पुं.
શિવદાસ નામનો અકબરના દરબારનો એક મુત્સદ્દી. તે બુદ્ધિવાન હોઈ હિંદી, ફારસી તથા સંસ્કૃત ભાષા જાણી પ્રખ્યાત થયો હતો. પોતે ભારે હાજરજવાબી હઈ અકબર બાદશાહની તેના ઉપર સારી પ્રીતિ હતી. લવા નામથી પણ તે ઓળખાય છે. કવિ ઉપરાંત તે શૂરો સેનાપતિ હતો. પોતાના ધણીને વિજય અપાવ્યાથી નગરકોટની જાગીર તેને એનાયત કરવામાં આવી હતી. હિંદુ ધર્મનાં તત્ત્વો અસરકારક રીતે સમજાવી, તે ઉપર રાજાને આસ્થા કરાવી, ઇન્સાફ આપવામાં તેણે રાજાને કુશળ બનાવ્યો હતો. તે જાતે બ્રહ્મભટ્ટ એટલે બારોટ હતો. હિંદુ અમલદારોમાં ઠઠ્ઠાખોર અમલદાર બીરબલ હતો. તેને હિંદી કવિતા લખવાનો ઘણો જ શોખ હતો. અકબરે તેને કવિરાયની પદવી આપી હતી. ઈ. સ. ૧૫૭૪માં નગરકોટના રાજાની જાગીર આપી રાજા બીરબલનો ઇલ્કાબ તેને અપાયો હતો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.