| 1 |
[ સં. ] |
पुं. |
આંખની કીકી.
|
| 2 |
|
पुं. |
ઈશ્વર. શરીરરૂપી નગરમાં અંતર્યામી તરીકે તે વસે છે. પુરુષ શબ્દની વ્યુત્પત્તિ જુદા જુદા સંસ્કૃત વિદ્વાનોના મત પ્રમાણે નીચે મુજબ છે; પૂર્ણમનેન સર્વમ્ ઇતિ; પુર્યાં શેતે ઇતિ; પુરિ દેહ સીદતિ ઇતિ; પુરાણિ શરીરાણિ સરતિ પ્રાપ્નોતિ ઈતિ; અસૂ ધાતુના અક્ષરોને ઉલટાવીન પુરા શબ્દની સાથે જોડી પુરા એટલે પહેલેથી જ આસીત્ છે એવું પદચ્છેદ માનીને એ પુરુષ શબ્દ સિદ્ધ થયો છે.
ઉપયોગ
તેને સર્વ પુરુષોમાં જોઉ છું તેથી હું વળી, સમજું સર્વ પુરુષો બાપ ભાઈ સુતો સમ. – ગાધીગીતા
|
| 3 |
|
पुं. |
( પુરાણ ) ઉત્તાનપાદ વંશના ચક્ષુર્મનુને નડૂલાથી થયેલા પુત્રોમાંનો એ નામનો મોટો પુત્ર.
|
| 4 |
|
पुं. |
( પિંગળ ) એ નામનો એક વિષમવૃત્ત વર્ણમેળ છંદ. આ છંદ સંકોર્ણ વર્ગનો છે. તેના પહેલા પાદમાં નગણ, મગણ, યગણ અને લઘુ મળી ૧૦ વર્ણષ બીજા પાદમાં બે તગણ, રગણ અને લઘુ મળી ૧૦ વર્ણ, ત્રીજા પાદમાં નગણ, રગણ, નગણ અને ગુરુ મળી ૧૦ વર્ણ તથા ચોથા પાદમાં મગણ, યગણ, જગણ અને ગુરુ મળી ૧૦ વર્ણ હોય છે.
|
| 5 |
|
पुं. |
( પિંગળ ) એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે ગાહિની કુંડલિની છંદનો એક ભેદ છે. તેમાં ૧૫ ગુરુ અને ૧૨૮ લઘુ મળી ૧૪૩ વર્ણની ૧૫૮ માત્ર હોય છે.
|
| 6 |
|
पुं. |
કામગાર.
|
| 7 |
|
पुं. |
( જૈન ) કિંપુરુષ જાતિના વ્યંતર દેવનો એ નામનો એક પ્રકાર. કિંપુરુષ નામના વ્યંતરના દશ પ્રકાર છે: પુરુષ, સત્પુરુષ, મહાપુરુષ, યુરુષવૃષભ, પુરુષોત્તમ, અતિપુરુષ, મરુદેવ, મરુત, મેરુપ્રભ અને યશસ્વાત.
|
| 8 |
|
पुं. |
( પુરાણ ) ક્રૌચ દ્વીપ માંહેના એક જાતના લોક. તેઓ જળદેવને પૂજે છે.
|
| 9 |
|
पुं. |
ગૂગળ.
|
| 10 |
|
पुं. |
ઘોડાની ઊભા રહેવાની એક સ્થિતિ. તેમાં તે આગલા બે પગ ઊંચા કરી પાછલા પગોના બળથી ઊભો રહે છે.
|
| 11 |
|
पुं. |
( શિલ્પ ) ચોરાશી આંગળનું માપ.
|
| 12 |
|
पुं. |
( તાંત્રિક ) છવ્વીશ માંહેનું એ નામનું બારમું તત્ત્વ.
