7 |
|
पुं. |
( સંગીત ) જૂની અને નવી એમ બંને સંગીત પદ્ધતિનું જ્ઞાન હોય, જેને ગાયન, વાદન તથા નર્તન એ ત્રણેના ઘણા બારિક ભેદોનું પણ જ્ઞાન હોય, તેમ જ છંદ, પ્રબંધ વગેરે સરસ રીતે ગાવા ઉપરાંત શિક્ષક તરીકેની યોગ્યતામાં પૂર્ણ હોય તેવો માણસ; સંગીત કળામાં નિપુણ પુરુષ; કલાવંત.
|
18 |
|
पुं. |
સાહિત્યમાં શૃંગારનું આલંબન કે સાધક રૂપયાવનસંપન્ન પુરુષ; જેનું ચારિત્ર કોઈ કાવ્ય, નાયક આદિમાં મુખ્ય હોય તેવો પુરુષ. સાહિત્યદર્પણમાં લખ્યું છે કે, દાનશીલ, કૃતી, સુશ્રી, રૂપાવન, યુવક, કાર્યકુશળ, લોકરંજક, તેજસ્વી, પંડિત અને સુશીલ એવા પુરુષને નાયક કહે છે. નાયક ચાર પ્રકારના છેઃ ધીરોદાત્ત, ધીરોદ્ધત, ધીરલલિત અને ધીરપ્રશાંત. આત્મશ્લાઘા રહિત, ક્ષમાશીલ, ગંભીર, મહાબલશાળી, સ્થિર અને વિનયસંપન્ન નાયકને ધિરોદાત્ત કહે છે. જેમકે, રામ, યુધિષ્ઠિર, માયાવી, પ્રચંડ, અહંકાર અને આત્મશ્લાઘાયુક્ત નાયકને ધીરોદ્ધત કહે છે. જેમ કે, ભીમસેન. નિશ્ચિંત, મૃદુ અને નૃત્યગીતાદિપ્રિય નાયકને ધીરલલિત કહે છે. ત્યાગી અને કૃતી નાયકને ધીરપ્રશાંત કહે છે. આ ચારે પ્રકારના નાયકોના ફરીથી અનુકૂલ, દક્ષિણ, ધૃષ્ટ અને શઠ એ ચાર ભેદ કહેલા છે. શૃંગારરસમાં પહેલા નાયકના ત્રણ ભેદ કહ્યા છેઃ પતિ, ઉપપતિ અને વૈશિક એટલે વેશ્યાનુરક્ત. પતિ ચાર પ્રકારના કહ્યા છેઃ પતિ ચાર પ્રકારના કહ્યા છેઃ અનુકૂલ, દક્ષિણ, ધૃષ્ટ અને શઠ. એક વિવાહિતા સ્ત્રી ઉપર અનુરક્ત પતિને અનુકૂલ, અનેક સ્ત્રીઓ ઉપર સમાન પ્રીતિ રાખનારને દક્ષિણ, સ્ત્રી પ્રત્યે અપરાધી બની વારંવાર અપમાનિત હોવા છતાં પણ નિર્લજ્જતાપૂર્વક વિનય કરનારને ધૃષ્ટ અને બળપૂર્વક અપરાધ છુપાવવામાં ચતુર પતિને શઠ કહે છે. ઉપપતિના બે પ્રકાર છેઃ વચનચતુર અને ક્રિયાચતુર. ધર્માનુસાર નાયકના ત્રણ ભેદ છેઃ પતિ, ઉપપતિ અને વૈશિક. અવસ્થાનુસાર બે ભેદ છેઃ માની અને પ્રોષિત. પ્રકૃત્યાનુસાર ત્રણ ભેદ છેઃ ઉત્તમ, મધ્યમ અને અધમ.
|