13 |
|
स्त्री. |
વૈષ્ણવ સંપ્રદાયની ગામબહારની પવિત્ર જગ્યા; જે ઠેકાણે વૈષ્ણવ ધર્મના શ્રી વલ્લભાચાર્ય મહારાજ રોકાયા હોય તથા વેદની પારાયણ કરી હોય અને ભાગવતની સપ્તાહ કરી હોય તે ઠેકાણું; શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ શ્રીમુખથી કરેલ શ્રીમદ્ ભાગવતના પ્રવચનનું સ્થળ આવાં ચોરાશી સ્થળ છેઃ (૧) ગોકુલ, (૨) ગોકુલમાં બડી બેઠક, (૩) ગોકુલમાં શૈય્યામંદિર, (૪) વૃંદાવન, (૫) મથુરા વિશ્રામઘાટ, (૬) મધુવન, (૭) કમોદવન, (૮) બહુલાવન, (૯) રાધાકૃષ્ણકુંડ, (૧૦) માનસીગંગા, (૧૧) પરાસોલી ચંદ્રસરોવર, (૧૨) આન્યોર, સદુ પાંડેનું ઘર, (૧૩) ગોવિંદકુંડ, (૧૪) સુંદરશીલા, અહીં અન્નકૂટ ઓચ્છવ કર્યો, (૧૫) ગિરિરાજ પ્રભુમંદિરની દક્ષિણે, (૧૬) કામવન, સુરભિકુંડ ઉપર, (૧૭) ગહ્વર બરસાના પાસે, (૧૮) સંકેતવટ અથવા કૃષ્ણકુંડ, (૧૯) નંદગામ કે મહીપાન સરોવર, (૨૦) કોકિલાવનમાં કૃષ્ણકુંડ, (૨૧) ભાંડીર વન, (૨૨) માનસરોવર, (૨૩) સોરમજી ગંગા તીરે, (૨૪) ચિત્રકૂટમાં કાંતનાથ પર્વત, (૨૫) અયોધ્યાજી, (૨૬) નૈમિષારણ્ય, (૨૭) કાશી, પુરુષોત્તમદાસનું ઘર, (૨૮) કાશી, હનુમાનઘાટ, (૨૯) હરિહરક્ષેત્ર, (૩૦) જનકપુર, માણેક તળાવ ઉપર, (૩૧) ગંગાસાગર, કપિલાકુંડ ઉપર, (૩૨) ચંપારણ્યમાં નિજમંદિર, (૩૩) ચંપારણ્યમાં બીજી બેઠક, (૩૪) જગન્નાથપુરી, (૩૫) પંઢરપુર, (૩૬) નાસિક તપોવન, (૩૭) પન્ના નૃસિંહજી, (૩૮) લક્ષ્મણ બાલાજી, (૩૯) શ્રીરંગજી, (૪૦) વિષ્ણુ કાંચી, (૪૧) સેતુબંધ રામેશ્વર, (૪૨) મલયાચલ પર્વત ઉપર, (૪૩) કોંકણમાં લોહગઢ, (૪૪) તામ્રવર્ણી નદીના તીરે, (૪૫) કૃષ્ણા નદીને તીરે, (૪૬) પંપા સરોવર ઉપર, (૪૭) પદ્મનાથજીની બેઠક, (૪૮) જનાર્દન, (૪૯) વિદ્યાનગર, (૫૦) ત્રિલોકભાનજી, (૫૧) તોતાદ્રી પર્વત ઉપર, (૫૨) દર્ભશયન, સુરત નજીક, (૫3) સુરતમાં તાપી નદીને કિનારે, (૫૪) નર્મદાજીને તીરે ભૃગુક્ષેત્ર, (૫૫) મોરબી અથવા મયૂરધ્વજ ગામ, (૫૬) નવાનગર અથવા જામનગર, નાગમતી નદીને તીરે, (૫૭) ખંભાલિયા, (૫૮) પિડતારક ક્ષેત્ર, દ્વારકા પાસે, (૫૯) દ્વારકામાં ગોમતીજીના તીરે, (૬૦) મૂળ દ્વારકા, ગોમતીજીના પ્રાગટ્ય પાસે, (૬૧) ગોપી તળાવ ઉપર, દ્વારકા, (૬૨) બેટ શંખોદ્ધાર, શંખ તળાવ ઉપર, (૬૩) નારાયણ સરોવર ઉપર, (૬૪) જૂનાગઢ, ગિરનાર, રેવતી કુંડ ઉપર, (૬૫) પ્રભાસક્ષેત્ર, શ્રી સરસ્વતીજીના તીરે, (૬૬) માધવપુર, (૬૭) ગુપ્ત પ્રયાગ, દેલવાડા પાસે, (૬૮) તગડી ગામ, ધંધુકા જિલ્લો, (૬૯) નરોડા ગામ, (૭૦) ગોધરામાં રાણાશ્રીનું ઘર, (૭૧) ખેરાળુ ગામ, ગુજરાત, (૭૨) સિદ્ધપુર, શ્રી કપિલજી આશ્રમ પાસે, (૭૩) અવંતિકા અથવા ઉજ્જયિનિ, (૭૪) પુષ્કરજી ક્ષેત્ર, (૭૫) કુરુક્ષેત્ર, (૭૬) હરિદ્વાર, (૭૭) બદરિકાશ્રમ ધામ, (૭૮) શ્રી કેદારનાથ ધામ, (૭૯) વ્યાસ આશ્રમ, (૮૦) હિમાલય પર્વત, (૮૧) વ્યાસ ગંગાના તીરે, (૮૨) મંદરાચલ પર્વત ઉપર, (૮૩) અડેલ, શ્રી ત્રિવેણીજી સંગમ ઉપર અને (૮૪) ચણોટ ગામ.
|