|
| 13 |
|
पुं. |
જીવ; ક્ષેત્રજ્ઞ; આત્મા. પૂર્ણ હોવાથી અથવા શરીરરૂપી પુર એટલે શહેરમાં શયન કરનાર હોવાથી જીવનું નામ પુરુષ છે. કર્મેંદ્રિય, જ્ઞાનંદ્રિય, અંત;કરણ, પ્રાણ, ભૂત્ત, કાળ, કર્મ અને અવિધા એ આઠને પુર કહે છે અને એ પુરમાં નિવાસ કરનારને પુરુષ કહે છે .ગીતામાં જેને ક્ષેત્રજ્ઞ અથવા આત્મા કહ્યો છે. તે જ આ જોનાર, જાણનાર અથવા ઉપભોગ કરનાર, તેને પુરુષ અથવા જ્ઞ કહે છે. પંચદશી સારસંગ્રહમાં કહેલું છે કે: વિકાર રહિત, સંગ રહિત, ચેતનસ્વરૂપ ને શરીર, ઈંદ્રિયાદિના અધિષ્ઠાનરૂપ જે બ્રહ્મ તે બુદ્ધિથી પારમાથિંક સંબંધ નહિ પામીને બુદ્ધિમાં એકપણાની ભ્રાંતિથી રહેનારો જીવ થાય છે. તેને પુરુષ શબ્દથી કહેલો છે. આ પુરુષ અર્થાત્ આત્મા અવસ્થાના સંબંધથી રહિત છે એવું શબ્દપ્રમાણ સાંખ્યદર્શનમાં છે. સાંખ્ય મતે જે કોઈથી ઉત્પન્ન થયેલો ન હોય, તેમ કોઈને ઉત્પન્ન ન કરતો હોય તે આત્મા પુરુષ કહેવાય છે. આનંદશંકર બાપુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે: કાલ એ પરમાત્માની શકિત છે, એની કલા છે. પરમાત્મા આપણા અંતરમાં પુરુષરૂપે દેખાય છે અને બાહ્ય વિશ્વમાં કાલરૂપે પ્રકટ થાય છે. પુરુષ એટલે જ્ઞાન અને કાલ એ એક જ સતરૂપી પરમાત્માનાં બે સ્વરૂપો છે. કાલ એ સતનું અભિવ્યંજન કરે છે અને તેથી પરમાત્મા એ સતનો અભિવ્યંજક કહેવાય છે. ઇતિહાસ એ કાલસ્વરૂપ ભગવાનની લીલા છે. કાલની વિશાલતા અને અપરિહાર્યતા એ વૈરાગ્યની ભાવનાઓ ઉત્પન્ન કરે છે.
|
| 14 |
|
पुं. |
જેના સંબંધથી પ્રકૃતિ સ્વત: જ ગતિ પામે છે; પરમ પુરુષ. પુરુષના બે ભેદ છે: (૧) જીવ અને (૨) ઈશ્વર. એકોडહં બહુસ્યામનો સંકલ્પ કરનાર બ્રહ્મે સંકલ્પ સિદ્ધિ અર્થેં પોતાનું વિભાગીકરણ કર્યું. એક વિભાગ પુરુષ, બીજો વિભાગ પ્રકૃતિ. તેમાં પ્રકૃતિને વશ થઈને જે સંસારને પામ્યા કરે છે તે જીવ કહેવાય છે અને જે પ્રકૃતિને વશ રાખી જગતની સૃષ્ટિ વગેરે કરે છે તે ઈશ્વર કહેવાય છે. સાંખ્યદર્શનમાં કહ્યું છે કે: પુરુષ બે પ્રકારના છે.: એક તો અનાદિ કર્મના સંબંધને લીધે ભિન્ન ભિન્ન શરીર દ્વારા જીવન ભોગવે છે તેથી જીવ એવી સંજ્ઞા ધારણ કરે છે. જીવાત્મા એક નહિ પણ અસંખ્ય છે. બીજો ઈશ્વર છે ને તે એક છે. ઈશ્વર પ્રકૃતિના સર્વ સરૂપ અને વિરૂપ પરિણામને પોતાના સાંનિધ્યથી સતત ગતિમાન રાખે છે. ઈશ્વર અતીંદ્રિય હોવાથી પ્રત્યક્ષાદિ પ્રમાણો તેમાં અશિદ્ધ છે. સાંખ્ય મત પ્રમાણે પ્રકૃતિ અને પુરુષમાં પુરુષ ઉપાદેય છે અને પ્રકૃતિ હેય છે. પુરુષ સર્વવ્યાપી છે અને પ્રકૃતિને પોતાની શકિતથી પ્રાણિત કરે છે. આ સિદ્ધાંત સમજાવી ઉપનિષદમાં સૂર્યને ચંદ્રનું દષ્ટાંત આપતાં કહ્યું છે કે, સૂર્ય પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ તમામ દિશાઓની તમામ ચીજને જેમ પ્રકાશિત કરે છે, સૌને જેમ પ્રાણદાન કરે છે અને સૌને જેમ વ્યાપી રહે છે. તેમ ઊગતો આત્મા સમસ્ત પ્રકૃતિને પ્રકાશિત કરે છે. પ્રકૃતિમાં ( પરિણામ પરંપરા )પામવાની પ્રાણશકિત રેડે છે અને સમસ્ત પ્રકૃતિ જ અણુઅણુમાં વ્યાપી રહે છે. ગીતારહસ્યમાં કહ્યું છે કે: પુરુષ અને પ્રકૃતિનો સંયોગ થયો એટલે તેની ટંકશાળ શરૂ થાય છે અને વસંત ઋતુમાં જેમ ઝાડને પલ્લવ ફૂટે છે અને પછી ક્રમે ક્રમે પાન ફૂલ આવે છે, તે પ્રમાણે આ સંયોગ થતાં પ્રકૃતિની મૂળની સામ્યાવસ્થા તૂટે છે અને તેનો ગુણનો વિસ્તાર શરૂ થાય છે એમ સાંખ્યોનું કહેવું છે. કઠોપનિષદમાં કહ્યું છે કે: પ્રકૃતિથી પુરુષ સૂક્ષ્મ છે. કાર્યકારણની પરંપરાની સૂક્ષ્મતાની અવધિ પ્રકૃતિમાં છે, પણ પ્રકૃતિ કરતાં પણ પુરુષ સૂક્ષ્મતર છે. અહીં પુરષ શબ્દથી પ્રથમ જીવાત્મા અને જીવાત્મા કરતાં પણ અંતસ્થ પરમાત્માને જાણવો. આથી પુરુષ સૂક્ષ્મતાની અવધિ છે. ભગવતી ભાગવતમાં કહ્યું છે કે: આત્માનાં બે રૂપ છે. તેમાં દક્ષિણ અર્ધભાગ તે પુરુષ અને વામ અર્ધભાગ તે પ્રકૃતિ.
ઉપયોગ
ભગવદ્ગીતાનો તેરમો અધ્યાય સમજાવતાં પ્રકૃતિ અને પુરુષના સંબંધ પરત્વે નીચેનો ચતુર્વિધ પ્રકાર કહ્યો: (૧) ચાર્વોકો પુરુષને નિષેધ કરે છે. (૨) તાર્કિકો પુરુષને ગૌણ ગણે છે. (૩) સાંખ્યો પુરુષ અને પ્રકૃતિ બંનેના દ્રંદ્રને સમાન ગણે છે. (૪) વેદાંત પ્રકૃતિને ગૌણ ગણે છે. – રતિલાલ મોહનલાલ
|
| 15 |
|
पुं. |
તલનો છોડ.
|
| 16 |
|
पुं. |
દેહ; શરીર.
ઉપયોગ
ગર્ગગોત્રી સૌર્ચાયણીએ ભગવાન પિપ્પલાદને પૂછયું કે, સૂવાને વખતે આ પુરષ અર્થાત્ શરીરમાં ઈંદ્રિયો અને પ્રાણ એ બેમાંથી કોણ સૂવે છે ? – પ્રશ્ર્નોપનિષદ
|
| 17 |
|
पुं. |
ધણી; સ્વામી; વર; પતિ.
|
| 18 |
|
पुं. |
( વેદાંત ) ધર્માદિ ચાર પુરુષાર્થને સંપાદન કરવાને જે યોગ્ય હોય તે.
|
| 19 |
|
पुं. |
નરજાતિનો માણસ; મનુષ્ય; આદમી; જણ; મરદ; માટીડો; જેના શરીરમાં પ્રજા ઉત્પન્ન કરવાનું બીજ હોય તે; નર. પુરુષની ચાર જાત છે: (૧) શશ, (૨) મૃગ, (૩) વૃષ અને (૪) અશ્વ. વળી પુરુષના બીજા પાંચ પ્રકાર કહ્યા છે: (૧) હંસ, (૨) ભદ્ર, (૩) માલવ્ય, (૪) રુચક અને (૫) શશક. તેમનાં લક્ષણ ઉચ્છાયમાં અને આયામમાં સરખાં જાણવા. પોતાના આંગળના માપથી હંસનું ૧૦૮ આંગળ, ભદ્રનું ૧૦૬ આંગળ, માલવ્યનું ૧૦૪ આંગળ, રુચકનું ૧૦૦ આંગળ અને શશકનું ૯૦ આંગળ માપ થાય . બાર આંગળની લંબાઈને તાલ કહે છે. પગની ઘૂંટી સુધીની ઊંચાઈ તાલનો ચોથો ભાગ એટલે ત્રણ આંગળ કહી છે. ઘૂંટીથી ઘૂંટણ સુધીનો ભાગ એટલે જાંઘ બે તાલ એટલે ૨૪ આંગળ અને ઘૂંટણ ૩ આંગળ કહેલ છે. જંઘા જેવોડો સાથળ એટલે ૨૪ આંગળ. લિંગથી નાભિ એક તાલ એટલે ૧૨ આંગળ, તેટલું જ નાભિથી હદય એટલે ૧૨ આંગળ, કપાળના ઉપર માથું તાલના છઠ્ઠા ભાગનું એટલે બે આંગળ કહ્યું છે. વચમાં લિંગ સમજવું. આ રીતે લંબાઈ કહેવાય છે. કર એક તાલ એટલે ૧૨ આંગળ કહેવાય છે. બાહુ ૧૭ આંગળ, પ્રબાહુ તેવડો જ, છાતીનો અરધો ભાગ ૮ આંગળ. આયામથી આ માપ કહ્યું છે. આને અનુસારે બાકીનાઓનું કાઢી શકાય. સર્વે આયામ એટલે લંબાઈ અને પરિણાહ એટલે ઘેરાવામાં સરખા હોય છે.
