न.
[ સં. પ્રાયસ્ ( તપ ) + ચિત્ત ( નિશ્ચય ) ]
કરેલાં પાપકર્મના ક્ષય માટે વિધિબોધિત એક કર્મ; તપ ને નિશ્ચયનો સંયોગ; પાપમાંથી છૂટવા માટે શાસ્ત્રાનુસાર કરવાનું કૃત્ય. નિશ્ચયયુક્ત જે તપ તે પ્રાયશ્ચિત કહેવાય છે. તે બે હોય છે.એક વ્રત અને બીજું દાન. શાસ્ત્રોમાં જુદાં જુદાં પાપોની નિવૃત્તિ માટે જુદાં જુદાં કામોનું વિધાન છે. કેટલાંક પાપમાં વ્રતનું, કેટલાંકમાં દાનનું અને કેટલાંકમાં વ્રત અને દાન બંનેનું વિધાન છે. સંસારમાં પણ સમાજના નિયમ વિરુદ્ધ કોઈ કામ કરનાર માણસને અમુક કામ કરવું પડે છે કે જે વડે તે સમાજમાં વ્યવહાર રાખવા જોગ થઈ શકે છે. આ પ્રકારનાં કૃત્યને પણ પ્રાયશ્ચિત કહેવાય છે. જે માણસ અધિકારી આગળ સ્વેચ્છાએ પોતાના દોષનો નિખાલસપણે ને ફરી કદી તે ન કરવાનો પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકાર કરી લે છે તે શુદ્ધતમ પ્રાયશ્ચિત કરે છે. હિંદુ સમાજના ધાર્મિક જીવનમાં પ્રાયશ્ચિતોનું વિશેષ સ્થાન છે. સાધારણ સામાજિક નિયમોને પણ ધર્મનો ઓપ ચડાવીને તેના ન પાલન કરવામાં પ્રાયશ્ચિત્તનું વિધાન કરવામાં આવ્યું છે. મધ્યકાળમાં જે સ્મૃતિઓ બની તેમાં પ્રાયશ્ચિતોને મુખ્ય સ્થાન દેવાયું. અંત્યજોની સાથે ખાવું, અશુદ્ધ જલ પીવું. નિષિદ્ધ અથવા અપવિત્ર ભોજન કરવું, રજસ્વલા સ્ત્રીનો અથવા અંત્યજોનો સ્પર્શ કરવો, ઊંટડીનું દૂધ પીવું, શુદ્ર, સ્ત્રી, ગાય, ક્ષત્રિય અથવા બ્રાહ્મણની હત્યા, શ્રાદ્ધમાં માંસ આપીને ન ખાવું, સમુદ્રયાત્રા કરવી, જોરથી દાસ બનાવવા, આદિ વાતો ઉપર ચાંદ્રાયણ કૃચ્છ્ર આદિ ભિન્ન ભિન્ન પ્રાયશ્ચિત્તોનું વિધાન છે. અસ્પૃશ્યતા જેવી વાતો પછીના સમયમાં પ્રચલિત થઈ. આથી હિંદુ ધર્મમાં સંકીર્ણતાએ પ્રવેશ કર્યો અને આ સંકીર્ણતા ધીરે ધીરે વધતી ગઈ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.