) કોટેશ્વરતીર્થ, (૫૪) બદરિકાશ્રમ અથવા નરનારાયણતીર્થ તથા તેની નજીક નંદિકેશ્વરતીર્થ આવેલ છે. (૫૫) કલ્હોડિકા અથવા ગંગનાથતીર્થ, (૫૬) યમહાસતીર્થ, અહીંથી એક ગાઉ દૂર ચાણોદમાં ૭ તીર્થ આવેલાં છેઃ ચંડિકાદેવી, ચંડાદિત્ય, ચક્રતીર્થ અથવા જલશાઈ નારાયણતીર્થ, કપિલતીર્થ, ઋણમોચનતીર્થ, પિંગલેશ્વરતીર્થ અને નંદાહૃત. (૫૭) સોમેશ્વર, તેનાથી થોડે છેટે કુબેરેશ્વર, પાવકેશ્વર આવેલ છે. (૫૮) વરુણેશ્વર, તેનાથી થોડે દૂર નક ગામમાં નંદિકેશ્વર, દધિસ્કંધ, મધુસ્કંધ, નારદેશ્વર, અશ્વપર્ણીસંગમ, ચંદ્રેશ્વર અથવા ગુપ્ત પ્રયાગ આવેલાં છે. (૫૯) માતૃતીર્થ, તેની નજીક ગૌતમેશ્વર અને તિલકેશ્વર આવેલ છે. (૬૦) મણિનાગેશ્વર, (૬૧) કપિલેશ્વરતીર્થ, તેનાથી થોડે દૂર રેંગણ ગામમાં કામેશ્વર અને રવીશ્વરતીર્થ આવેલ છે. (૬૨) કેદારેશ્વર, તેનાથી થોડે દૂર અક્તેશ્વર અથવા અગસ્તેશ્વર ગામમાં અગસ્તેશ્વર આવેલ છે. (૬૩) કુમારેશ્વરતીર્થ, તેની નજીક કરોટેશ્વર આવેલ છે. (૬૪) ભીમકુલ્યાસંગમ, (૬૫) આદિત્યેશ્વર, કંબલેશ્વર અને પુષ્કરણીતીર્થ, (૬૬) વિમલેશ્વરતીર્થ, (૬૭) કપિલતીર્થ, તેની નજીક પુષ્કરણીતીર્થ આવેલ છે. (૬૮) બાણગંગાસંગમ, (૬૯) હાપેશ્વર, હંસેશ્વર, હપ્યેશ્વર, (૭૦) હતનીસંગમ, (૭૧) ક્તખેડાઘાટ, (૭૨) હરણફાલ, (૭૩) ધર્મરાયતીર્થ, (૭૪) મેઘનાદતીર્થ, (૭૫) કોટેશ્વર અને કુંડેશ્વરતીર્થ, (૭૬) ચિખલદા અને પંચકુંડતીર્થ, તેની પાસે દેવમયતીર્થ અને દેવપથલિંગતીર્થ આવેલ છે. (૭૭) બગાડસંગમ, (૭૮) વાગીશ્વરતીર્થ, (૭૯) દીપ્તિકેશ્વરતીર્થ, તેની પાસે કાંકડિયાસંગમ વિષ્ણુતીર્થ આવેલ છે. (૮૦) બડાવર્ધાઘાટ અને વરાહેશ્વરતીર્થ, (૮૧) ઋદ્ધેશ્વર અને અદિતીશ્વરતીર્થ, (૮૨) માનસંગમ, (૮૩) શુક્લેશ્વર સૌરતીર્થ, (૮૪) હતનોર અને દારુકેશ્વરતીર્થ, (૮૫) કુબ્જાસંગમ અને બિલ્વામૃકતીર્થ, (૮૬) પગારાગ્રામ, (૮૭) કાલીબાવડીગ્રામ, (૮૮) માંડવગઢ અને નીલકંઠ શિવજી, (૮૯) લોહાર્યા ગ્રામ, (૯૦) સુંદરેલગ્રામ, (૯૧) ખળઘાટ અને કપિલતીર્થ, (૯૨) કારમ અને બૂટી, (૯૩) મહેશ્વર અથવા મહિષ્મતીતીર્થ, ત્યાં જ્વાલેશ્વર, ભર્તુહરિજીની ગુફા, સ્કંદેશ્વર, ગણેશજી, નરસિંહજી, પંઢરિનાથ, બાણેશ્વર, માતંગેશ્વર, અશોકવનિકાતીર્થ, સિદ્ધેશ્વરી દેવી, રાજરાજેશ્વર, કાશીવિશ્વેશ્વર, કાલેશ્વર અને જવાલેશ્વર વગેરે સ્થાનો આવેલાં છે. (૯૪) ગાદીસંગમ, (૯૫) મંડલેશ્વર અને મહાશમનેશ્વરતીર્થ, અહીં ગુપ્તેશ્વર આવેલ છે. (૯૬) નાનસંગમ, (૯૭) માલનસંગમ, (૯૮) પિપ્પલેશ્વરતીર્થ અને પિપ્પલાદ આશ્રમ, (૯૯) ખુલારસંગમ અને દારુકેશ્વરતીર્થ, (૧૦૦) વિમલેશ્વરતીર્થ, (૧૦૧) નાગેશ્વર, (૧૦૨) ખેડીઘાટ, (૧૦૩) ચરુસંગમેશ્વર અને ગંગનાથ, (૧૦૪) ગંગાનદીસંગમ અને કોટેશ્વરતીર્થ, (૧૦૫) અવતારતીર્થ, (૧૦૬) સેલાનીઘાટ, (૧૦૭) કુનાડસંગમ, (૧૦૮) સીતાવાટિકાતીર્થ અથવા સીતામાતાતીર્થ, (૧૦૯) ધાવડીકુંડ, (૧૧૦) ખાંડાસંગમ, (૧૧૧) લકડકોટ, (૧૧૨) કાલાદેવ, (૧૧૩) પામાખેડી, (૧૧૪) ધર્મપુરીતીર્થ, (૧૧૫) કીટીઘાટ, (૧૧૬) દાંતોનીસંગમ અને ફતેગડ, (૧૧૭) બાગદીસંગમ, (૧૧૮) નર્મદાનાભિમંડલ અને સિદ્ધનાથતીર્થ, (૧૧૯) જામનેરસંગમ અથવા જાંબુવતીસંગમ, (૧૨૦) ગોનીસંગમ, (૧૨૧) કકેડીસંગમ, (૧૨૨) છીપાનેરઘાટ અને સીપસંગમ, (૧૨૩) સીલકંઠ શિવજી, (૧૨૪) કોલારસંગમ અથવા કૌસલ્યાસંગમ, (૧૨૫) ટિમરનીસંગમ, (૧૨૬) મર્દાનાઘાટ, (૧૨૭) આંવરીઘાટ, (૧૨૮) તાલપુરાઘાટ, (૧૨૯) સાતતુમડીઘાટ, (૧૩૦) ભાગાનેરસંગમ અને પંચમુખી હનુમાન, (૧૩૧) તીંદરીસંગમ, (૧૩૨) મહુઘાટ, (૧૩૩) દુધનીઘાટ, (૧૩૪) ગદરિયાંસંગમ, (૧૩૫) વાનરાભાન અથવા વાનરભાલુતીર્થ, (૧૩૬) ચાંદનીસંગમ, (૧૩૭) ચિચલીઘાટ, (૧૩૮) મઢાવન, (૧૩૯) કુસુમેલીસંગમ, (૧૪૦) હતનોરાઘાટ, (૧૪૧) ખોડિયાઘાટ, (૧૪૨) મનકામનેશ્વર અને મહાકાલેશ્વર, (૧૪૩) કુસુમખેડાઘાટ, (૧૪૪) ભારકચતીર્થ અથવા ભૃગુકચ્છતીર્થ, (૧૪૫) ગોરાઘાટ, (૧૪૬) મોતલસિર ને નારદીગંગાસંગમ, (૧૪૭) બગલવાડાઘાટ અને વારુણાસંગમ, (૧૪૮) તેદોનીસંગમ અને આકાશદીપતીર્થ, (૧૪૯) મોઆર, (૧૫૦) માંગરોળ, (૧૫૧) બર્હા, (૧૫૨) કેતુધાનઘાટ અને ખાંડસંગમ, (૧૫૩) ઉડિયાઘાટ, (૧૫૪) બોરાસઘાટ, (૧૫૫) બાંસખેડાઘાટ, (૧૫૬) કેલકચઘાટ, (૧૫૭) અનઘોરાઘાટ અને જનકેશ્વરતીર્થ, (૧૫૮) શુક્લઘાટ અને શુક્લતીર્થ, (૧૫૯) રિછાવરઘાટ, (૧૬૦) સિનોરીસંગમ, (૧૬૧) કરોદીઘાટ, (૧૬૨) બેસથારીઘાટ અથવા વલિસ્થલીઘાટ, (૧૬૩) અંડિયાઘાટ, (૧૬૪) રામઘાટ, (૧૬૫) બ્રહ્માણીઘાટ અથવા બ્રહ્માણઘાટ, (૧૬૬) સગુનઘાટ, (૧૬૭) ધુઆંધારઘાટ, (૧૬૮) રામપુરાઘાટ, (૧૬૯) કેરપાણિઘાટ, (૧૭૦) પિઠેરાઘાટ, (૧૭૧) હરણીસંગમ, (૧૭૨) બ્રહ્મકુંડતીર્થ, (૧૭૩) ઝલોનઘાટ, (૧૭૪) સુનાચરઘાટ અને સહસ્ત્રાવર્તતીર્થ, (૧૭૫) સર્રાધાટ અને સૌગંધિકાવનતીર્થ, (૧૭૬) ગોરાગ્રામ અને બ્રહ્મોદતીર્થ, (૧૭૭) બેલાપઠારઘાટ, (૧૭૮) માલકચ્છઘાટ, (૧૭૯) જલેરીઘાટ, (૧૮૦) સિદ્ધાઘાટ, (૧૮૧) પિપરીયા રામઘાટ, (૧૮૨) ભેડાઘાટ અને ભૈરવક્ષેત્ર, (૧૮૨) ભેડાઘાટ અને ભૈરવક્ષેત્ર, (૧૮૩) બાણગંગાસંગમ, (૧૮૪) ગોપાલપુરઘાટ, (૧૮૫) લમેટાઘાટ, (૧૮૬) ત્રિશૂલભેદ અને ઝૂષ્ણીતીર્થ, (૧૮૭) રામનગરાઘાટ અને મુકુટક્ષેત્ર, (૧૮૮) તિલભાંડેશ્વરતીર્થ, (૧૮૯) ગ્વાંરીઘાટ, (૧૯૦) ગૌરસંગમ, (૧૯૧) નાંદિયાઘાટ, (૧૯૨) નંદિકેશ્વરતીર્થ, (૧૯૩) છોલિયાઘાટ, (૧૯૪) ઠાઠીઘાટ, (૧૯૫) બાઇલીસંગમ, (૧૯૬) પદ્મીઘાટ, (૧૯૭) મહોદરસંગમ, (૧૯૮) ચિરઈ ડોંગરીઘાટ, (૧૯૯) ફૂલસાગર, (૨૦૦) સહસ્ત્રધારાતીર્થ, (૨૦૧) મંડલા અથવા મંડલેશ્વરતીર્થ, (૨૦૨) રામનગરાઘાટ, (૨૦૩) લિંગાઘાટ, (૨૦૪) બિલડાગ્રામ અથવા અહીરગાંવ, (૨૦૫) દુપટ્ટા, (૨૦૬) ચકઢઈ, (૨૦૭) ખાપા, (૨૦૮) સિવની, (૨૦૯) સનગીસંગમ, (૨૧૦) સારંગપુર, (૨૧૧) પટપરા, (૨૧૨) કન્હૈયાસંગમ, (૨૧૩) ઘુસિયા, (૨૧૪) સાહપૂર, (૨૧૫) જોગાપુરમ ટિકડિયા, (૨૧૬) દેવરાઘાટ અને કટોરીસંગમ, (૨૧૭) લછમન મંડવાતીર્થ, (૨૧૮) કંકડિયા, (૨૧૯) કુલ્હારસંગમ, (૨૨૦) ટેઢીસંગમ, (૨૨૧) કાંચનપુર, (૨૨૨) દેવરીસંગમ, (૨૨૩) દમ્હેડી, (૨૨૪) ભીમકુંડીઘાટ, (૨૨૫) હરઈટોલા, (૨૨૬) દમગડ, (૨૨૭) કપિલધારા, અહીં કપિલગુફા, નીલગંગાસંગમ, ગાયત્રીસાવિત્રીસંગમ કોટીતીર્થ અથવા કપિલપિપ્પલાસંગમ આવેલ છે. (૨૨૮) દૈત્યસૂદન અને ચક્રતીર્થ, (૨૨૯) શિવક્ષેત્ર, (૨૩૦) કાકહૃદતીર્થ, (૨૩૧) જંબુકેશ્વરલિંગ, (૨૩૨) સારસ્વતતીર્થ, (૨૩૩) જ્વાલેશ્વર, (૨૩૪) અક્ષયવટ, (૨૩૫) માઈનો બગીચો, (૨૩૬) માર્કંડેયાશ્રમ, (૨૩૭) કર્ણમઠ અને (૨૩૮) અમરનાથ. નર્મદાનાં હજાર નામઃ નર્મદા, નાગકન્યા, નાગેશી, નાગવલ્લભા, નારાયણી, નિરાકારા, નિરાલંબા, નિરંજની, નિરીહા, નિર્વિકારા, નિત્યાનંદસ્વરૂપિણી, નિસ્પૃહા, નિત્યરૂપા, નિર્લોભા, નિશ્ચયાત્મિકા, નક્રેશી, નાગગમની, નાગકન્યા, નગેશ્વરી, નિર્દોષા, નિર્ઝરા, નીરા, નિત્યનંદિની, નિશ્ચયા, નિશ્ચલા, નીલા, નિર્લેપા, નિધનેશ્વરી, નલનીલવિલાસા, નારાયણપરાયણા, નાકગમની, નક્ષત્રા, નેત્રવર્ધિની, નિર્ભરા, નિર્મલા, નેત્રા, નિશ્શંકા, નિર્જરાત્મિકા, નીપપ્રિયા, નીપરતા, નિષ્કલંકા, ગણેશ્વરી, સર્વશત્રૂણાં