1 |
[ સં. પટૃમ ] |
पुं. |
આગગાડીનો સલેપાટ.
|
2 |
|
पुं. |
એડી.
|
3 |
|
पुं. |
કમાડ.
|
4 |
|
पुं. |
કાપડનું આખું થાન; તાકો; લાંબો ને લાંબો કપડાનો મોટો કટકો.
|
5 |
|
पुं. |
ખટારો.
|
6 |
|
पुं. |
ઘંટીનું પડ.
|
7 |
|
पुं. |
ઘાણી ઉપર ઘાંચીને બેસવાની જગ્યા.
|
8 |
|
पुं. |
ઘાણીમાં બળદને જોડવાનું આડું લાકડું.
|
9 |
|
पुं. |
ચંબુ.
|
10 |
|
पुं. |
ચોપાટ.
|
11 |
|
पुं. |
જમીનનો લાંબો પટ; એક પને લંબાઈમાં આવેલી જમીન.
|
12 |
|
पुं. |
પગ દઈને ચાલવા માટે માન ખાતર વાટમાં પાથરવામાં આવતું કપડું.
|
13 |
|
पुं. |
પટસનના રેસા.
|
14 |
[ સં. ] |
पुं. |
પહોળાઈ; પનો; પટ.
|
15 |
|
पुं. |
( જૂ. ગુ. ) પાટલો.
|
16 |
|
पुं. |
પાઠ; સોંપેલું કામ.
|
17 |
|
पुं. |
પાણીનો કાંસ; નહેર; નાળું; ગરનાળું; પાણી જવા આવવાનો રસ્તો.
|
18 |
|
पुं. |
બહુ માણસ બેસી શકે એવી છાપરા વગરની ઉઘાડી ગાડી.
|
19 |
|
पुं. |
બહુ લાંબા થાનમાંનું એકાદ ગડીનું પટ.
|
20 |
|
पुं. |
બળદનો એ નામનો એક રોગ. તેમાં રૂવાંમાંથી લોહી વહે છે.
|
21 |
|
पुं. |
બાજઠ; પરણનાર વરકન્યાને બેસવાનો બાજોઠ; મોટો પાટલો.
રૂઢિપ્રયોગ
પાટ બેસાડવું=પ્રભુને નિજમંદિરમાં વિધિસર પ્રથમ પધરાવવાની ક્રિયા કરવી.
|
22 |
|
पुं. |
બેથી વધારે નંગનો સામટો વણાટ.
|
23 |
|
पुं. |
ભાગ.
|
24 |
|
पुं. |
મૃદંગના ચાર માંહેનો એક વર્ણ.
|
25 |
[ સં. પાટ ( વિસ્તાર ) ] |
पुं. |
મોટું તામ્રપત્ર.
|
26 |
|
पुं. |
રેશમ.
|
27 |
|
पुं. |
રેશમનો કોશેટો.
|
28 |
|
पुं. |
લાંબો લંબચોરસ કટકો; સપાટ મોટો કટકો; લાટો.
|
29 |
|
पुं. |
વાડીનો પટ.
|
30 |
|
पुं. ; न. |
સિંહાસન; રાજ્યાસન; રાજગાદી; ગાદી.
|
31 |
|
स्त्री. |
અઘરણીવાળી સ્ત્રીને પહેરવાનું સોળ હાથ મલમલનું કપડું; ધણને પહેરવાનો ફાળ.
|
32 |
|
स्त्री. |
અમુક માપનાં અમુક સંખ્યા જેટલાં કપડાં તૈયાર થાય એટલાં પટનું કપડું. જેમકે, ઘાઘરાપાટ.
|
33 |
|
स्त्री. |
આડી પીઢડી.
|
34 |
|
स्त्री. |
આરસનો ઓપેલો, સુંવાળો, લાંબો અને અમુક માપમાં પહોળો પથ્થર. તે લિથોમાં વપરાય છે.
|
35 |
|
स्त्री. |
ઊંડા પાણીની જગ્યા; પાણી ભરેલો મોટો ખાડો; પાણીનો ઊંડાણવાળો ભાગ.
રૂઢિપ્રયોગ
પાટમાં પડવું = ઘોળ્યું કરવું; જતું કરવું.
|
36 |
|
स्त्री. |
એ નામની વડોદરા તરફ રમાતી એક રમત.
|
37 |
|
स्त्री. |
ઓળાઓળ કપડાના ફાળ; પથરણા તરીકે જમીન ઉપર પાથરવાના લાંબા પટ; જેટલા કટકા જોડીને ચાદર ઈત્યાદિ બનાવેલ હોય તે દરેક કટકો; ફાળ.
|
38 |
|
स्त्री. |
ખાટલા જેવું પણ ઉપર પાટિયાં જડીને બનાવેલું બેસવાનું મોટું ચોકઠું.
