14 |
|
पुं. |
( પુરાણ ) દ્વાપરયુગમાં થયેલો સૂર્યવંશનો પાંચમો રાજા; અંગનો પૌત્ર અને વેનનો પુત્ર. તેના નામ ઉપરથી પૃથ્વીનું નામ પડયું છે. વિષ્ણુપુરાણમાં જણાવ્યું છે કે, જ્યાપે વેન રાજાએ પૂજા તથા યજ્ઞની મનાઈ કરી ત્યારે ઋષિઓએ તેને મારી નાખ્યો. તેને કાંઈ સંતાન ન હતું. જ્યારે રાજા વગર અંધેર તથા લૂંટફાટ ચાલી રહ્યાં, ત્યારે તેઓએ મરી ગયેલા રાજાનો જમણો હાથ ઘસ્યો અને તેમાંથી અગ્નિના જેવો દેદીપ્યમાન પૃથુ રાજા ઉત્પન્ન થયો. તેને તરત જ રાજા જાહેર કરવામાં આવ્યો. તેની પ્રજા જે દુકાળથી પીડાતી હતી તેણે ખાવા લાયક ફળ, છોડ કે જે પૃથ્વીએ તેમને આપવાં બંધ કર્યા હતાં તે માટે વિનતી કરી. રાજાએ ગુસ્સે થઈ ને પૃથ્વીને તે માટે ફરજ પાડવા પોતાનું ધનુષ્ય ઉપાડયું. પૃથ્વી ગાયનું રૂપ લઈ નાઠી અને રાજા પાછળ પડયો. આખરે તે શરણે આવી, પોતાને બચાવવા માગણી કરી અને પોતે દૂધ છૂટું પાડવાને શક્તિમાન થાય તે માટે જો પોતાને વાછડું આપવામાં આવે તો જરૂરિયાવાળાં ફળ, છોડ વગેરે આપવાનું વચન આપ્યું. તે ઉપરથી પૃથુએ સ્વાયંભુવ મનુને વાછડો બનાવ્યો, પૃથ્વીને દોહી દૂધ પોતાના જ હાથમાં ઝીલ્યું. તેમાંથી પોતાની પ્રજાના નિભાવ માટે બધી જાતના અનાજ, શાકભાજી, ફળ વગેરે ઉત્પન્ન થયાં. પૃથુના આ દાખલાનું અનુકરણ કરી પંદર ઋષિઓએ બૃહસ્પતિને વાછડો બનાવી વેદમય પવિત્ર દૂધ દોહ્યું. તે પછી દૈત્યો, દાનવો, ગંધવોં, અપ્સરાઓ, પિતરો, સિદ્ધો, વિઘાધરો, ખેચરો, કિન્નરો, માયાવીઓ, યક્ષો, રાક્ષસો, ભૂતો અને પિશાચો વગેરેએ પોતપોતાની મરજી પ્રમાણે સુરા, આસવ, સુંદરતા, મધુરતા, કવ્ય, અણિમા વગેરે સિદ્ધ ખેચરી વિદ્યા, અંતર્ધાન વિઘા, માયા, ફેણ વગરના સર્પ, વીંછી વગેરે અનેક પદાર્થ દોહ્યા. તે ઉપરાંત પૃથુએ સંતુષ્ટ થઈ પૃથ્વીને દુહિતા તરીકે સંબોધી અને ઘણા પર્વત વગેરે તોડી પૃથ્વીને સપાટ કરી. જેથી વરસાદનું પાણી એક ઠેકાણે રોકાઈ ન જાય. તે પછી તે ઉપર અનેક ગામ, નગર વસાવ્યાં. પૃથુએ ૯૯ યજ્ઞ. કર્યા હતા. સોમો યજ્ઞ કરતી વખતે ઇંદ્ર તેનો યજ્ઞનો ધોડો લઈ ને ભાગ્યો હતો. પૃથુ તેની પાછળ પડ્યો ઇંદ્રે અનેક જાતનાં રૂપ ધારણ કર્યાં, જેથી જૈન, બૌદ્ધ, કાપાલિક વગેરે મતોની ઉત્પત્તિ થઈ. પૃથુએ ઇંદ્ર પાસેથી પોતાનો ધોડો છોડવી તેનું નામ વિજિતાશ્વ રાખ્યું. પૃથુ આ વખતે ઇંદ્રને ભસ્મ કરી દેવા ચાહતો હતો. પણ બ્રહ્માએ આવીને બે વચ્ચે સંધિ કરાવી. આ યજ્ઞ કર્યા પછી પૃથુએ સનત્કુમાર પાસેથી જ્ઞાન મેળવ્યું અને તે પછી પોતાની સ્ત્રીને સાથે લઈ તે તપશ્વર્યા કરવા વનમાં ચાલ્યો ગયો. ત્યાં તેણે યોગ દ્વારા પોતાના આ ભોગ શરીરનો અંત આણ્યો.
|