રૂઢિપ્રયોગ
૧. પુરુષપૂર = પુરુષની ઊંચાઈ જેટલું; માથોડું.
૨. પુરુષપ્રયત્ન ને ઈશ્વરકૃપા= પુરુષાર્થ અને ઈશ્વરકૃપા હોય તો સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
૩. પુરુષના નસીબ આડું પાંદડું = ભાગ્ય કોઈ કળી શકતું નથી.
૪. પુરુષના નસીબ પ્રગણે = દેશાંતર કરવાથી કેટલીક વખત ભાગ્યોદય થાય છે.
૫. પુરુષમાં ન રહેવું = નામર્દ થઈ જવું.
૬. પુરુષમાં ન હોવું = પ્રજનનશકિત વિનાના હોવું.
|
| 20 |
|
पुं. |
( સાંખ્ય ) પચીશ માંહેનું પ્રધાન તત્ત્વ.
|
| 21 |
|
पुं. |
( વેદ ) પરબ્રહ્મ; પરમાત્મા; ચૈતન્યાત્મક પુરુષ. કઠોપનિષદમાં કહ્યું છે કે: આ આત્મારૂપી પરમાત્મા હદયની અંદર રહે છે. તે અંગુષ્ઠ માત્ર છે. સર્વવ્યાપી છતાં મુખ્યત્વે હૃદયમાં રહેતો હોઈને અને હદય અંગૂઠા જેવડું હોઈને આત્માને અહીં અંગૂઠા જેવડો કહ્યો છે. એ પુરુષ ભૂતભવ્યનો ઈશ્વર છે.અંગૂઠા જેવડો છે, છતાં એની સત્તા પિંડબ્રહ્માંડ સમસ્ત સ્થાવર જંગમ જગત ઉપર છે. જે આ રીતે આત્માને ભૂતભવ્ય જગતનો સ્વામી, શાસ્તા, નિયંતા, ઈશ્વર તરીકે જાણે છે. તેનો કોઈ તિરસ્કાર કરતું નથી, કેમકે આત્મદર્શનમાં દ્વેષનું અવસાન છે એ પુરુષ છે. પ્રશ્ર્નોપનિષદમાં કહ્યું છે કે: આ દુનિયામાં જેમ વહેતી એવી આ ગંગા જમના વગેરે નદીઓ સમુદ્રાભિમુખી થઈને સમુદ્રને પ્રાપ્ત કરતાં જાતે અસ્ત થઈ જાય છે, એટલે કે પોતાનાં ગંગા જમના વગેરે નામને અને વાંકાચૂકા રૂપને ત્યજી દે છે અને સમુદ્રમય થઈ જાય છે, તેમ જ આ પુરુષની આ સોળે કળા જો પુરુષ તરફ વળેલી હોય તો લાંબે ગાળે પણ પુરુષને પામીને અર્થાંત્ પરમાત્માને પામીને અસ્ત થઈ જાય છે. એટલે કે તેનાં પણ નામ રૂપ ટળી જાય છે. તે વખતે તે ફક્ત પુરુષ એમ જ કહેવાય છે. તાત્પર્ય કે, જે પુરુષ અર્થાત્ જીવના જીવનની તમામ શકિતઓ પરમાત્મપરાયણ થઈ જાય છે તેના જીવનની સરિતા પણ લાંબે ગાળે પરમાત્મરૂપી મહાસાગર અર્થાંત્ સચ્ચિદાનંદ મહાસાગરમાં લીન થઈ જાય છે ને તેવો જીવન્મુક્ત પુરુષ વિદેહમુક્ત થાય છે, તેવો આ પુરુષ અકલ છે, અમૃત છે.