રૂઢિપ્રયોગ
૧. પાટ માંડવી = મોટા પંથમાં અમુક સ્ત્રીપુરુષોએ સંભોગ માટે ભેગા થવું.
૨. પાટે બેસવા જવું = લગ્ન અથવા મૂઆની નાત જમતી હોય તે જોવાને ત્યાં માંડેલી પાટ ઉપર બેસવા જવું.
૩. પાટે બેસવું= (૧) છેટે બેસવું; સ્ત્રીને અટકાવ આવવો; ઋતુમાં આવવું. (૨) જૈનના સાધુ થવું. (૩) જ્ઞાતિભોજન વખતે દેખરેખ માટે બેસવું. (૪) રાજગાદી ઉપર બેસવું; સિંહાસને બેસવું; ઉચ્ચાસને બેસવું; રાજાએ ગાદીએ બેસવું. (૫) સભ્ય થઈ ઊંચા મોભા કે અધિકાર ઉપર બેસવું; મૌન ધારણ કરી આડંબરથી બેસવું; મોવડી થવું; મોટા ભા થવું.
|
39 |
|
स्त्री. |
ખાવું તે. સોનીની પારસીમાં ખાવાને પાટ કહે છે.
|
40 |
[ સં. પઠ્ ( ભણવું ) ] |
स्त्री. |
ઘડિયા બોલી જવા તે.
|
41 |
|
स्त्री. |
ચિચોડાનો ઉપરનો ભાગ.
|
42 |
|
स्त्री. |
જમણવાર વખતે જમણ કરનારને માન આપવા આવેલા નાતીલા અને બીજા ગૃહસ્થોને માટે કરવામાં આવતી બેઠક.
|
43 |
|
स्त्री. |
જાડા પોતનું કપડું. જેમકે, માદરપાટ.
|
44 |
|
स्त्री. |
ઢોરને પાણી પાવાની નાની તલાવડી.
|
45 |
|
स्त्री. |
તાવ; એક કાગળ.
|
46 |
|
स्त्री. |
ધોબીનું લૂગડાં ધોવાનું પાટિયું કે છીપરૂં.
|
47 |
|
स्त्री. |
નાતરૂં; પુર્નલગ્ન.
|
48 |
|
स्त्री. |
નામ બનાવનાર એક પ્રત્યય. જેમકે, રખડપાટ; રાજપાટ; ખારોપાટ.
|
49 |
|
स्त्री. |
પહોળો તથા લાંબો પથ્થર; પહોળું લંબૂરિયું; પથ્થરની શિલા.
|
50 |
|
स्त्री. |
પાટિયાનું સુશોભિત આસન; ઘણાં માણસ બેસી શકે એવી પાટિયાની ઊંચી બેઠક; ચોતરો.
|
51 |
|
स्त्री. |
પાણી ભરવાનું સાધન.
|
52 |
|
स्त्री. |
મોટી પહોળી પાટલી; બાંક; બાંકડો.
|
53 |
|
स्त्री. |
મોટી સપાટ ગાડી.
|
54 |
|
स्त्री. |
લગડી; સોનારૂપાની લગડી.
|
55 |
|
स्त्री. |
વામમાર્ગી લોકોની એક ધર્મક્રિયા. તેમાં રામદેવ પીરની પૂજા કરવામાં આવે છે. એક પાટલા ઉપર કપડું પાથરી તેના ઉપર ચોખા અથવા ઘઉં પાથરી વચ્ચે મોટો ઘીનો દીવો સળગાવી ક્રિયા કરવામાં આવે છે.
|
56 |
|
स्त्री. |
વિભાગ.
|
57 |
|
स्त्री. |
શરીરના સાથળનો ભાગ.
|
58 |
|
स्त्री. |
હિંડોળો; હિંડોળાપાટ.
|
59 |
|
न. |
ગાડાનાં પૈડાં.
|
60 |
|
न. |
ચાસ.
|
61 |
|
न. |
તારામંડળ.
|
62 |
|
न. |
પાટું; લાત.
|
63 |
|
न. |
પાંદડું.
|
64 |
|
न. |
પીઠ.
|
65 |
|
न. |
રસોડું.
|
66 |
|
न. |
( સંગીત ) વાદ્યના બોલ; પરનના શબ્દો; જે હાથથી વાદ્યમાં વગાડવામાં આવે છે તે અક્ષરોનો ઉચ્ચાર; ધુમકિટ ધીરકિટ ધિબાંગ વગેરે તબલાના એક પખવાજના અક્ષરો ઉસ્તાદી ગાયનમાં કોઈ કોઈ વખતે ગવૈયાઓ ગાય છે તે.
|
67 |
|
न. |
શણ; ગનિ; ગુણપાટ; `જ્યૂટ.
|
68 |
|
न. |
શણની જાતનો એક છોડ.
|
69 |
|
वि. |
ચીરનાર; ફાડનાર.
|