નાશિની, નૂતના, નૂતનેશ્વરી, નિષંગધારિણી, નીવા, નિર્ભ્રમા, નખવર્ધિની, નદી, મંદાકિની, માનરૂપા, નરાર્તિહા, નરકાસુરનાશી, નરેશી, નરપાલિની, નરેંદ્રમાનિની, નિદ્રાનિગ્રહા, નિગ્રહેશ્વરી, નટિની, નાટિની, નાટ્યા, નિર્દઢા, નિર્દઢેશ્વરી, નિતંબિની, નિતંબી, નિર્ધના, ધનવર્ધિની, નિર્ધૂતા, નિર્દયા, દુષ્ટા, નિષ્ઠુરા, નૈક્કામગા, નભોરૂપા, નભેશી, નાગરી, નાગરાત્મિકા, નરનીતિપ્રિયા, નેમી, નિર્ભીકા, નિષ્કલેશ્વરી, નરેશપાલિની, નૌકા, નાગસ્થા, નાગપાર્શ્વિની, નાગેંદ્રમાનિની, નદ્યા, નદેશી, નર્મભાષિણી, પરમા, પરમેશી, પાકશાસનપોષિણી, પવિત્રા, પાવની, પદ્મા, પાદુકા, પદખેચરી, પોષિણી, પોષિકા, પોષા, પૂર્વિકા, પૂર્વમંબિકા, પંચમી, પંચિતપ્રેમા, પાંચાલી, પરમેશ્વરી, પક્ષધારા, પક્ષેશી, પક્ષિણી, પક્ષિરૂપધૃક, પક્ષિપાલનસંપ્રીતા, પક્ષિણી, પરમાત્મિકા, પંજરી, પિંજરી, પિંગા, પિંગલા, પિકવલ્લભા, પિકરૂપધરા, પિત્રા, પિકેશી, પિકભાષિણી, પ્રભાકારા, પ્રભારૂપા, પ્રગલ્ભા, પાકશાસિની, પશુપ્રીતા, પશુરતા, પુરંદરહિતૈષિણી, પુરુહૂતપ્રિયા, પદ્મમાલા વિભૂષણા, પાપસંત્રાસિની, પાપોત્પાટિની, પંકજેશ્વરી, પંકજાક્ષી, પરભૂતિ, પથિની, પથિરક્ષિણી, પથિપ્રિયા, પથિરતા, પરસંમોહકારિણી, પરેશી, પરહંત્રી, પરબ્રહ્મસ્વરૂપિણી, પરાચારરતા, પાપા, પદ્માક્ષી, પદ્મવલ્લભા, સર્વવિદ્યાનાં પાઠિની, પાપપાશવિનાશિની, પટુપ્રીતા, પાઠરતા, પંડિતા, બુદ્ધિવર્ધીની, પુંડરીકવિશાલાક્ષી, પુંડ્રધારણપુંડ્રિણી, પૂતના, પુત્રપાલી, પુરુષાર્થપ્રસાધિની, પદસ્થા, પાપદમની, પાદપંકજસેવિતા, ફલદા, ફલરૂપા, ફલેશી, ફલવર્ધિની, ફુંકારી, ફણિપાલી, ફણેશી, પન્નગેશ્વરી, ફૂત્કારી, ફેકી, ફલેશી, ફલપોષિણી, ફટાકારા, ફણાદર્શી, ફલ્ગુની, ફલસાધિની, ફાલ્ગુનપ્રીતા, ફલ્ગુ, ફલ્ગુફલાત્મિકા, ફલદાત્રી, નિઃસ્ફુલિંગા, સ્ફુર્લિંગિની, બાલિકા, બાલિકામાલા, બાલા, બુદ્ધિવિવર્ધિની, વરદા, વરરૂપા, વરમાતા, વરેશ્વરી, વગલા, વાગ્વિલાસી, વાચની, વચનપ્રિયા, વત્સલા, વત્સલેશી, વજ્રિણી, વજ્રધારિણી, બાલિકાવસ્થા, બાહુદંડવિલાસિની, બાહુની, બાહુવરદા, વર્તિની, વર્તુલા, બલા, વીથિની, વીધિકા, વીચિ, વિકટા, વિકટેશ્વરી, બ્રહ્મરૂપા, વિષ્ણુપ્રીતા, બ્રહ્મવિષ્ણુશિવાત્મિકા, વરાક્ષી, વામના, વામા, વામિકા, વરદાયિકા, બ્રાહ્મી, વરાહી, વરાક્ષી, વિકૃતાનના, વસિષ્ટા, વાદિની, વાક્યા, વાદ્યરૂપા, વરેશ્વરી, વષટ્કારા, વક્રેશી, બકદાલભ્યપાલિકા, વાગુરી, વિકસદ્વક્ત્રા, વક્ત્રિણી, વક્રકારિણી, વક્રરૂપા, વક્રધરા, વક્રેશી, વક્રભાષિણી, વ્યક્તા, અવ્યક્તા, બલદા, બલેશા, બ્રહ્મચારિણી, બદરાશ્રમસંસ્થા, બદરાશ્રમવાસિની, બદરીફલસંતુષ્ટા, બદરી, બદરીશ્વરી, બદરીફલસંદોહા, બદરીફલભાવિની, બદરીફલસંપૂજ્યા, બદરીફલતોષિતા, બદરીફલસંસ્નેહા, બદરીફલભાવિની, વરદા, વરદેશી, વસિષ્ઠાદ્યૈસ્સુપૂજિતા, વિશ્વામિત્રસદાપાલી, વિશ્વંભરી, વિચક્ષણી, વિશ્વંભરા, વિશ્વરૂપા, વિશ્વાત્મા, વિશ્વાપાલિની, વિશ્વેશી, વિશ્વહંત્રી, વિશ્વપોષિણી, વીરહા, નિરતા, વીરા, વિભીષણવરપ્રદા, વિશ્વામિત્રબૃહત્સ્નેહા, વિશ્વહા, વિશ્વરૂપિણી, ભવાની, ભૂતભવ્યા, ભવપાશવિમોચની, ભોગિની, ભોગકારી, ભોગદા, ભોગવર્ધિની, ભીષણા, ભીષણેશી, ભીમા, ભીમપરાક્રમા, ભિક્ષુકાપાલિની, ભૂતિ, ભૂધરા, ભૂધરાત્મજા, ભૂષણા, ભૂતપાલી, ભૂજેશી, ભોગદાયિની, ભૂતાત્મા, ભૂતસંરક્ષી, ભૂતિદા, ભૂતિભૂષણા, ભવદા, ભવહંત્રી, ભવશોકવિનાશિની, ભ્રામરી, ભ્રમપરાકારા, ભૂતભાવનભાવિની, ભારદ્વાજસદાપૂજ્યા, ભૂષિતા, ભૂષિતેશ્વરી, ભક્ષિણી, ભલ્લુકા, ભીષા, ભૈરવી, ભવનાશિની, ભાનુપૂજ્યા, ભાનુરતા, ભવાની, ભુવનેશ્વરી, ભૂતલા, ભૂતલેશી, ભૂતલી, ભૂતલાત્મિકા, ભોગિની, ભોગદાત્રી, ભોગદા, ભોગવર્ધિની, ભગાત્મિકા, ભગવતી