9 |
|
न. |
(ન્યાય) મોક્ષપ્રાપ્તિ માટે જાણવા જોગ બાર માંહેનો દરેક પદાર્થ. બાર પદાર્થ: (૧) આત્મા, (૨) શરીર, (૩) ઈંદ્રિય, (૪) અર્થ, (૫) બુદ્ધિ, (૬) મન, (૭) પ્રવૃત્તિ, (૮) પ્રેત્યભાવ, (૯) દોષ, (૧૦) ફલ, (૧૧)દુ:ખ અને (૧૨) અપવર્ગ. આ બારેય પ્રમેયની વિગત નીચે પ્રમાણે: (૧) આત્માપ્રમેય, તે જીવાત્મા અને ઈશ્વારાત્મા એમ બે પ્રકારનો છે. જીવાત્મા નાના એટલે અનેક છે અને ઈશ્વરાત્મા એક છે. બંને નિત્ય અને વિભુ છે. (૨) શરીરપ્રમેય, તે (૧) જરાયુજ, (૨) અંડજ, (૩) સ્વેદજ અને (૪) ઉદ્દભિજ એમ ચાર પ્રકારનો છે. (૩) ઈંદ્રિયપ્રમેય, તે (૧) ઘ્રાણ, (૨) રસન, (૩) ચક્ષુ, (૪) ત્વક, (૫) શ્રોત્ર અને (૬) મન એમ છ પ્રકારનો છે. (૪) અર્થપ્રમેય, તે રૂપ, રસ, ગંધ, ર્સ્પશ, શબ્દ, બુદ્ધિ, સુખ, દુ:ખ, ઈચ્છા, દ્વેષ અને પ્રયત્ન એમ અગિયાર પ્રકારનો છે. અથવા દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય એવા છ પ્રકારનો છે. (૫) બુદ્ધિપ્રમેય, તે નિત્ય અને અનિત્ય એવા બે પ્રકારનો છે. તેમાં ઈશ્વરાત્માની બુદ્ધિ નિત્ય, એક અને પ્રત્યક્ષ છે, તથા જીવાત્માની બુદ્ધિ અનિત્ય છે. અનિત્યબુદ્ધિ, તે અનુભવ અને સ્મૃતિ એમ બે પ્રકારની છે. એ બંને પ્રકારની બુદ્ધિ વળી યથાર્થ અને અયથાર્થ એવા ભેદથી બે પ્રકારની છે. યથાર્થ અનુભવ, તે પ્રત્યક્ષ, અનુમિતિ, ઉપમિતિ અને શાબ્દ એમ ચાર પ્રકારનો છે. અયથાર્થ અનુભવ સંશય, વિષર્યય, અને તર્ક એમ ત્રણ પ્રકારનો છે. (૬) મનપ્રમેય, તે નાના, નિત્ય તથા અણુ છે. (૭) પ્રવૃત્તિપ્રમેય, તે વાગારંભ, બુદ્વેરંભ અને શરીરારંભ એમ ત્રણ પ્રકારનો છે. (૮) પ્રેત્યભાવપ્રમેય: મરણ પછી જન્મ થવો તે પ્રેત્યભાવ. (૯) દોષપ્રમેય, તે રાગ, દ્વેષ અને મોહ એમ ત્રણ પ્રકારનો છે. રાગદ્વેષ, તે કમા, મત્સર, સ્પૃહા, તૃષ્ણા, લોભ, માયા અને દંભ એમ સાત પ્રકારનો છે. દ્વેષદોષ, તે ક્રોધ, ઈર્ષ્યા, અસૂયા, દ્રોહ, અમર્ષ અને શોક એમ છ પ્રકારનો છે. મોહદોષ, તે વિપર્યય, સંશય, તર્ક, માન, પ્રસાદ, ભય અને શોક એમ સાત પ્રકારનો છે. (૧૦) ફલપ્રમેય, તે મુખ્ય અને ગૌણ એમ બે પ્રકારનો છે. (૧૧) દુ:ખપ્રમેય હું દુ:ખી છું એવી પ્રતીતિનો વિષય તે. (૧૨) અપવર્ગપ્રમેય: શરીર વગેરે એકવીશ પ્રકારનાં દુ:ખની નિવૃત્તિ તે.
|