स्त्री.
[ સં. ]
પુષ્કરાવતી; પુરુષપુર; પેશાવર; ગાંધાર દેશની પ્રાચીન રાજધાની. વિષ્ણુપુરાણમાં લખ્યું છે કે: ભરતના પુત્ર પુષ્કલે આ નગરી વસાવી હતી. સિકંદરની ચડાઈ વખતે આ નગરી હતી, કેમકે એરિયન વગેરે યૂનાની લેખકોએ પેકુકેલે, પ્યુકોલૈતિસ વગેરે નામોથી આ નગરીનો ઉલ્લેખ ક્રયો છે. એરિયને લખ્યું છે કે: આ નગરી બહુ મોટી અને સિંધુથી થોડે દૂર હતી. ઈસ્વી સનના સાતમાં સૈકામાં આવેલા ચીની મુસાફર હ્યુયેનસાંગે પણ આ શહેરમાં હિંદુ દેવમંદિરો તથા બૌદ્ધ સ્તૂપો હોવાનું જણાવ્યું છે. પેશાવરથી નવ ગાઉ ઉત્તરે સ્વાત અને કાબૂલ નદીનો સંગમ થાય છે ત્યાં હસ્તનગર નામનું ગામ છે તે પ્રાચીન પુષ્કલાવતી હોવાનું મનાય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.