ભગેશી, ભગપૂજિતા, ભાસ્કરી, ભાસ્કરપ્રીતા, ભાસ્વતી, ભાસકારિણી, ભાષણી, ભાષિણી, ભામા, ભજની, ભવરૂપધૃક, ભટ્ટિની, ભટ્ટસંપૂજ્યા, ભટ્ટાનાં બુદ્ધિવર્ધિની, ભૂપશ્રી, ભૂપસંરક્ષી, ભૂપાત્મા, ભૂપપાલિકા, ભૂપસાક્ષી, ભૂપરતા, ભૂમિપા, ભૂમિધારિણી, ભૂમિભોગરતા, માયા, ભૌમપૂજ્યા, સનાતની, ભૂમિદા, ભૂમિજનની, ભૂમિસ્થિતા, ભયાપહા, ભાવુકા, ભવનાશા, ભૂરિદા, ભૂમિપાલિકા, ભુવના, ભુવનેશા, ભુવનૈકસુપાલિકા, ભૂરિપૂજારતા, નિત્યા, ભૂરિદા, ભૂરિભોગિની, ભૂતનાથસદાપ્રીતા, ભૂતનાથસુપૂજિતા, ભૂતનાથસદાપાલી, ભૂતનાથપ્રહર્ષિણી, ભૈરવપ્રીતિમાપન્ના, ભૈરવાનંદવર્ધિની, ભિક્ષુપાલી, ભુક્ષુકેશી, ભિક્ષુદા, ભિક્ષુરક્ષિણી, ભેદકારી, ભેદેશી, ભીતિદા, ભીતિઘાતિની, ભીતિરક્ષાકરી, અંબા, ભીતિરૂપા, ભયાત્મિકા, ભસ્મચંદનસંયુક્તા, ભાલરક્ષા, ભાલિની, ભાલપ્રીતિકરી, ભલ્લા, ભલ્લાંતકવિદારિણી, મોહિની, મોહનેશા, મહિલા, મદનાસુરા, મહામાયા, મહાદેવી, મહામોહવિનાશિની, મહાયોગરતા, રેવા, મદિરા, મદિરેક્ષણા, મખરૂપા, મખેશી, મખગા, મખધારિણી, માનિની, માનદા, માન્યા, મોહરાત્રિ, મહેશ્વરી, માર્ગણી, માર્ગણપ્રીતા, માર્ગદા, માર્ગરક્ષિણી, મંત્રરૂપા, મંત્રકરી, મંચાલી, મંચલેશ્વરી, મોક્ષદા, મોહદાત્રી, મોક્ષહા, મોક્ષકારિણી, મત્સરા, મત્સરપ્રીતા, મત્સરાત્મા, મખાંતકૃત, માર્જની, માર્જનરતા, માર્જના, માર્જનેશ્વરી, મિહિકા, મેઢ્રિણી, મેહા, મેઢ્રા, મેઢ્રવિવર્ધની, મનોરૂપા, મનસ્થા, માનસી, મનમોહિની, મનસ્વિની, મનઃસ્થૈર્યા, માનૈકા, માનમાનિની, મનોરૂપા, માનભાવા, માનભાવવિદારિણી, મંત્રિણી, મંત્રમાયા, મંત્રાત્મા, મંત્રપાલિની, મંત્રહા, મંત્રસંપ્રીતા, માંત્રિકી, મંત્રકારિણી, મખકારી, મખેશ્વરી, મંથિની, મંથનાધીશા, મંથનેશસ્યપાલિકા, મદના, મદરૂપા, મદહા, મદભંજની, મેદુરા, મેદુરાક્ષી, મેદુરાત્મા, મદેશ્વરી, મારરૂપા, મારકારી, માર્તંડી, મારવર્ધિની, મારશાંતિકરી, માયા, માનસૈકા, મનસ્વિની, મંગલા, મંગલાકારા, મંગલાત્મા, મહાસુરી, મધ્યનીલંબમધ્યસ્થા, મધ્યમા, મધ્યરક્ષિણી, મહતી, મજ્જના, મોટા, મટકા, મરટાત્મિકા, મલહા, મલવિધ્વંસા, મલસંતોષકારિણી, જનની, જગદ્ધાત્રી, જાહ્નવી, જગદંબિકા, યોગમાયા, જગજ્જેત્રી, જનિત્રી, જનની, જરા, જઠરા, યોગસિદ્ધા, યોગાક્ષી, યોગવર્ધિની, યોગસંરક્ષિણી, યોગ્યા, યોગિનાં ગતિદાયિની, યોગસંરક્ષણપ્રીતા, જગત્ત્રયવિહારીણી, યોગરક્ષાકરી, યોગસંમોહકારિણી, યોગિની, યોગિસંસેવ્યા, યોગહા, યોગપાલિકા, જગદાત્મા, જગદ્રૂપા, જગંતી, જગતી, જગત, જઘના, જઘનેશી, યક્ષિણી, યક્ષપાલિકા, યક્ષસંમોહનિરતા, યક્ષાત્મા, યક્ષભેદિની, ત્ર્યક્ષરી, ત્ર્યક્ષરેશી, યક્ષદા, યક્ષકારિણી, યક્ષમાતા, યક્ષસંપ્રીતિવર્ધિની, જયકૃત, જયદાયિની, યમુના, યમુનાપાલી, યમશંકાનિર્વારિણી, યોગેશી, યોગમાયા, જઠરાત્મિકા, યંત્રરૂપા, યંત્રમયી, જનભક્તિવિવર્ધિની, જનેશી, જનસંરક્ષી, જાનકી, યુદ્ધનિયુદ્ધપ્રીતા, યુદ્