| 22 |
|
न. |
નાગરવેલ; નાગરવલ્લી; પાનવેલ; તાંબૂલ. આ લતા હિંદની સરહદનો ભાગ તથા પંજાબને છોડીને બાકીના આખા હિંદમાં તથા સિંહલદ્વીપ, જાવા, સિયામ વગેરે ઉષ્ણ જલવાયુવાળા પ્રદેશમાં પુષ્કળ થાય છે. ખપત અને જલવાયુની અનુકૂળતા અનુસાર ન્યૂનાધિક માત્રામાં તેની ખેતી કરવામાં આવે છે. તેની ખેતીમાં મહાન પરિશ્રમ પડે છે. આ વેલ અત્યંત કોમળ હોવાને કારણે અધિક શરદી કે ગરમી સહન કરી શકતી નથી. તેની ખેતી તળાવ કે ઝીલ આદિના કિનારે ઊંચી ઢાળવાળી જમીન બનાવી કરવામાં આવે છે. તડકા અને હવાના જોસથી બચાવવા વાસ આદિના મંડપ બનાવવામાં આવે છે અને તેની ચોતરફ ટટ્ટી બાંધવામાં આવે છે. મંડપની અંદરના ભાગમાં વેલા ચડાવવામાં આવે છે. આ મંડપને પાનનો બંગલો, બરેવ કે બરૌજા કહેવામાં આવે છે. ઓરિસ્સામાં તેનાં બહુ સુંદર પાન નીકળતા હોવાથી ત્યાં પાનની ખેતી અધિક લાભદાયક મનાય છે. પાનની અનેક જાતિ છેઃ બંગલા, મગહી, સાંચી, કપૂરી, મહોબી, અછુવા, કલકતિહા. ગયાનાં મગહી પાન સૌથી સારાં મનાય છે. તેની નસો બહુ પાતળી અને સુંવાળી હોય છે. તેનું બીડું મોઢામાં મૂકતાં જ ગળી જાય છે. તેના પછી બંગલા પાનનો નંબર આવે છે. મહોબી પાન કઠણ પણ મીઠું હોય છે અને તે સારા પાનમાં ગણાય છે. કલકતિહા કડક હોય છે. કપૂરી પાન લાંબાં હોય છે અને તેમાંથી કપૂર જેવી સુગંધ આવે છે. ભારતમાં નાગરવેલના પાનનો વપરાશ ઘણો જ વધારે છે. કાથો, ચૂનો ચોપડી, સોપારી વગેરે મસાલો નાખી તેનું બીડું ખાઈને મન પ્રસન્ન કરવામાં આવે છે, તેમ જ તેવાં બીડાંથી મહેમાનનો સત્કાર કરવામાં આવે છે. દેવતાઓ તથા પિતૃઓના પૂજનમાં નાગરવેલનું પાન વપરાય છે. તેનો રસ અનેક રોગમાં ઔષધના અનુપાન તરીકે અપાય છે. આ વેલનું મૂળિયું કે જેને કુલંજન કે કુલીંજન કહે છે, તે પણ દવા તરીકે વપરાય છે. વૈદ્યકમાં નાગરવેલના પાનને ઉત્તેજક, દુર્ગંધનો નાશ કરનાર, તીક્ષ્ણ, ઉષ્ણ, કટુ, તિક્ત, કષાય, કફનાશક, વાયુ હરનાર, શ્રમ હરનાર, શાંતિજનક, અંગોને સુંદર બનાવનાર, તથા દાંત, જીભ વગેરેનું શોધક માનેલ છે. વેદો, સૂત્રગ્રંથો, વાલ્મીકિ રામાયણ તથા મહાભારતમાં પાનનું નામ ક્યાંય આવતું નથી. પરંતુ પુરાણોમાં અને વૈદ્યક ગ્રંથોમાં તેનો ઉલ્લેખ બહુ મળે છે. વિદેશી મુસાફરોએ ભારતવાસીઓની પાન ખાવાની આદત જણાવેલી છે. અત્યંત પ્રાચીન ગ્રંથોમાં તેનું નામ પણ નહિ હોવાથી એવું જણાય છે કે પાન ખાવાનો વહેવાર પ્રથમ પૂર્વ તથા દક્ષિણમાં જ હતો. વૈદિક પૂજનમાં પાન નથી, પણ આજકાલ પ્રચલિત તાંત્રિક પદ્ધતિમાં પાનનું કામ પડે છે.
ઉપયોગ
પાન પદારથ પદમણી પ્રેમળ ને પોશાક, પાંચ પપ્પાવાલા પુરુષને તેથી આડો આંક. – લોકોક્તિ
|
| 31 |
|
न. |
શાક તરીકે વપરાતાં પત્ર. તેમાં નીચેની વસ્તુઓનો સમાવેશ થાય છેઃ મૂળાનાં પાન, અજમાનાં પાન, કુવાડિયાનાં પાન, ખડસલિયાનાં પાન, ગળજીભીનાં પાન, પરવળનાં પાન, ગળોનાં પાન, વટાણાનાં પાન, સરસવનાં પાન.
રૂઢિપ્રયોગ
પીપળ પાન ખરંત, હસતી કુંપળિયાં = બીજા ઉપર આફત આવતાં જુવાનિયાએ હસવું.
|