| 1 |
[ ફા. ફાર્સી ] |
स्त्री. |
એ નામની ફારસ દેશની ભાષા; ઈરાનની ભાષા; `પર્શિયન`. તેના સાત પ્રકાર છેઃ ફારસી, પહેલવી, પેદરી, હરદી, જાબુલી, સકજી અને સગદી. તેમાં પહેલી ત્રણ ભાષાનો ઉપયોગ વધારે થાય છે. અરબ લોકો અરબસ્તાનમાંથી જ્યારે ઈરાનમાં આવ્યા, ત્યારે એકબીજા દેશના વતનીઓના સહવાસથી ફારસી ભાષા ઉત્પન્ન થઈ. ફારસી ભાષાના બત્રીશ મૂળાક્ષર છે. તે માંહેના આઠ મૂળાક્ષર તો અરબી ભાષામાંથી અને ચાર ફારસીમાંથી લીધેલા છે. જે શબ્દમાં નીચે જણાવેલ આઠ અરબી ભાષાના મૂળાક્ષર માંહેનો કોઈ પણ અક્ષર હોય તે, શબ્દ અરબી સમજવો. અરબી મૂળાક્ષરો સે (સ), હે (હ), સ્વૉદ (સ), ઝવાદે (ઝ), તોય (ત), ઝોય (ઝ), અયેન (અ), કોફ (ક) છે. જેમકે, સાબિત, હમલ, સનમ, ઝામિન, તર્ફ, ઝુલ્મ, અમલ, કૈદ, જે શબ્દમાં નીચે જણાવેલ ચાર ફારસી ભાષાનો મૂળાક્ષર માંહેનો કોઈ પણ અક્ષર હોય તે શબ્દ ફારસી ભાષાનો સમજવો. ફારસી મૂળાક્ષરો પે (પ), ચે (ચ), ઝે (ઝ), ગાફ (ગ) છે. જેમકે પાદશાહ, ચમન, મુઝદા, ગુમ.
|