ધભક્તિપ્રવર્ધિની, યોધનિ, યોધસંપ્રીતા, યુદ્ધકાર્યપ્રદર્શિની, યુદ્ધારિ, યુદ્ધમાતા, યુદ્ધાત્મા, યુદ્ધભાવિની, જગદ્રંજનકારી, જનતા, જનકાત્મિકા, યોગરૂપા, યોગધરા, યોગમાનિની, જયરૂપા, જયમયી, જયાત્મા, જયનેશ્વરી, જયહા, જયસંરક્ષી, જયસંમોહધારિણી, જીવંતી, યુવતી, જીવા, જીવની, જીવરક્ષિકા, જીપાલી, જીવભેદી, જીવહા, જીવપાલિકા, જીવેશી, જીવસંમોહા, જીવકૌતુકધારિણી, જીવના, જીવનારંભા, જીવની, જગદુહિની, રમણી, રંકિણી, રેણુકા, રણરક્ષિણી, રાજકર્મરતા, અનંતા, રક્ષણા, રક્ષણેશ્વરી, રક્ષિકા, રાક્ષસાભક્ષ્યા, રાક્ષસાદિવિમર્દિની, રોગહા, રોગકારી, રોગાત્મા, રોગનાશિની, રઘુરાજસદાપૂજ્યા, રઘુવંશવિવદિની, રામકાર્યકરી, રામા, રામરાજ્યપ્રતિષ્ઠિતા, રામણી, રાજ્ઞી, રાજ્યશ્રી, રાજ્યભંજિની, રક્ષિણી, રક્ષા, રક્ષેશી, રક્ષણાત્મિકા, રાજકી, રાજિકા, રાજ્યા, રાજ્યોગવિલાસિની, રથિની, રથસંપ્રીતા, રથાત્મા, રથકારિણી, રતિરૂપા, રૂપધારી, રૂપાત્મા, રૂપધારિણી, રૂપહા, રૂપસંભેદી, રૂપાક્ષી, રૂપસારિકા, રાકાપતિસદાભીતા, રાકાપતિવિભેદિની, રાકાપતિસદાલીના, રાકાપતિસુપૂજિતા, રાસભી, રાસભપ્રીતા, રાસભા, રાસમંડિની, રાજકેલીસમાકાંતા, રામરાજ્યપ્રતિષ્ઠિતા, રંજની, રંગરૂપા, રાહુધર્મકરી, રાહુશીર્ષચ્છિદા, રોહા, રાહુરૂપપ્રધર્ષિણી, રેવતી, રમ્યા, રોહિણી, રતિભોગિની, રતિપૂજ્યતમા, રતિમાનવિભેદિની, લોલાક્ષી, લક્ષણા, લક્ષ્મી, લોકપાલા, લકાવલી, લંકાપાલી, લંકેશી, લોકાલોકપ્રપુજિતા, લોલેક્ષણા, લોમપાલી, લોમેશી, લોકપાલિકા, લાક્ષા, લાક્ષારુણા, રક્ષા, લક્ષણા, લક્ષ્યગોચરી, લલિતાંગી, લોલરતિ, લીલા, બાલવિહારિણી, લાલસા, રુણલિપ્તાંગી, લાલિતા, લાલનેશ્વરી, લોકેશી, લોકપાલી, લોકાત્મા, લોકરક્ષિણી, લોકસ્થા, લોકસાક્ષી, લોકાલોકવિલાસિની, રોચની, રોચના, લોલા, લીલાલાસ્યવિહારિણી, લક્ષિતા, લક્ષ્યા, લક્ષગ્રહવિનાશિની, લજ્જામયી, લોકલજ્જા, લજ્જોત્પત્તિપ્રચારિણી, લોપામુદ્રા, લોમકી, લિપ્સા, ઉલ્લિપ્સિતા, લવણાબ્ધિતરી, લંકા, લંકપાલિકા, લોભદા, લોભહંત્રી, લોભમોહપ્રહારિણી, લોભશાંતિકરી, મંત્રા, લોમશાત્મિકા, લાલસાવર્ધિની, લાસ્યા, લક્ષિકા, લક્ષદાયિની, વંતિકાવરદપ્રોક્તા, વીર્યદા, વીર્યવર્ધિની, વિકલાવસ્થિની, વંદ્યા, વંદનપ્રિયવંદના, વાસિતા, વાસિતાગારા, વિફલા, વ્યોમધારિણી, સાવિત્રી, શારદા, સંધ્યા, શાંભવી, શાંકરી, શિવા, સુકેશી, શોભના, સૌમ્યા, સાત્ત્વિકી, સત્યધારિણી, સત્યા, સત્યાત્મિકા, શેષા, રાકા, શશિસ્વરાત્મિકા, શોકદા, શોકનાશી, શોકહા, શોકવર્ધિની, સગુણા, શોકહંત્રી, સાક્ષિણી, સૂક્ષ્મરૂપભાક, સ્વક્ષા, સ્વક્ષવિનિક્ષિપ્તા, શિંજના, શિજનાવતી, શાટિની, શાટશુભ્રા, શૌરેયી, શેખરેશ્વરી, સત્યહા, સત્યપાલી, શત્રુહા, શત્રુનાશિની, શત્રુસંમોહિની, શત્રૂણાં બુદ્ધિનાશિની, સુસ્થલા, સુસ્થલી, સ્વસ્થા, સુંદરી, સુંદરા, સુધના, શુદ્ધમાનસ્યા, સુધાર્ણવનિવાસિની, સુધાસાગરસંભૂતા, સુધાશી, શુદ્ધચંદ્રિકા, શૂન્યરૂપા, શૂન્યમયી, શૂન્યાશૂન્યનિવાસિની, સર્પભૂષા, સર્પધરી, સર્પેક્ષી, સર્પહારિણી, સ્વપ્નાવતી, સુષુપ્તિસ્થા, સર્વસ્થા, સર્વપાલિની, સર્વાંગી, સાધુશીલા, સુશીલા, સુલભાવતી, સફલા, શોભના, શોભા, સુભામા, શુભગા, શુભા, સોમોદ્ભવા, સોમસુતા, સોમાત્મા, સોમકન્યકા, સોમજા, સમતા, સોમા, સૌમ્યા, સૌમ્યવિહારિણી, સુરાજ્યસુરતા, સૂર્યા, સુરેશી, સુરતિ, સ્વરા, સુરાત્મજા, સુરસુતા, સુરથા, શૂરવર્ધિની, શૂલહા, શૂલભત, શૂલભિત, ત્રિશૂલધૃતા, અમ્બરા, શૂલજા, અશૂલજા, શૂલા, સુલોચના, શર્વરી, શર્વરપ્રીતા, શયના, શયનેશ્વરી, સહજા, સિંલ્હિકા, સિંહી, સિંહિકા, સિંહપાલિની, ખડ્ગિની, ખડ્ગિકા, ખડ્ગી, ખગેશી, ખગગામિની, ખલઘ્ની, ખલસંમોહા, ખલરૂપા, ખલપ્રિયા, ખલજા, સાધુશીલા, શબરી, શબરાત્મિકા, શંકરપ્રીતા, શંકરપ્રિયકારિકા, સૌંદરી, સોંધા, સુધાસિંધુનિવાસિની, સર્વદા, સર્વમાન્યા, સર્વાત્મા, સર્વભોગિની, સર્વરા, સર્વા, સર્વસ્થા, સર્વભૂષણી, સર્વારૂઢા, સુવાર્તા, સુવાર્તાવચનેશ્વરી, ધર્મસેતૂનાં સાક્ષિણી, સર્વકર્મણાં સાધિની, સુપ્તા, સુપ્તોત્થિતા, શ્યામા, શ્યામલા, સૌખ્યકારિણી, સૌખ્યદા, સૌખ્યપાલી, સૌખ્યઘ્ના, સૌખ્યભોગિણી, સુદતી, સુમુખી, સ્મેરા, સુવાસા, શરદંબિકા, સરિતા, સૌરા, સૌરેયી, સોમકારિણી, સુવચા, સુખદા, સ્વક્ષા, સ્વક્ષણી, સ્વક્ષણેશ્વરી, હાસિની, હર્ષિણી, હંસી, હંસગા, હંસધારિણી, હઠિની, હર્ષસંવર્ધિ, હરાહરવિહારિણી, હનૂમત્પ્રીતિમાપન્ના, હરિરૂપા, હરિપ્રિયા, હર્યક્ષી, હારિણી, હંત્રી, હેરંબા, હરવલ્લભા, હૃશિકેષિ, સદાસ્નેહા, હલાહલવિમર્દિની, હલહા, હલરૂપા, હરૈકા, હરતોષિણી, છદ્મિની, છેદનપ્રીતા, છંદેશી, છંદકારિણી, છલાત્મા, છલભૈદી, ક્ષુદ્રબુદ્ધિવિનાશિની, છત્રિણી, છત્રદા, છત્રા, સુચ્છત્રા, છત્રકારિણી, આદિરૂપા, આદિમાયા, આદ્યા, અંબરી, અક્ષનીરક્ષધારી, આદિશક્તિ, અજેશ્વરી, અજા, અજની, અજાત્મા, અજપોષિણી, અટ્ટહાસા, અટ્ટરૂપા, અગ્નિસ્થા, અગ્નિરૂપિણી, આવર્ત્યા, અર્બુદા, ઓજા, અશોકા, શોકહારિણી, આદિસ્થા, અંજની, અંજા, અજાનેયા, અંબિકા, અશિની, ઈશ્વરી, ઈશપાલી, ઈશાના, ઈશવાસિની, ઇડા, ઈશવિલાસા, ઈશસ્થા, ઈશપોષિણી, ઇતિદા, ઇતિહંત્રી, ઇતિભીતિવિમર્દિની, ઉમા, ઉમાપતિપ્રીતા, ઉમાપતિવિહારિણી, ઐશ્વર્યદાયિની, ઐશ્વર્યા, એકાત્મા, અનેકસંભવા, કલિકા, કામિની, કાંતા, કામભોગિની, કૌતુકી, કમલા, કાલી, કલ્યાણી, કમલેશ્વરી, કાશી, કાંચી, કાવેરી, કૈલાસી, કેશવી, કવિ, કામદા, કાંતિદા, કાંતિ, કાર્તિકી, કૃત્તિકા, ક્રિયા, કાર્તવીર્યવિલાસા, કાર્તવીર્યપ્રબોધિની, કુરુક્ષેત્રનિવાસા, કુરુકુલ્લા, કપાલિની, કુમારી, કુલજા, કપાલી, કેશપાલિની, કૌલિની, કંજધારી, કંજાક્ષી, કંજપાલિની, કંજપુષ્પસદાપ્રીતા, કંજમાલાવિહારિણી, કંજસ્થા, કંજિની, કાયા, કાયસ્થા, કાયસુંદરી, કામભોગસદાપ્રીતા, કામિકા, કામસુંદરી, કામકેલીરતોન્મત્તા, કામક્રીડાવિહારિણી, કામદાત્રી, કાર્યદા, કાર્યવર્ધિની, કોશા, કોશી, કૌશેયી, કુટિલા, કુટિલેશ્વરી, કુરૂપા, ક્રૂરગર્ભા, ક્રૂરક્રીડા, કામાખ્યા, કૌશિકપ્રીતા, કોશલા, કોશપાલિની, કુચસ્થાના, કુચક્રૂરા, કવચ્યા, કૌંચદારિણી, કુટ્ટિની, કુલજેશા, કૌશિકાગારવાસિની, કોપા, કોપવતી, કુંડા, કુંડલેશા, કુંડલી, કુભોજનરતા, કુંભા, કુંભિની, કુંભગામિની, કુધના, ક્રોધિની, ક્રુદ્ધા, કુશાવર્તનિવાસિની, કુમારી, ક્રૂરાક્ષી, ક્રૂરપાલિની, કુંજરી, કુંજરપ્રીતા, કુંજપાલી, કુજાતિંહા, કુજમાતા, કૌલીના, કુલીના, કુલભોજના, કામદા, કાલંજરનિવાસિની, કુસ્થલા, કુદત્કારી, કામવર્ધિની, ખલિની, ખલપાલી, ખલદા, ખલવર્ધિની, ખડ્ગહસ્તા, ખડ્ગેશી, ખર્પરી, ખર્પરપ્રિયા, ખટ્વાંગધારિણી, ખડ્ગા, ખગદા, ખગગામિની, ખેચરી, ખેચરા, ખેમા, ખજાનેયા, ખગેશ્વરી, ખટ્વાંગી, ખડ્ગધારી, ષણ્મુખી, ષણ્મુખપ્રિયા, ખરેશી, ખરભક્ષી, ખરદૂષણમર્દિની, ગૌરી, ગૌરાંગિની, ગિરિવરાત્મજા, ગિરીશતનયા, ગૌર્યા, ગીર્ધરી, ગીર્ધરેશ્વરી, ગીર્વાણી, ગિરિજા, ગીર્ષ્યા, ગીષ્પતિપ્રેમવર્ધિની, ગિરીશવલ્લભા, ગોત્રા, ગોત્રજા, ગોત્રપાલિની, ગોત્રેશા, ગોપના, ગોપી, ગોપાલી, ગોપવલ્લભા, ગૌતમી, ગારુડીગેયા, ગૌતમપ્રિયા, ગોદાવરી, ગંડક્યા, ગોકુલા, ગોકુલાંગજા, ગણેશી, ગણપાલી, ગણહા, ગણતોષિણી, ગણપૂજ્યા, ગણધ્વંસી, ગણમાન્યા, ગણેશ્વરી, ગણઘ્ની, ગણસંતુષ્ટા, ગારુડી, ગરુડપ્રિયા, ગ્રહેશી, ગ્રહમાન્યા, ગ્રહપૂજ્યા, ગ્રહેશ્વરી, ગ્રાહિણી, ગ્રહણા, ગેહા, ગ્રહેશા, ગ્રહવલ્લભા, ગોધા, ગોધામિની, ગોપા, ગોપાલી, ગિરિજેશ્વરી, ગગના, ગગનેશા, ગગની, ગગનેશ્વરી, ગંગા, ગવ્યા, ગાયત્રી, ગોધના, ગોધનેશ્વરી, ગૌણી, ગૌણત્મિકા, ગોત્રા, ગોત્રિણી, ગોત્રવર્ધિની, ગોત્રદા, ગોત્રપાલી, ગોત્રઘ્ના, ગોત્રવલ્લભા, ગોરજા, ગોસ્વરૂપા, ગોપાલી, ગિરિકન્યકા, ગોત્રજા, ગોત્રસંવૃદ્ધિ, ગોધનપ્રિયા, ગોલગર્ભનિવાસા, ગોલગર્ભવિમોચના, ગોલગર્ભમનસ્સ્નેહા, ગોલગર્ભવિમર્દિની, ગર્ભિણી, ગર્ભવાસિન્યા, ક્રૂરગર્ભનિવારિણી, ગર્ભરૂપા, ગર્ભમયી, ગર્વિણી, ગર્વમોચના, ગર્વહા, ગર્વહંત્રી, ગર્વઘ્ની, ગર્વપાલિની, ગર્વેશી, ગર્વયોગ્યા, ગર્વદા, ગર્વકારિણી, ગલગંડવિનાશા, ગલગંડવિભેદની, ગલગંડબહિસ્સ્થા, ગલગંડોપકારિણી, ગોક્ષણી, ગોજનિ, ગુર્વી, ગુર્વિણી, ગર્વમર્દિની, ગીતાજ્ઞાના, ગોલબ્ધિ, ગોલેપી, ગોત્રજા, ગ્રહા, ઘનેશી, ઘનપાલી, ઘનૌઘા, ઘનવર્ધિની, ઘોષપાલી, ઘોષેશી, ધોષહા, ધોષઘાતિની, ઘટસ્થા, ઘટરૂપા, ઘટેશી, ઘટના, ઘટા, ઘંટાનાદસદાપ્રીતા, ઘંટાનાદપ્રતોષિણી, ઘટિકા, ઘંટિકા, ઘંટા, ઘંટાનાદપ્રહર્ષિણી, ઘોટિની, ઘોટજા, ઘોટા, ઘોટકી, ઘોટકપ્રિયા, ઘનિની, ઘનરૂપા, ઘનકેશી, ઘનાર્તિહા, ઘનદા, ઘનસંમોહા, ઘનદ્યુતિ, ઘનપ્રિયા, ધર્મરૂપા, ઘર્મકરી, ઘર્મદા, ઘર્મહારિણી, ઘર્મેશી, ઘર્મસંમોહા, ઘનૌઘા, ઘનવર્ષિણી, ચંદ્રિકા, ચંદ્રવદના, ચર્ચિકા, ચંદનપ્રિયા, ચંડિકા, ચંડહંત્રી, ચંડી, ચંડપરાક્રમા, ચારુરૂપા, ચારુમયી, ચતુરા, ચતુરાનના, ચિત્રિણી, ચિત્રરૂપા, વિચિત્રા, ચિત્રવલ્લભા, ચખિની, ચખેશી, ચારુવક્ત્રા, અબ્જહાસિની, ચૂડામણિ, કરસ્થા, ચૂડામણિવિભૂષણા, ચાર્વંગી, ચારુસર્વાંગી, ચર્ચિની, ચર્ચનેશ્વરી, ચાપિની, ચાપહસ્તા, ચાપેશી, ચંપકદ્યુતિ, ચંપકપુષ્પસંપ્રીતા, ચંપકેશી, ચંપિકા, ચપલા, ચારુચાર્વંગી, ચામીકરમહાદ્યુતિ, ચામીકરસદાપ્રીતા, ચામીકરણવિભૂષણા, ચામીકરમહાપ્રેમા, ચંપકા, ચંપકપ્રિયા, ચમરી, ચામરી, ચૌરી, ચૌરાંગી, ચૌરવધિની, ચારુચંદ્રકલાયુક્તા, ચંડમુંડનિનાશિની, ચરેશી, ચરરૂપા, ચર્ચિની, ચર્ચનાચિંતા, ચારુચંદનલિપ્તાંગી, ચલત્કુંડલચિન્મૌલી, ચારુબાહુવિલાસિની, ચતુર્મુખા, ચતુર્વક્ત્રા, ચતુર્બાહુ, ચતુર્ભુજા, ચક્રધરા, ચક્રાંગી, ચક્રહા, ચક્રભેદિની, ચકોરી, સ્નેહા, ચંદ્રકાંતિ, સદાર્ચિતા, છત્રરૂપા, છત્રણી, છત્રપાલિની, છત્રેશી, છત્રિકા, છદ્મના, છદ્મનપ્રિયા, છાગપ્રિયા, છાગભક્ષા, શોકહા, શોકભેદિની, શોકદા, શોકહંત્રી, ક્ષેમંકરી, ક્ષરેશ્વરી, છલિની, છલરૂપા, છત્રહા, છત્રદાયિની, છટાકારા, છન્નમુખી, છદની, છદવલ્લભા, ક્ષણદા, ક્ષણરૂપા, ક્ષમદા, ક્ષામસુંદરી, ક્ષોભના, ક્ષોભિની, ક્ષોભા, ક્ષોભાત્મા, ક્ષોભકારિણી, છજિની, છાજિની, છજ્જા, છટિની, છટના, દ્યુતિ, ક્ષેપેશી, ક્ષેપણી, ક્ષેપા, ક્ષપાનાથસદાપ્રિયા, ક્ષરેશી, ક્ષરકારી, ક્ષપના, ક્ષપિની, ક્ષપા, જગન્માતા, જનયિત્રી, જરાજયા, જનશોકહરી, જન્યા, જનદા, જનરંજની, જયરૂપા, જર્જરા, જર્જરેશ્વરી, જઘના, જઘની, જંઘા, જઘાસુ, જંઘવર્ધિની, યંત્રિણી, યંત્રરૂપા, જગદા, યોગિની, યોગિનાં, બુદ્ધિદાયિની, જગજ્જયંતી, જેત્રા, જઠરા, જ્યેષ્ઠધાન્યા, જડેશી, જડબુદ્ધિદા, જાડ્યહા, જાડ્યધ્વંસી, જાડ્યસંભેદકારિણી, યજ્ઞરૂપા, યજ્ઞાંગી, યજ્ઞેશી, જારમાર્ગરતા, જારા, જર્જરી, જગન્માતૃકા, જયિની, જૃંભણી, જૃંભા, યદુનાથવિમોહિની, યાદવપ્રીતિમાપન્ના, યદ્વીશા, યાદવાત્મજા, યશોદા, યશઃપાલી, યશોહા, યશોવર્ધિની, યશઃક્ષેમશંકરી, યોષા, જગત્પાલિની, જલદા, જલસંવૃષ્ટિ, જલધારાપ્રહારિણી, જલેશી, જલશય્યા, જલસાગરવાસિની, જલસંક્ષોભણી, જ્યેષ્ઠા, જ્યેષ્ઠેશા, જ્યેષ્ઠપાલિની, જ્યેષ્ઠરૂપા, જ્યેષ્ઠમયી, જ્યેષ્ઠસંમોહકારિણી, ભૂર્ભૂરિણી, ભૂરિભૂષા, ભૂપેશા, ભૂપરૂપિણી, ભૂપપાલી, ભૂપેશી, ભૂપપ્રીતા, ભૂપપ્રિયા, ટંકિની, ટંકરૂપા, ટંકાત્મા, ટંકનેશ્વરી, ટોપા, ટોપાયની, ટેરા, ટૌરિકા, ટારટારિણી, ટાસન્જા, ટાટિની, ટૌરા, ટામરપ્રિયકારિકા, ટોરા, ટટ્ટાટ્ટહાસા, ઠમિનિ, ઠંભઠંભિની, ડંડિની, ડંડધારી, ડંડેશી, ડમરાત્મિકા, ડાકિની, ડામરી, દંડી, ડેરેકા, ડામરપ્રિયા, ઢક્કા, સંક્ષોભિની, ઢૌરા, ઢુંઢિરાજપસદાપ્રિયા, ઢુંઢિરાજપ્રહર્ષા, ઢુંઢિરાજપ્રપૂજિતા, નારાયણી, નરેંદ્રાણી, નરકાર્તિહા, નિશુંભશુંભમથિની, નરકાસુરઘાતિની, નિત્યાનંદા, નરેશાના, નિર્વિકારા, નિરંજની, નર્લોપા, નિર્લયા, નીલા, નારિકેલફલપ્રિયા, નાકિની, નાકશયના, નીરવાહા, નરપ્રિયા, નિર્ભાસા, નૂતનાનંદા, નંદિકેશપ્રપૂજિતા, નંદિકેશ્વરસંમોહા, નંદિકેશ્વરપૂજિની,નૌકાસંતારિણી, નીલા, નાસિકાગ્રસુગંધિની, નાગસંધારિણી, નગ્ના, નગેશી, નગરેશ્વરી,, નિઃશંકનિકટા, નારી, નવીના, નરપાલિની, નરવાહનશોભાઢ્યા, નખિની, નખધારિણી, તંત્રિણી, તંત્રવાદ્યા, તારિકા, તારિકોત્તમા, તારા, તંરગિણી, તીરા, તાટંકી, તટની, સ્થલી, તુલજા, તોતલા, તુર્યા, તુરીયા, તરુણી, ત્વરા, તારિણી, તામસી, તંત્રા, તંત્રિકા, તમહારિણી, તુંદરા, તુકરૂપા, તોષિણી, ત્રિગુણાત્મિકા, તંચિની, તુચ્છહંત્રી, નિર્ભૂરા, નિજકારિણી, તપિની, તાપિની, તાપી, તપેશી, તમમાનિની, તારુણ્યતમહંત્રી, તમોહા, તમભક્ષિણી, સ્તંભરૂપા, સ્થલિની, સ્થલધારિણી, સ્થલેશી, સ્થલહારી, થર્થરા, સ્થલભોગિની, સર્વશત્રુણાં દમની, દમયંતી, દયાર્ણવી, દુર્ગા, દુર્ગતિહારી, દુર્ગિણી, દુર્ગરૂપિણી, દુરંતા, દુષ્કૃતિર્દુરા, દુર્દરોદ્ધકેશ્વરી, દુર્વિનિતા, દૈત્યારિ, દાનવાનાં વિમર્દિની, દુઃખહા, દુર્ગરૂપા, દયિતા, દયા, દુર્ભિક્ષહારિણી, દીર્ધા, દીર્ઘહા, દીર્ધલોચની, દ્વિજરૂપા, દ્વિજપ્રીતા, દ્વિજેશી, દ્વિજપૂજિતા, દ્વિજત્મા, દ્વિજમાન્યા, દ્વિજવિદ્યાવિવધિંની, દ્વિરૂપા, દીર્ઘનયના, દીર્ઘવકૃતપ્રકાશિની, દીર્ઘહસ્તા, દીર્ઘદેહા, દીર્ઘહાસા, દહાસિતી, દુર્લભા, દુર્ભરા, દુર્વા, દુર્વાસોમુનિપૂજિતા, દંડિની, દંડરૂપા, હેમદંડસુધારિણી, દૂતી, દુઃસ્થાલિકા, દુર્દરાધરધારિણી, દાનદા, દાનપૂજ્યા, દાનમાનવિલાસીની, દાનમાનવિલાસીની, દ્યુમણિ, તિમિરારિ, દુઃસહા, દુઃસહેશ્વરી, ધામિની, ધામપૂજ્યા, ધૂમા, ધ્રમાક્ષહારિણી, ધ્વજિની, ધ્વજવાહી, ધ્વજાત્મા, ધ્વજધારિણી, ધનદા, ધનપૂજ્યા, ધનહા, ધનવઘિની, ધનેશપોષિણી, ધાન્યા, ધારિણી, ધનદેશ્વરી, ધરણીધરમાન્યા, ધરણીધરવલ્લભા, ધારાધરી, જલધરી, ધરેશા, ધરણીધરા, ધૂલિસંમોહિની, ધૌરા, ધર્ષણી, ધૂમસી, ધ્વજા.
|