ઉપયોગ
અંગુષ્ઠ માત્ર પુરુષ રહે છે મધ્ય હૃદયે; ઈશ છે તે ત્રિકાલોનો તેની ઘૃણા કરે નહિ. – કઠોપનિષદ
|
| 22 |
|
पुं. |
પારો.
|
| 23 |
|
पुं. |
પુન્નાગ વૃક્ષ.
|
| 24 |
|
पुं. |
પૂર્વજ.
|
| 25 |
|
पुं. |
( પુરાણ ) બ્રહ્મા.
|
| 26 |
|
पुं. |
( જ્યોતિષ ) મંગળ વગેરે ગ્રહ.
|
| 27 |
|
पुं. |
માણસની ઊંચાઈ; માથોડું.
|
| 28 |
|
पुं. |
મિત્ર.
|
| 29 |
|
पुं. |
( જ્યોતિષ ) મેષ, મિથુન વગેરે વિષમ રાશિ; પહેલી, ત્રીજી, પાંચમી, સાતમી, નવમી અને અગિયારમી રાશિ.
|
| 30 |
|
पुं. |
( પુરાણ ) રાક્ષસ.
|
| 31 |
|
पुं. |
વંશમાંનો એકાદો માણસ.
|
| 32 |
|
पुं. |
વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. માયા અને અવિદ્યામાં વ્યાપ્ત થઈ ને વ્યકિતમાન અને સાકાર દેખાતા પુરુષ પોતે જ છે. પિંડ અને બ્રહ્માંડરૂપ સ્થૂળ દેહોરૂપે દેખાતા, પુરુષ અને પ્રકૃતિના વિવેકમાં પુરુષત્વ રૂપે, વ્યકિતભાવમાં નવ દ્વારવાળા પુરમાં એટલે સ્થૂળ શરીરમાં સ્વેચ્છાથી પુરાઈ રહેનારા દર્પણના પ્રતિબિંબની પેઠે માયા અને અવિદ્યામાં નિરાકારના સાકાર પ્રતિબિંબરૂપે એટલે જીવ અને ઈશ્વરરૂપે પિંડબ્રહ્માંડમાં પોતે જ પ્રતીત થાય છે. વળી પ્રકૃતિ અને પુરુષના વિવેકમાં તેમ જ સ્ત્રીપુરુષના વિવેકમાં પોતે જ પુરુષરૂપે છે. વળી પુરુષ એટલે નવ દ્વારવાળી પુરીઓમાં શયન કરી રહેનારા છે. વીર પુરુષ પોતે જ છે, તેમ જ જડ અને ચેતનમાં આત્મારૂપે પોતે જ છે, તથા સ્વેચ્છાથી સમષ્ટિગત અને વ્યષ્ટિગત પુરીમાં જીવરૂપે પુરાઈ રહેનારા પુરુષ પણ પોતે જ છે. ત્રણે લિંગમાં પુરુષલિંગ પણ પોતે જ હોવાથી શ્રી વિષ્ણુ પુરુષ કહેવાય છે. વળી પુર એટલે શરીર અને તેમાં જે શયન કરે છે તે પુરુષ કહેવાય છે. વળી તે મહાત્મા પૂર્વોક્ત ભાવોથી યુક્ત નવ દ્વારવાળા પવિત્ર પુરમાં વ્યાપ્ત છે, શયન કરે છે.
|
| 33 |
|
पुं. |
વેદમાં વપરાયેલું રુદ્રનું એક નામ.
|
| 34 |
|
पुं. |
શિવ.
|
| 35 |
|
पुं. |
( વ્યાકરણ ) સર્વનામનો એક પ્રકાર; બોલનાર, સાંભળનાર અને તે સિવાયની વ્યકિત એ ત્રણ માંહેની એક. તેથી બોલનારની, સાંભળનારની કે બીજા કોઈની વાત થાય છે તે ખબર પડે છે.
|
| 36 |
|
पुं. |
સામવેદનો એક દેવતા.
|
| 37 |
|
पुं. |
સૂર્ય; સૂર્યના એકસો આઠ માંહેનું એક નામ; અધિક માસમાં તપતા સૂર્યનું નામ.
|
| 38 |
|
पुं. |
સૃષ્ટિ.
|
| 39 |
|
पुं. |
સેવક.
|
| 40 |
|
न. |
છન્નું આંગળનું માપ.
|
| 41 |
|
न. |
તરબાવરડી.
|
| 42 |
|
न. |
મેરુ પર્વત.
|